ANANT – RADHIKA PRE WEDDING FUNCTION : VVIP મહેમાનો માટે કેવી છે રહેવાની વ્યવસ્થા, વાંચો અહેવાલ
ANANT – RADHIKA PRE WEDDING FUNCTION VVIP GUESTS : જામનગરમાં આજથી પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનનો પ્રારંભ થઇ ગયો છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ (1થી 3 માર્ચ) સુધી ચાલશે. આ ભવ્ય ઈવેન્ટમાં ઘણા VVIP મહેમાનો હાજરી આપવા માટે આવ્યા છે ત્યારે તેમના રહેવા માટેની કેવી સુવિધા કરવામાં આવી છે તે પ્રશ્ન દરેકના મનમાં છે.
આ વર્ષે અનંત અંબાણી તેમની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરશે. લગ્ન પહેલા જ જામનગરમાં ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનો પ્રારંભ થયો છે. આ ભવ્ય કાર્યક્રમમાં સ્ટાર્સનો પણ મેળાવડો જોવા મળ્યો છે. બોલિવૂડ, હોલિવૂડ અને ક્રિકેટ જગતના સ્ટાર્સ પહોંચ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સેલિબ્રિટી પણ અહીં પહોંચ્યા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે.
સાઈના નહેવાલ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો
હવે આપના મનમાં પ્રશ્ન આવે કે આવા મોટા મોટા VVIP મહેમાનોને રહેવા માટે કેવા પ્રકારની સુવિધા કરવામાં આવી હશે. આ વાતનો જવાબ તમને આ અહેવાલમાં જાણવા મળશે. સમગ્ર બાબત એમ છે કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપવા માટે સાઇના નેહવાલ તેના પતિ પારુપલ્લી કશ્યપ સાથે જામનગર પહોંચી છે. સાઈના નહેવાલ દ્વારા એક વિડીયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેને પોતાના VIP ટેન્ટનો વિડીયો શેર કર્યો હતો.
ફાઇવ સ્ટાર હોટલ કરતાં પણ ચડિયાતા ટેન્ટ
ખાસ મહેમાન માટે અહી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાણી પરિવારે તેમના તમામ સેલિબ્રિટી મહેમાનોને ટેન્ટમાં રહેવાની વ્યવસ્થા કરી છે પરંતુ આ હકીકત છે. જોકે આ તમામ ટેન્ટ ફાઈવ સ્ટાર હોટલ જેવા છે. ભૂતપૂર્વ બેડમિંટન ખેલાડી સાઇના નેહવાલે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે આ ખાસ વ્યવસ્થા જે રાખવામાં આવી છે તેને પોતાના કેમેરામાં કેદ કરી છે.
સાઇનાના આ વિડીયોમાં દ્વારા તમે સેલિબ્રિટીઓ જ્યાં રોકાયા છે તે સ્થળને અંદરથી જોઈ શકો છો. આ ટેન્ટમાં તે તમામ લક્ઝરી વસ્તુઓ છે જે આ ટેન્ટને ખાસ બનાવે છે. એક ડ્રોઈંગ રૂમ છે અને બીજો રૂમ બેડરૂમ છે. આ સાથે લક્ઝરી ટેન્ટમાં લક્ઝુરિયસ બેડ અને સોફા પણ છે. ખરેખર આ ટેન્ટ ફાઇવ સ્ટાર હોટેલ કરતા પણ ચડિયાતા જણાય છે.
આ શાહી લગ્નમાં થયો 1000 કરોડનો ખર્ચ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પહેલા જામનગરમાં 1-3 માર્ચ દરમિયાન પ્રિ-વેડિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય ઈવેન્ટમાં ફક્ત ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાંથી ખાસ ખાસ મહેમાનો હાજર છે. આ ખાસ મહેમાનોના આવકાર માટે અંબાણી પરિવારે મહેમાનો માટે શાહી વ્યવસ્થા કરી છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની આ આખી ઉજવણી ગુજરાતના જામનગરમાં અંબાણીના ઘરે 3,000 એકરમાં ફેલાયેલા બગીચામાં થશે. પ્રાપ્ત અહેવાલો અનુસાર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પર લગભગ 1000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે.
આ પણ વાંચો -- પશ્ચિમ બંગાળના TMC નેતા શાહજહાં શેખ વિરુદ્ધ અમદાવાદ શહેર ભાજપનો વિરોધ