Amreli Letterkand : MLA સામે કોન્ટ્રાક્ટર, બુટલેગર, પોલીસ, અધિકારીઓ પાસે હપ્તા વસૂલીનો આરોપ
- અમરેલી લેટરકાંડ બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો (Amreli Letterkand)
- ધોરાજીનાં ધારાસભ્ય સામે ગંભીર આક્ષેપ સાથે લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ
- ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા ભ્રષ્ટાચાર કરતા હોવાનો વાઇરલ પત્રમાં ઉલ્લેખ
- કોન્ટ્રાકટર અને દેશી દારૂ વેચતા લોકો પાસે ઉઘરાણી કરતા હોવાનો પણ આક્ષેપ
- ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે ધારાસભ્ય પાડલીયાનું મીડિયાને નિવેદન
અમરેલીમાં લેટરકાંડ (Amreli Letterkand) બાદ વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે. ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (Dhoraji MLA Mahendra Padaliya) સામે ભ્રષ્ટાચાર સહિતનાં ગંભીર આક્ષેપો સાથેનો એક લેટર સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. આ વાઇરલ પત્રમાં કોન્ટ્રાક્ટર અને દેશી દારૂ વેચતા લોકો પાસે MLA ઉઘરાણી કરતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ થયો છે. સાથે જ પોલીસ, મામલતદાર અને અધિકારીઓ પાસે પણ હપ્તા વસૂલતા હોવાનો આરોપ થયો છે. આરોપો સાથેનો આ લેટર વાઇરલ થયા બાદ ધારાસભ્ય પાડલીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે તમામ આરોપોને ફગાવ્યા છે અને કોઈએ ઇર્ષામાં પત્ર લખી વાઇરલ કર્યો હોવાની વાત કહી છે.
આ પણ વાંચો - Rajkot : ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા સામે હનીટ્રેપનો મામલે, સામે પક્ષે યુવતીએ પણ નોંધાવી ફરિયાદ
ધોરાજીનાં MLA સામે ભ્રષ્ટાચાર સહિતનાં ગંભીર આક્ષેપો સાથેનો લેટર વાઇરલ
અમેરલીમાં એક બાદ એક લેટરકાંડ (Amreli Letterkand) સામે આવી રહ્યા છે. અગાઉ BJP ના MLA કૌશિક વેકરિયા (BJP MLA Kaushik Vekaria) પોલીસ પાસેથી લાખો રૂપિયા હપ્તા લે છે તે સહિતનાં ગંભીર આક્ષેપો સાથેનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ કેસમાં પોલીસે પાટીદાર દીકરી પાયલ ગોટીની ધરપકડ કરીને (Payal Goti) જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જે બાદ ભારે હોબાળો મચ્યો હતો. આ મામલે હાલ પણ તપાસ ચાલુ છે. દરમિયાન, અમરેલીમાંથી વધુ એક લેટરકાંડ સામે આવ્યો છે. આ વખતે ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા (Dhoraji MLA Mahendra Padaliya) સામે ભ્રષ્ટાચાર સહિતનાં ગંભીર આક્ષેપો સાથેનો એક પત્ર સોશિયલ મીડિયા પર વાઇલર થયો છે.
આ પણ વાંચો - Rajkot Accident : સામસામે આવતી બે કાર ધડાકાભેર અથડાઈ, 3 જીવતા ભડથું થયા, 3 ગંભીર
અમારા પક્ષના અથવા અન્ય કોઇને ઇર્ષામાં પત્ર લખ્યાની શંકા છે : પાડલીયા
આ વાઇરલ લેટરમાં (Viral Letter) ધોરાજીનાં ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા સામે કોન્ટ્રાકટર અને દેશી દારૂ વેચતા લોકો પાસેથી રૂ. 2 થી 3 હજાર ઉઘરાવતા હોવાનો દાવો કરાયો છે. સાથે જ પોલીસ, મામલતદાર અને અધિકારીઓ પાસે પણ હપ્તા લેવાનાં આક્ષેપ થયા છે. ઉપલેટા સર્કિટ હાઉસ ખાતે હપ્તા પહોંચતા હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. ભ્રષ્ટાચારનાં આક્ષેપો સાથેનો પત્ર વાઇરલ થયા બાદ ધારાસભ્ય પાડલીયાનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, અમારા પક્ષના અથવા અન્ય કોઇને ઇર્ષામાં પત્ર લખ્યાની શંકા છે. નગરપાલિકા વખતે પણ આવા નનામા પત્રો વાઇરલ થયા હતા. ધારાસભ્યે આગળ કહ્યું કે, મારા પર ખોટા આક્ષેપ થયા છે. આ પત્ર લખનારા અને વાઇરલ કરનાર સામે પગલાં લેવા એસપીને રજૂઆત કરી છે.
આ પણ વાંચો - VS Hospital : AMC ની સ્પષ્ટતા, NHL મેડિકલ કોલેજનાં ડીન અને પ્રોફેસરની પ્રતિક્રિયા