Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બોટાદ શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપતા આવ્યો રાજકીય ગરમાવો

બોટાદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મયુર પટેલ ને બોટાદ શહેર ભાજપ મહામંત્રી રૂપા રાઠોડે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. રૂપા રાઠોડે રાજીનામું આપવા પાછળ શહેર સંગઠનમાં પ્રમુખ ચંદ્રકાન્ત સાવલિયા પર સવાલ ઉઠાવ્યા છે. શહેર પ્રમુખ સાથે રાખતા નહી વિશ્વાસ...
બોટાદ શહેર ભાજપ મહામંત્રીએ રાજીનામું આપતા આવ્યો રાજકીય ગરમાવો

બોટાદ ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મયુર પટેલ ને બોટાદ શહેર ભાજપ મહામંત્રી રૂપા રાઠોડે રાજીનામું આપતા રાજકારણ ગરમાયું છે. રૂપા રાઠોડે રાજીનામું આપવા પાછળ શહેર સંગઠનમાં પ્રમુખ ચંદ્રકાન્ત સાવલિયા પર સવાલ ઉઠાવ્યા છે. શહેર પ્રમુખ સાથે રાખતા નહી વિશ્વાસ માં રાખતા નહી. જેના કારણે કાર્યકરો પણ નારાજ રહેતા હોય ત્યારે રાજીનામું આપવા પાછળ શહેર સંગઠનના પ્રમુખ પર આક્ષેપ કરતા બોટાદ શહેર સહિત જિલ્લા ભાજપના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

Advertisement

બોટાદ શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રીના હોદ્દા પર જવાબદારી સ્વીકારતા રૂપા રાઠોડ દ્વારા બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુર પટેલ ને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે રાજીનામું આપ્યું. રૂપા રાઠોડ દ્વારા રાજીનામું આપ્યા બાદ મીડિયામાં રાજીનામું આપવાને લઈ ઉઠાવ્યા સવાલ. રૂપા રાઠોડ દ્વારા બોટાદ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત સાવલિયા પર ઉઠાવ્યા સવાલ શહેર ભાજપ પ્રમુખ પક્ષના કાર્યક્રમો હોય તેમાં વિશ્વાસમાં રાખતા નહી હોવાનું મુખ્ય રાજીનામું આપવા પાછળનું કારણ રજુ કરતા હાલ તો રાજીનામું આપનાર રૂપા રાઠોડ દ્વારા રાજીનામાં મામલે શહેર સંગઠન પર સવાલ ઉઠાવતા બોટાદ શહેર સહિત જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયુ છે. રૂપા રાઠોડ દ્વારા બોટાદ નગરપાલિકામાં 44 માંથી 40 સીટો ભાજપને મળ્યા છતાં આજે સુપર સિડ હોવા પાછળ પણ શહેર સંગઠનને જવાબદાર ગણાવ્યું તો હાલના શહેર ભાજપ સંગઠનને બદલવું જોઈએ તેવી પણ માંગ કરી છે, તેમજ જો બોટાદ શહેર સંગઠનને બદલવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આવનાર માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં પણ નુકસાન જવાનો કર્યો દાવો. ત્યારે હાલ તો બોટાદ શહેરના મહામંત્રી પદ પરથી રાજીનામું આપવા પાછળ શહેર સંગઠનને જવાબદાર ગણાવતા બોટાદ શહેર સહિત જિલ્લાના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, તેમજ બોટાદ શહેર સંગઠનની કામગીરીને લઈને હાઈ કમાન્ડ સુધી રજુઆત પણ કરેલ હોય તેવું આપ્યું નિવેદન.

બોટાદ શહેર ભાજપના મહામંત્રી પદ પરથી રૂપા રાઠોડ દ્વારા રાજીનામું આપવા પાછળ શહેર સંગઠન તેમજ શહેર ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત સાવલિયા પર સવાલ ઉઠાવતા ચંદ્રકાન્ત સાવલિયા દ્વારા તમામ આક્ષેપ પાયા વિહોણા ગણાવ્યા. તેમજ પોતાના અંગત કારણથી રાજીનામું આપેલ છે અને રાજીનામું આપતા સમયે હું પણ ત્યાં હાજર હતો. ત્યારે હાલ તો તમામ આક્ષેપ ખોટા છે. રૂપા રાઠોડના સાથે અને વિશ્વાસમાં નહી રાખવાના આક્ષેપમાં ચંદ્રકાંત સાવલિયા દ્વારા તારીખ અને સમય આપે કે કયા કાર્યક્રમમાં નથી બોલાવ્યા. ત્યારે હાલ તો રૂપા રાઠોડના રાજીનામાં મામલે તમામ આક્ષેપ પાયા વિહોણા હોવાનું બોટાદ શહેર પ્રમુખ દ્વારા આપ્યું નિવેદન.

Advertisement

અહેવાલ - ગજેન્દ્ર ખાચર, બોટાદ

Advertisement
Tags :
Advertisement

.