Anand : બહારનું ખાતા પહેલા સાવધાન! ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરાયાં
- Anand મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં!
- રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને નાઝ રેસ્ટોરન્ટ સીલ કરાયાં
- નાગરિકોનાં આરોગ્ય સાથે ચેડાં કરતી હોટેલ-રેસ્ટોરન્ટ સામે કાર્યવાહી
- કમિશનર મિલિંદ બાપનાનાં આદેશ બાદ કાર્યવાહી કરાઈ
આણંદમાં (Anand) મહાનગરપાલિકાનાં આરોગ્ય વિભાગે મોટી કાર્યવાહી કરી છે. નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા (Taja Pizza) અને નાઝ રેસ્ટોરન્ટને સીલ કરવામાં આવ્યા છે. કમિશનરનાં આદેશ બાદ કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગની વિવિધ ટીમ દ્વારા અલગ-અલગ હોટેલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જાહેર સ્વચ્છતા બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરતા ત્રણ હોટેલ-રેસ્ટોરન્ટ સીલ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આ ત્રણ રેસ્ટોરન્ટમાં લોકોનાં આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી.
આ પણ વાંચો - Vadodara : વડોદરાની પોદ્દાર સ્કૂલની મનમાની સામે વાલીઓમાં રોષ! શાળાએ પહોંચી મચાવ્યો હોબાળો
રાજસ્થાની દાલબાટી, તાજા પીઝા અને નાઝ રેસ્ટોરન્ટ સીલ કરાયાં
આણંદમાં કોર્પોરેશનનું (Anand Municipal Corporation) આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં આવ્યું છે. કમિશનર મિલિંદ બાપનાના આદેશ બાદ વિભાગની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ હોટેલ-રેસ્ટોરન્ટમાં તપાસ હાથ ધરવામાં આવી છે. દરમિયાન, વિદ્યાનગર રોડ પર આવેલ રાજસ્થાની દાલબાટી (Rajasthani Dalbati), તાજા પીઝા અને સ્ટેશન રોડની નાઝ રેસ્ટોરન્ટમાં (Naaz Restaurants) લોકોનાં આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. આથી, નાગરિકોનાં આરોગ્ય માટે અત્યંત જોખમકારક જણાતા આ તમામ હોટેલ-રેસ્ટોરન્ટને સીલ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચો - Ahmedabad : માણસા નગરપાલિકાનાં ચૂંટણી પરિણામને હાઇકોર્ટમાં પડકાર
રસોડાની સાફ-સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવી હોવાનું જણાયું
માહિતી અનુસાર, આરોગ્ય વિભાગની (Health Department) ટીમને હોટેલ-રેસ્ટોરન્ટોમાં રસોડાની સાફ-સફાઈ યોગ્ય રીતે કરવામાં ન આવી હોવાનું જણાયું હતું. સાથે જ રસોડામાં ખાદ્યપદાર્થની વસ્તુઓ ઢાંકેલી નહોતી તેમ જ રસોડામાં માખીઓનો આતંક પણ જોવા મળ્યો હતો. રસોઈ ઘરમાં ગંદકી જણાતા અને હોટેલ-રેસ્ટોરન્ટનાં સ્ટાફમાં પણ સ્વચ્છતાનો અભાવ જણાતા આ ત્રણેય હોટેલ-રેસ્ટોરન્ટને કાયદેસર રીતે સીલ કરવામાં આવી છે. હોટેલ અને રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા બાબતે કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા મનપા દ્વારા આદેશ કરાયો છે.
આ પણ વાંચો - Ahmedabad : વસ્ત્રાલ કેસમાં વધુ 2 ઝડપાયા, 6 દિવસના રિમાન્ડ મંજૂર, અન્ય 13 આરોપી જેલ હવાલે