Anand : રૂપિયા લઈ દાખલો કઢાવી આપતી મહિલાનાં Video અંગે જિલ્લા કલેક્ટરની સ્પષ્ટતા
- Anand માં રૂપિયા લઈ દાખલા કાઢવા બાબતે કલેક્ટરની સ્પષ્ટતા
- મેં પણ જોયું કલેક્ટર કચેરીનો વીડિયો છે : પ્રવીણ ચૌધરી
- રૂપિયા લઈ દાખલા કઢાવી આપનાર સામે ફરિયાદ થશે : પ્રવીણ ચૌધરી
- કલેક્ટર કચેરીમાં રૂપિયા લઈ દાખલા કઢાવી આપતી મહિલાનો વીડિયો વાઇરલ
આણંદમાં (Anand) કલેક્ટર કચેરી ખાતે રૂપિયા લઈને દાખલા કઢાવી આપતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં કલેક્ટર કચેરી વિવાદમાં સપડાઈ છે. આ મામલે વિવાદ વધતા હવે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, મેં પણ જોયું કલેક્ટર કચેરીનો વીડિયો છે. રૂપિયા લઈ દાખલા કઢાવી આપનાર સામે ફરિયાદ થશે. તેમણે કહ્યું કે, અગાઉ પણ આવા 9 લોકો વિરુદ્ધ ફરિયાદ થઈ હતી.
આ પણ વાંચો - આણંદની કલેક્ટર કચેરીની રેકોર્ડ શાખાની બેદરકારી! બોરસદની નવી શરતની જમીનમાં ગેરરીતિની આશંકા
-આણંદ ની કચેરી માં પૈસા થી દાખલો કઢાવી આપવાનો વેપલો
-શુ આણંદ મામલતદાર કચેરી માં અધિકારીઓ એ દલાલો રાખ્યા છે?
-વિડિઓ માં 1800 રૂપિયા લઈને દાખલો કાઢી આપવાનો ઉલ્લેખ
-2500 રૂપિયામાં કોઈ ડોક્યુમેન્ટ વગર દાખલો કાઢી આપતા હોવાનો ઉલ્લેખ@CollectorAnd #Anand #Bribe #Corruption… pic.twitter.com/yAH160eMIT— Gujarat First (@GujaratFirst) March 3, 2025
રૂપિયા લઈ દાખલા કાઢવા બાબતે કલેક્ટરની સ્પષ્ટતા
આણંદની કલેક્ટર કચેરી (Anand Collector's office) એક બાદ એક વિવાદમાં સપડાઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. પહેલા કચેરીનાં રેકોર્ડ શાખામાંથી રેકોર્ડ ગાયબ થઈ ગયા હોવાની ઘટના સામે આવી હતી. ત્યાર બાદ કલેક્ટર કચેરીનાં કંપાઉન્ડમાં રૂપિયા લઈ દાખલા કઢાવી આપતી મહિલાનો વીડિયો વાઇરલ થતાં કલેક્ટર કચેરીનાં અધિકારીઓ-કર્મચારીઓની કામગીરી સામે અનેક સવાલ ઊભા થયા છે. આ મામલે વિવાદ વધતા જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની (District Collector Praveen Chaudhary) પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, મેં વીડિયો જોયો છે, તે કલેક્ટર કચેરીનો છે. રૂપિયા લઈ દાખલા કઢાવી આપનાર સામે ફરિયાદ થશે. અગાઉ પણ આવી ગેરકાયદેસરની કામગીરી કરનારા 9 લોકો સામે ફરિયાદ થઈ ચૂકી છે.
આ પણ વાંચો - જલારામ બાપા અંગે વિવાદાસ્પદ ટિપ્પ્ણી કરનારા Gyan Prakash Swami પર લાલઘૂમ થયા ગિરિશ કોટેચા!
જાતિ અને આવકનો દાખલો કઢાવી આપતા દલાલો કચેરીમાં સક્રિય!
જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ આગળ કહ્યું કે, કચેરી કંપાઉન્ડમાં વચેટિયાનાં પ્રવેશ પર પ્રતિબંધ છે. જો કે, રૂપિયા લઈને દાખલા કઢાવી આપનારા અંગે પોલીસ, ACB ને ફરિયાદ કરવા સૂચન કરાયું છે. જણાવી દઈએ કે તાજેતરમાં આણંદની કલેક્ટર કચેરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો હતો, જેમાં એક મહિલા એજન્ટ દ્વારા રૂ. 1800 માં જાતિ અને આવકનો દાખલો કઢાવવી આપવાની અને રૂ. 2500 આપશો તો કોઇપણ દસ્તાવેજની જરૂર ન હોવાની વાત કરવામાં આવે છે. જો કે, ગુજરાત ફર્સ્ટ (Gujarat First News) આ વાઇરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
આ પણ વાંચો - Botad : ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક બાદ એક સાધુઓનાં અશ્લીલ વીડિયો વાઇરલ થતાં ખળભળાટ!