Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું

નડાબેટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : ગુજરાતનું છેલ્લો અને દેશનું પહેલું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. તેમાં હંગરી, જાપાન ,શ્રીલંકા, ફ્રાન્સ, ઈંડોનેશિયા સહિત 15 થી વધુ દેશોના નાગરિકોએ પતંગ ઉત્સવમાં લીધો હતો.  સાથે...
10:26 PM Jan 12, 2024 IST | Harsh Bhatt
નડાબેટ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ : ગુજરાતનું છેલ્લો અને દેશનું પહેલું ગામ આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો. તેમાં હંગરી, જાપાન ,શ્રીલંકા, ફ્રાન્સ, ઈંડોનેશિયા સહિત 15 થી વધુ દેશોના નાગરિકોએ પતંગ ઉત્સવમાં લીધો હતો.  સાથે સાથે ગુજરાત અને દેશના અલગ અલગ રાજ્યો માથી પતંગ રસીયાઓ નડાબેટ ખાતે પહોંચ્યા હતા.

નડાબેટ પતંગ મહોત્સવ

 પતંગ મહોત્સવમાં અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું

ત્યારે ભારત પાકિસ્તાનની બોર્ડર પર આકાશ અલંગ અલંગ રંગ બેરંગી રંગોથી છવાયુ હતુ. ટૂંક જ સમયની અંદર ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મંદિરની થવા જઈ રહી છે. તેવા પ્રતિકો સાથે પતંગ રસિયાઓ દેશના અલગ અલગ વિસ્તારમાંથી ભારત પાકિસ્તાનની બોર્ડર નડાબેટ ખાતે પહોંચ્યા હતા.  આ પતંગ ઉત્સવમાં અલગ જ પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની સાથે સાથે શ્રીરામના નારાઓ સાથે નડાબેટ ગૂંજી ઉઠ્યું હતુ અને લોકોમાં અલગ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો.
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના લોકોએ પોતાના રંગ બેરંગી પતંગો સાથે ભાગ લીધો હતો. વર્ષોથી ભગવાન શ્રીરામના મંદિર પ્રતિષ્ઠાની રાહ જોવાતી હતી ત્યારે ટૂંક સમયમાં પૂરી થવાની છે. દેશભરમાં લોકો અલગ-અલગ પ્રકારે ઉજવણી કરતા હોય છે.

ભગવાન રામના પતંગો જોવા મળ્યા 

તેનો દ્રશ્યો પણ આજે જોવા મળ્યા કે પતંગ રસીયાઓ શ્રી ભગવાન રામના પ્રત્યેક સાથેના પતંગો સાથે પહોંચ્યા હતા. દેશ અને વિદેશના નાગરિકોએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના અને દેશના ભરપૂર વખાણ કર્યા હતા. તેવા સમયે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો આંતરરાષ્ટ્રીય સીમા પર દેશ ભક્તિના ગીતો અને શ્રી રામના નારા સાથે નડાબેટ ગૂંજી ઉઠયુ હતું.
અહેવાલ -  યશપાલસિંહ વાઘેલા
આ પણ વાંચો -- MSME CONCLAVE : મુખ્યમંત્રીએ નાના-લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો, રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધન કર્યું
આ પણ વાંચો -- Ram Mandir : ‘નિયતિએ નક્કી કર્યું હતું કે…’, રામ મંદિરના અભિષેક અને PM મોદી પર લાલકૃષ્ણ અડવાણીએ શું કહ્યું?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
GUJARAT GOVERMENTinternational kite festivalKite Festivalmakarsankraanti 2024nadabetShree RamuttrayanVibrant Gujarat
Next Article