Amreli : કોંગ્રેસ ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવા માગ, જાણો શું છે કારણ ?
દેશમાં લોકશાહીના સૌથી મોટા પર્વ લોકસભા ચૂંટણીનો (Lok Sabha Elections 2024) પ્રારંભ થઈ ચૂક્યો છે. ગઈકાલે લોકસભા ચૂંટણી 2024 ના પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 102 બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે ગુજરાતમાં પણ 26 લોકસભા બેઠકો માટે 7 મે ના રોજ મતદાન થવાનું છે. જો કે, આ પહેલા રાજ્યમાં રાજકીય માહોલ તેના ચરમસીમાએ જોવા માળી રહ્યો છે. ભાજપ (BJP) અને કોંગ્રેસ (Congress) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે એવી ચર્ચાઓ જોર પકડ્યું છે. આ વચ્ચે અમરેલી (Amreli) લોકસભા બેઠક પરથી મોટા સમાચાર આવ્યા છે. બીજેપીએ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરવા માગ કરી છે.
1 મિલકત ઓછી દર્શાવી હોવાનો દાવો
જણાવી દઈએ કે, અમરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસે જેનીબેન ઠુમ્મરને (Jeniben Thummar) જવાબદારી સોંપી છે અને ચૂંટણી મેદાને ઉતાર્યાં છે. ત્યારે હવે કોંગ્રેસ (Congress) ઉમેદવાર જેનીબેન ઠુમ્મરનું ફોર્મ રદ કરવાની માગ કરાઈ રહી છે. ભાજપે (BJP) દાવો કર્યો છે કે, ઉમેદવારી ફોર્મમાં જેનીબેન ઠુમ્મરે 1 મિલકત ઓછી દર્શાવી છે. 3 વર્ષ પહેલાં 1 દુકાન વેચી હતી તે દુકાનની વિગત સોગંદનામામાં દર્શાવી ન હોવાનો દાવો ભાજપ પક્ષ દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સાથે બીજેપી દ્વારા જેનીબેન સામે ફોજદારી ફરિયાદ અને ફોર્મ રદ કરવાની માગ કરાઈ રહી છે. જ્યારે બીજી તરફ ફોર્મ રદ કરવાની માંગણી સામે કોંગ્રેસ દ્વારા તંત્રને જવાબ પાઠવવામાં આવશે.
અગાઉ પણ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ હતી
જણાવી દઈએ કે, આ પહેલા ભાજપની લીગલ ટીમ દ્વારા અમરેલી (Amreli) બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર જેની ઠુમ્મર (Jeniben Thummar) સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરાઈ હતી. આરોપ મુજબ, 16 માર્ચે સભા દરમિયાન ભારત માતાના વેશભૂષા ધારણ કરાવી 2 દીકરીઓને ઊભી રાખવામાં આવી હતી. જે સંદર્ભે આચારસંહિતાનો ભંગ થવાની ફરિયાદ થતા અમરેલી પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જેનીબેન ઠુમ્મરને 1 દિવસમાં ખુલાસો કરવા નોટિસ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચો - CR Patil : ફોર્મ ભરતી વેળાએ CR પાટીલ અને કોંગ્રેસ ઉમેદવાર નૈષેધ દેસાઈની ગુફ્તેગૂ ચર્ચાનું કેન્દ્ર બની!
આ પણ વાંચો - VADODARA : છેવાડાના મતદારને જાગૃત કરવા માટે હાથ ધરાયા અનેક પ્રયાસ
આ પણ વાંચો - પદ્મિનીબા વાળાએ ગુજરાત ફર્સ્ટ સાથે કરી ખાસ વાતચીત, સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો