Amreli જિલ્લામાં માલધારી યુવક પર સિંહે કર્યો હુમલો, 16 દિવસમાં આ ત્રીજી ઘટના
- ખાંભાના ગીદરડી ગામે માલધારી યુવક પર સિંહનો હુમલો
- 19 વર્ષીય માલધારી યુવક નવશાદ પઠાણ પર કર્યો હુમલો
- વાછરડાને બચાવવા જતા યુવક પર સિંહે કરી દીધો હુમલો
Amreli: અમરેલી જિલ્લામાં સિંહે એક યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. અમરેલી (Amreli) જિલ્લામાં ફરી એકવાર સિંહે હુમલો કર્યો છે. મળતી જાણકારી પ્રમાણે ખાંભાના ગીદરડી ગામે માલધારી યુવક પર સિંહનો હુમલો કર્યો છે. અહીં સિકે 19 વર્ષીય માલધારી યુવક નવશાદ પઠાણ પર હુમલો કર્યો છે. નોંધનીય છે કે, સિંહે હુમલો કરતા અત્યારે યુવકને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દિવાળીના તહેવારમાં ST નિગમને અધધ 59300000 રૂપિયાની આવક, ઓનલાઈન બુકિંગમાં બનાવ્યો રેકોર્ડ
સિંહે હુમલો કરતા યુવકને થાપા અને હાથના ભાગે ઈજા થઈ
મળતી વિગતો પ્રમાણે માલઢોર ચરાવતી વખતે વાછરડા પર સિંહે હુમલો કર્યો હતો. જેથી વાછરડાને બચાવવા જતા સિંહે હુમલો કરી દીધો હતો. નોંધનીય છે કે, યુવક વાછરડાને બચાવવા માટે ગયો હતો પરંતુ સિંહે સામેથી યુવક પર હુમલો કરી દીધો હતો. સિંહે હુમલો કરતા માલધારી યુવકને થાપા અને હાથના ભાગે ઈજા થઈ છે. અત્યારે ઈજાગ્રસ્ત માલધારી યુવકને ખાંભા બાદ અમરેલીમાં વધારે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Botad: ગઢડા તાલુકાના ગાળા ગામમાં એક પરિવારના લોકો વચ્ચે થઈ હિંસક મારામારી
16 દિવસમાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના
નોંધનીય છે કે, 16 દિવસમાં અમરેલી (Amreli) જિલ્લામાં સિંહના હુમલાની આ ત્રીજી ઘટના બની છે. આ પહેલા પણ બે વખત સિંહે હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું. અત્યારે એક માલધારી યુવક પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. મહત્વની વાત એ છે કે, અત્યારે સિંહના હુમલાના કારણે લોકોમાં થોડો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સિંહે 19 વર્ષીય માલધારી યુવક નવશાદ પઠાણ પર હુમલો કર્યો હતો. અત્યારે યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આ પણ વાંચો: જાહેરમાં ફટાકડા ફોડી દાદાગીરી કરતા યુવકોને પોલીસે ભણાવ્યો પાઠ, પાંચ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું