Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લો બોલો! બોટાદમાં વગર મંજૂરીએ ચાલતો હતો આનંદ મેળો, અને પછી થયું કઇંક આવું

બોટાદ શહેરના પાળીયાદ રોડ સુર્યા ગાર્ડન (Surya Garden) પાસે આનંદ મેળો આવેલો છે. ત્યારે આ આનંદ મેળો વગર મંજૂરીએ ચાલતો હતો જેના કારણે બોટાદ પોલીસ સ્ટેશનમાં આનંદ મેળાનું સંચાલન કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી આનંદ...
લો બોલો  બોટાદમાં વગર મંજૂરીએ ચાલતો હતો આનંદ મેળો  અને પછી થયું કઇંક આવું

બોટાદ શહેરના પાળીયાદ રોડ સુર્યા ગાર્ડન (Surya Garden) પાસે આનંદ મેળો આવેલો છે. ત્યારે આ આનંદ મેળો વગર મંજૂરીએ ચાલતો હતો જેના કારણે બોટાદ પોલીસ સ્ટેશનમાં આનંદ મેળાનું સંચાલન કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી આનંદ મેળો ચાલ્યો તો શું કોઈને ખબર જ નહોતી કે આનંદ મેળો વગર પરવાનગી ચાલી રહ્યો છે.

Advertisement

ભરતભાઈ બાબુભાઇ સરકડીયા દ્વારા આનંદ મેળો લાવવામાં આવ્યો છે. અને આનંદ મેળાનું સંચાલન તેમના દ્વારા કરવામાં આવી રહ્યું હતું. ત્યારે આનંદ મેળો શરૂ પણ થઈ ગયેલ અને મોટી સંખ્યામાં લોકો ત્યાં આનંદ મેળામાં જતા પણ હતા. ત્યારે બે દિવસ પહેલા આનંદ મેળામાં રાત્રીના સમયે ઇલેક્ટ્રિક શોટ લાગતા વશ નામના 10 વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. બાળકના મોત બાદ પોલીસ ઘટનાસ્થળે દોડી આવેલ અને આનંદ મેળો બંધ કરાવેલ. જે દિવસે આનંદ મેળામાં બાળકનું મોત થયું તે દિવસે જાગરણ હોવાથી હજારોની સંખ્યામાં યુવતીઓ પોતાના પરિવાર જનો સાથે આનંદ મેળામાં આવેલ હતી. ત્યારે જો કોઈ બીજી ઘટના બની હોત તો શું થાત તે સવાલો અહીંયા ઉભા થઇ રહ્યા છે. ત્યારે બાળકના મોત બાદ તેના માતાએ ફરિયાદ નોંધાવી હતી.

શહેરમાં વગર પરવાનગીએ આનંદ મેળો શરૂ હતો. પરંતુ કોઈને ખબર જ ન પડી અને આનંદ મેળો શરૂ રહ્યો. જોકે, બાળકના મોત બાદ ખ્યાલ આવ્યો કે અહીંયા પરવાનગી લેવામાં આવેલ જ નહોતી. ત્યારે અહીંયા તંત્ર સામે અનેક સવાલો ઉભો થઇ રહ્યો છે કે કેમ મેળો શરૂ થઈ ગયો હોવા છતાં તેમણે તપાસ ન કરી ? જો પહેલાથી તપાસ કરવામાં આવી હોત તો 10 વર્ષના બાળકનું મોત ના થાત. આજથી અંદાજે 4 વર્ષ પહેલાં પણ આનંદ મેળામાં 1 બાળકની મોત નીપજ્યું હતું. ત્યારે હાલ તો પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો - નીતિન પટેલને સોંપાઈ ચૂંટણીની જવાબદારી, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીના સહ પ્રભારી બનાવાયા

આ પણ વાંચો - ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર, કોંગ્રેસ-આપ સાથે મળીને કરશે આ કામ…!

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - ગજેન્દ્ર ખાચર

Tags :
Advertisement

.