Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આણંદ: વિદ્યાનગરમાં અસામાજિક તત્વોનો આતંક

આણંદના વિદ્યાનગરમાં મધ્ય રાત્રીએ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ગેંગ વોર જેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. મારક હથિયારો સાથે જાહેરમાં ગેંગ વોરના દ્રશ્યો જોવા મળ્યા...
05:42 PM Nov 14, 2023 IST | Maitri makwana

આણંદના વિદ્યાનગરમાં મધ્ય રાત્રીએ અસામાજિક તત્વોનો આતંક જોવા મળી આવ્યો હતો. અસામાજિક તત્વો દ્વારા વિદ્યાનગરના મોટાબજાર વિસ્તારમાં આતંક મચાવવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ગેંગ વોર જેવા દ્રશ્યો જોવા મળી આવ્યા હતા. મારક હથિયારો સાથે જાહેરમાં ગેંગ વોરના દ્રશ્યો જોવા મળ્યા હતા.

જાહેરમાં ગાડીઓમાં તોડફોડ કરવામાં આવી

અસામાજિક તત્વો દ્વારા બેસતા વર્ષની રાતે પાઇપ, લાકડી, અને ચપ્પા જેવા હથિયારો સાથે આતંક મચાવવામાં આવ્યો હતો. જેમાં જાહેરમાં ગાડીઓમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા ખુલ્લેઆમ હુમલો કરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી

આ ઘટના પરથી જોવા મળી આવે છે કે આણંદમાં હવે અસામાજિક તત્વોને પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. આવી હુમલા અને મારામારીની ઘટના અગાઉ પણ સામે આવી ચૂકી છે. અહિં આમ શિક્ષણ નગરી વિદ્યાનગરમાં પોલીસના ખોફ વગર અસામાજિક તત્વો બેફામ જોવા મળી આવે છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તંત્ર જાગતું થયું છે.

મારામારી કરનાર બંને પક્ષો સામે ગુનો દાખલ

વિદ્યાનગર પોલીસ દ્વારા મારામારી કરનાર બંને પક્ષો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ઉપિકો કલમ 307 અંતર્ગત સરકાર તરફે પોલીસ ફરિયાદી બની છે. આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

આ પણ વાંચો -  સાળંગપુરમાં દાદાને સોનાના વાઘાનો શણગાર, શતામૃત મહોત્સવની કરાશે ઉજવણી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Anandanti-social elementsGujaratGujarat Firstmaitri makwanaVidyanagar
Next Article