ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આણંદ: બેફામ ગાડી ચલાવનારા સામે કડક કાયદો બનાવવા ઉઠાવી માંગ

Anand: આણંદ (Anand) નાવલી રોડ પર ગુરુવારે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જેનીશ પટેલ નામનો નબીરાએ સર્જ્યો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોએ પણ બાદમાં દમ તોડ્યો હતો. નબીરાની પોલીસ દ્વારા...
06:17 PM Feb 05, 2024 IST | Maitri makwana

Anand: આણંદ (Anand) નાવલી રોડ પર ગુરુવારે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત જેનીશ પટેલ નામનો નબીરાએ સર્જ્યો હતો. આ અકસ્માતમાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોએ પણ બાદમાં દમ તોડ્યો હતો.

નબીરાની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી

અકસ્માત સર્જનાર નબીરાની પોલીસ દ્વારા ઘરપકડ કરવામાં આવી છે. અને હવે તે હત્યારો પોલીસની પકડમાં છે. આણંદ ગ્રામ્ય પોલીસ દ્વારા જેનીશ પટેલની ખાનગી હોસ્પિટલમાંથી અટકાયાત કરવામાં આવી છે. ત્યારે જેનીશ પટેલ દારૂના નશામાં હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે.

મિત્રો સાથે પાર્ટી કરી હોવાનું પણ સામે આવ્યું

આ નબીરો જેનીશ પટેલ લંડનથી ભારત આવ્યો હતો. અને 7 ફેબ્રુઆરીના રોજ પરત જવાનો હતો. અને લંડન પરત જવાનું હોવાથી મિત્રો સાથે પાર્ટી કરી હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે આ નબીરાની ઐયાશીના કારણે 4 જિંદગીના ભોગ લીધા છે. ડોક્ટરનો અભ્યાસ કરતા બે વિધાર્થીએ જીવ ગુમાવ્યો છે.સમગ્ર ઘટના બાદ વિધાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓ ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતાર્યા

આ ઘટના બાદ આણંદ (Anand) માં વિદ્યાર્થીઓ ન્યાય મેળવવા માટે રસ્તા પર ઉતાર્યા છે. અને જેનીશ પટેલને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. અને બેફામ ગાડી ચલાવનારા લોકો સામે કડક કાયદો બનાવવાની માંગ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો - મહેસાણાના તરભ વાળીનાથ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AnanddemandGujaratGujarat Firstlawmaitri makwanareckless driversstrict law
Next Article