Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Amreli: Gujarat First પર પાયલ ગોટીનો વધુ એક વીડિયો, Medical check-up કરવા માટે કરી રહી છે ઈનકાર

Amreli: જ્યારે SIT ની ટીમ મેડિકલ ટીમને લઈને તેના ઘરે તપાસ કરવા માટે પહોંચે છે, ત્યારે પાયલ ખુદ મેડિકલ તપાસ કરવાની ના પાડી દે છે. આખરે પાયલ શા માટે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી રહીં છે?
amreli  gujarat first પર પાયલ ગોટીનો વધુ એક વીડિયો  medical check up કરવા માટે કરી રહી છે ઈનકાર
Advertisement
  1. મેડિકલ ચેકઅપ માટે આનાકાની કરી રહી છે Payal Goti
  2. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી
  3. પાયલ ગોટી મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયુ

Amreli: અમરેલી લેટરકાંડમાં પાયલ ગોટીને લઈને અનેક વિગતો સામે આવી રહીં છે. પાયલ ગોટીએ બે નિવેદનો આપ્યાં છે. કોર્ટમાં કહે છે કે, મારી સાથે કોઈ હેરાનગતિ નથી થઈ અને મીડિયા સમક્ષ કહે છે કે, મને પટ્ટા મારવામાં આવ્યાં છે. જો કે, આ મામલે પોલીસે દાવો કર્યો કે અમે પાયલ ગોટીના પટ્ટા માર્યા નથી. તો હવે આમાંથી સાચું કોણ? આ બાબતે દૂધનું દૂધ અને પાણીનું પાણી થવું જ જોઈએ. અત્યારે જ્યારે પોલીસ તેનું મેડિકલ ચેકઅપ કરવા માટે લઈ જઈ રહીં હતી. ત્યારે પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી દીધી હતી.

Advertisement

આ પણ વાંચો: Amreli: પાયલને મેડિકલ માટે લઈ જતી SIT ની ટીમને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ રોકી, શું તેઓ ન્યાય નથી ઈચ્છતા?

Advertisement

પાયલ શા માટે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી રહીં છે?

હવે જ્યારે SIT ની ટીમ મેડિકલ ટીમને લઈને તેના ઘરે તપાસ કરવા માટે પહોંચે છે, ત્યારે પાયલ ખુદ મેડિકલ તપાસ કરવાની ના પાડી દે છે. આખરે પાયલ શા માટે મેડિકલ ચેકઅપ કરવાની ના પાડી રહીં છે? પોલીસે કહ્યું કે, તમારા ઘરે તમારા પરિવારની હાજરીમાં અને મહિલા ડૉકટરો દ્વારા મેડિકલ ચેકઅપ કરીએ. પરંતુ પાયલે અત્યારે ચોખ્ખી ના પાડી દીધી. અત્યારે હું ચેકઅપ નહીં કરાવું. પાયલે કહ્યું કે, -મેં લખાવ્યું છે કે હું બે ત્રણ દિવસમાં મેડિકલ ચેકઅપ કરાવી લઈશ અને તમને જોડે રાખીશ. અત્યારે હું નહીં કરાવું અને કાલે હું મેડિકલ ચેકઅપ કરાવીશ અને તમને જોડે રાખીશ.

આ પણ વાંચો: Payal Gotti: જજ સામે હેરાનગતિ ના થઈ હોવાની કબૂલાત અને મીડિયા સમક્ષ પોલીસ પર આક્ષેપ! આવો વિરોધાભાસ કેમ?

મેડિકલ ચેકઅપ માટે પોલીસને ના પાડી રહીં હોવાનો વીડિયો વાયરલ

ગુજરાત ફર્સ્ટ ઇચ્છે જ છે કે, દીકરીને ન્યાય મળવો જોઈએ પરંતુ અત્યારે પાયલ મેડિકલ ચેકઅપ માટે પોલીસને ના પાડી રહીં હોવાનો વીડિયો અત્યારે સામે આવ્યો છે. ઘટનાની વાત કરવામાં આવે તો, એકબાજુ પાયલ ગોટી જજ સામે પોલીસે તેની સાથે કોઈ હેરાનગતિ કરી નથી, અને મીડિયા સામે એવું કહે છે કે, પોલીસે પટ્ટા માર્યા છે! તો હવે આમાં સાચું કોણ? હવે જ્યારે પોલીસ પાયલ ગોટીને સિવિલ ખાતે મેડિકલ માટે લઈ જઈ રહીં હતી, ત્યારે પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ SIT ની ટીમને રોકી દીધી હતી. એટલું શું પરેશ ધાનાણી એવું નથી ઈચ્છતા કે દૂઘનું દૂધ અને પાણીનું પાણી થાય? આખરે કેમ પરેશ ધાનાણીને SIT ની ટીમને રોકવી પડી?

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
Advertisement

.

×