ભરૂચના ગાંધી બજાર વિસ્તારની ઘટના,ખુલ્લી ગટરમાં બાળક પડ્યું
અહેવાલ -દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચ શહેરમાં વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભરૂચના માર્ગો પણ જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા. ભરૂચના જ ચાર રસ્તા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં વરસાદી પાણીમાં ખુલ્લી ગટર ન દેખાતા એક બાળકી ખાબકી રહી હોવાનો સીસીટીવી...
અહેવાલ -દિનેશ મકવાણા, ભરૂચ
ભરૂચ શહેરમાં વહેલી સવારે જ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને ભરૂચના માર્ગો પણ જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા. ભરૂચના જ ચાર રસ્તા વિસ્તારમાં ખુલ્લી ગટરમાં વરસાદી પાણીમાં ખુલ્લી ગટર ન દેખાતા એક બાળકી ખાબકી રહી હોવાનો સીસીટીવી સામે આવતા નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આક્રોશ ફાટી નીકળ્યો છે
ગાંધી બજાર વિસ્તારની ઘટના
ભરૂચ શહેરના ફુરજા ચાર રસ્તા ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટરો દુકાનના વેપારીઓ રાહદારીઓને વાહન ચાલકો માટે જોખમકારક સાબિત થઈ ગઈ છે વરસતા વરસાદ વચ્ચે વરસાદી પાણી ભરાવો સર્જાયો હતો જેમાં ખુલ્લી ગટર ન દેખાતા એક બાળકી પાણીમાંથી પસાર થતી વેળા ખુલ્લી ગટરમાં ખાબકી રહી હોવાનું સીસીટીવી સામે આવ્યો છે જોકે સ્થાનિકો નજીક હોવાના કારણે ખુલ્લી ગટરમાં ખાબકેલી બાળકીને હેમખેમ બચાવી લીધી હતી જોકે વારંવાર સ્થાનિકોએ ખુલ્લી ગટર બંધ કરવાની માંગ ઉઠાવી છે
તંત્રની બેદર કરી સામે આવી
પરંતુ નગરપાલિકાનું રુવાડું ફળકતું ન હોવાના આક્ષેપો વેપારીઓ કરી રહ્યા છે સમગ્ર સીસીટીવી સામે આવતા નગરપાલિકાના વિપક્ષ સિવાય પણ નગરપાલિકાના સત્તાધારી પક્ષ સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઘણા વિસ્તારની ખુલ્લી ગટરો રાહદારીઓ માટે જોખમકારક હોય અને નગરપાલિકા ખુલ્લી ગટર બંધ ન કરાવતા કોઈ નિર્દોષ જીવ ગુમાવે તે પહેલા માનવતાની દ્રષ્ટિએ ખુલ્લી ગટરો બંધ કરાવે તેવી માંગ પણ વિપક્ષીઓએ કરી છે
Advertisement