Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Amreli Congress Crisis: અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો ધરતીકંપ

Amreli Congress Crisis: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાંકણે જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. અમરેલીમાં ભાજપ નેતા દિલીપ દ્વારા કોંગ્રેસમાં ગાબડું પાડ્વામાં આવ્યું છે. અમરેલીમાં કોંગ્રેસની પીઠ ગણતા નેતા ભાજપમાં જોડાયા 40 કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો દિલીપ સંઘાણીએ મનસુખ માંડવિયા પર...
amreli congress crisis  અમરેલીમાં લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં આવ્યો ધરતીકંપ

Amreli Congress Crisis: ગુજરાતમાં લોકસભાની ચૂંટણી ટાંકણે જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ પડ્યું છે. અમરેલીમાં ભાજપ નેતા દિલીપ દ્વારા કોંગ્રેસમાં ગાબડું પાડ્વામાં આવ્યું છે.

Advertisement

  • અમરેલીમાં કોંગ્રેસની પીઠ ગણતા નેતા ભાજપમાં જોડાયા
  • 40 કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો
  • દિલીપ સંઘાણીએ મનસુખ માંડવિયા પર આપ્યું નિવેદન

અમરેલીમાં કોંગ્રેસની પીઠ ગણતા નેતા ભાજપમાં જોડાયા

તેનું મુખ્ય કારણ એ છે કે રાજ્યમાં વધુ એક કોંગ્રેસના વિશ્વાસપાત્ર નેતા ભાજપમાં જોડાઈ ગયા છે. ત્યારે અમરેલી સહકારી ક્ષેત્રના કોંગી નેતા દલસુખભાઈ દુધાત ભાજપમાં જોડાયા છે. જે છેલ્લા 40 વર્ષથી નખશિખ ગણતા કોંગ્રેસી કાર્યકર્તા ગણાઇ છે. તેમની સહિત 40 કોંગી કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા છે.

40 કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો

Amreli Congress Crisis

Amreli Congress Crisis

Advertisement

ત્યારે દલસુખ દુધાતને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ કેસરીયો ખેસ પહેરાવી સ્વાગત કર્યું છે. દિલીપ સંઘાણી લોકસભાની ચૂંટણી ટાઇમે પટ્ટમાં આવી ગયા છે. જીલ્લા ભાજપ કાર્યાલયને બદલે જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે કોંગી કાર્યકર્તાઓએ ભાજપનો ખેસ પહેરાવીને લોકસભાની ચૂંટણી ટાઇમે દિલીપ સંઘાણી સક્રિય થતાં ટીકીટનું રાજકારણ ગરમાયું છે.

દિલીપ સંઘાણીએ મનસુખ માંડવિયા પર આપ્યું નિવેદન

Advertisement

જ્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા દિલીપ સંઘાણી જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમરેલી લોકસભાની બેઠકના હકદાર પુરુષોત્તમ રૂપાલા ગણાઇ છે. તો મનસુખ માંડવિયા ભાવનગરના હકદાર છે. અમરેલી લોકસભા બેઠક પરથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા નહીં પરંતુ પુરૂષોત્તમ રૂપાલાનો હક ગણાય છે.

આ પણ વાંચો: Ahmedabad : ભણતર કરતાં ગણતર મહત્વનું તે પુરવાર કરતો કિસ્સો આવ્યો સામે

Tags :
Advertisement

.