Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભરુચમાં નર્મદા મૈયા બ્રિજ નજીક અકસ્માત રોકવા તંત્રનો પ્રયાસ..!

અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ નર્મદા મૈયા બ્રિજ નજીક અકસ્માત રોકવા તંત્રનો પ્રયાસ.. ભરૂચ કલેકટર અને એસપીના સંકલન બાદ 40થી વધુની સ્પીડે દોડતા વાહન ચાલકો ઈન્ટરસેપ્ટર વાનના કેમેરામાં કેદ 2 દિવસમાં જ 70 થી વધુ વાહન ચાલકો દંડાયા, 25 થી વધુ વાહન...
ભરુચમાં નર્મદા મૈયા બ્રિજ નજીક અકસ્માત રોકવા તંત્રનો પ્રયાસ
અહેવાલ---દિનેશ મકવાણા, ભરૂચ
નર્મદા મૈયા બ્રિજ નજીક અકસ્માત રોકવા તંત્રનો પ્રયાસ..
ભરૂચ કલેકટર અને એસપીના સંકલન બાદ 40થી વધુની સ્પીડે દોડતા વાહન ચાલકો ઈન્ટરસેપ્ટર વાનના કેમેરામાં કેદ
2 દિવસમાં જ 70 થી વધુ વાહન ચાલકો દંડાયા, 25 થી વધુ વાહન ચાલકો સામે જાહેરનામા ભાગના ગુના દાખલ...
અંકલેશ્વરના ગડખોલ પાટીયા થી નર્મદા મૈયા બ્રિજ સુધીનો માર્ગ લપસણો હોવાથી અકસ્માત રોકવાના તમામ પ્રયાસ..
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના ગડખોલ પાટિયાથી ભરૂચ તરફ નર્મદા મૈયા બ્રિજ સુધી 20 દિવસમાં સંખ્યાબંધ અકસ્માતો બાદ અકસ્માત ઉપર અંકુશ મેળવવા માટે તમામ વાહનોની સ્પીડ 40 લિમિટ નક્કી કરવામાં આવી છે અને તેની ઉપર વધુ સ્પીડે દોડતા વાહન ચાલકોને વાહન દીઠ 2000નો દંડ કરાવી જાહેરનામા ભંગના ગુના પણ દાખલ કરવામાં આવી રહ્યા છે.
અકસ્માત રોકવા માટે પ્રયાસ
અંકલેશ્વરથી ભરૂચ અને જોડતો નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગ લપસણો થતા છેલ્લા 20 દિવસથી સંખ્યાબંધ અકસ્માતોની ઘટના સામે આવી છે જેમાં છેલ્લા બે દિવસમાં બેના મોત પણ થયા છે જેના પગલે નર્મદા મૈયા બ્રિજ અને અંકલેશ્વર થી નર્મદા મૈયા બ્રિજ સુધીના માર્ગ ઉપર અકસ્માતો પણ અંકુશ મેળવવા માટેના પ્રયાસો ભરૂચ જિલ્લા કલેકટર ડોક્ટર તુષાર સુમેરા અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર લીના પાટીલે કર્યા હતા અને સ્થળ ઉપર નિરીક્ષણ કર્યું હતું. સમગ્ર માર્ગ લપસણો હોવાના કારણે કોઈપણ વાહન ચાલક બ્રેક મારે તો તે અકસ્માતનો ભોગ બને તેવું જાણવા મળ્યું હતું જેના કારણે વાહન ચાલકોની વાહનની ગતિ ધીમી કરવા માટે 40ની લિમિટ નક્કી કરવામાં આવી છે અને તેની થી વધુ સ્પીડે દોડતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો હતો.
ઈન્ટરસેપ્ટર વાન મારફતે 500 મીટર દૂરથી આવતા વાહનની સ્પીડની ગતિ કેદ
મંગળવારની સવારથી જ ભરૂચ અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા અંકલેશ્વરના દક્ષિણ છેડે નર્મદા મૈયા બ્રિજ નજીક ઈન્ટરસેપ્ટર વાન સાથે પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે અને પોલીસ વિભાગની ઈન્ટરસેપ્ટર વાન મારફતે 500 મીટર દૂરથી આવતા વાહનની સ્પીડની ગતિ કેદ કરવામાં આવી રહી છે અને 40થી વધુ સ્પીડે ચાલતા વાહન ચાલકોને રોકી વાહન ચાલક દીઠ ₹2,000 નો દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને 70થી વધુની સ્પીડે દોડતા વાહન ચાલકો સામે જાહેરનામા ભંગના ગુના દાખલ કરવામાં આવ્યા છે. 2 દિવસમાં જ 70 થી વધુ વાહન ચાલકો પાસે વધુ સ્પીડે વાહન હંકારવાના દંડ કરવામાં આવ્યા છે જ્યારે 25 થી વધુ વાહન ચાલકો સામે જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગ બદલ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.