ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Amreli: માત્ર પાંચ વર્ષની બાળકી સાથે આધેડ વયના પુરુષે અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું

અમરેલીમાં 5 વર્ષની બાળકી સાથે આધેડે આચર્યું દુષ્ક્રમ અમરેલીના ધારી ગામે ફ્રૂટની લારી ચલાવે આ છે હિંમત બોસમીયા પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી Amreli: દેશમાં દુષ્કર્મના કેસો ખુબ જ વધી રહ્યાં છે. અમરેલીમાં પણ એક નાની બાળકી...
05:40 PM Sep 15, 2024 IST | VIMAL PRAJAPATI
Amreli
  1. અમરેલીમાં 5 વર્ષની બાળકી સાથે આધેડે આચર્યું દુષ્ક્રમ
  2. અમરેલીના ધારી ગામે ફ્રૂટની લારી ચલાવે આ છે હિંમત બોસમીયા
  3. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી

Amreli: દેશમાં દુષ્કર્મના કેસો ખુબ જ વધી રહ્યાં છે. અમરેલીમાં પણ એક નાની બાળકી જેની ઉંમર માત્ર 5 વર્ષની છે તેની સાથે એક આધેડ વયના પુરૂષે દુષ્કર્મ ગુજાર્યું છે. નોંધનીય છે કે, અમુક ઘટનાઓ એવી ઘટે કે સમાજમાં લાલબત્તી સમાન હોય છે. આજના આ કળિયુગમાં માનવતા મરી પરવારી છે. Amreli જિલ્લાના ધારી ખાતે માત્ર 5 વર્ષની નાની બાળકી સાથે આધેડ નરાધમે જાતીય સતામણી કરી અડપલા કર્યા અને દુષ્કર્મ હતું. લોકોને જાણ થતા ટોળા એકત્રિત થઈ ગયા અને નરાધમ આધેડને પોલીસે પકડીને લઈ ગઇ અને પોલીસમાં દુષ્કર્મ પોકસો કલમ તળે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Shaktipeeth અંબાજી લાખો માઇ ભક્તોથી ઉભરાયુ

ધારી ગામમાં ફ્રૂટની લારી ધરાવતો આ છે આધેડ આરોપી

આ નરાધમ આધેડ હિંમત બોસમીયાએ ગઈકાલે બપોરના સુમારે ધારીની એક લોજમાં કામ કરતી મહિલાના 5 વર્ષની બાળકી સાથે આ ઢગો અડપલા કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. માત્ર 5 વર્ષની કુમળી બાળકી સાથે આ નરાધમ હિંમત બોસમિયાંએ મો કાળું કરતા આસપાસના લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. નરધમને મેથીપાક આપ્યો હતો અને પોલીસ તરત ઘટનાસ્થળે પહોંચી ને 5 વર્ષની બાળકી સાથે અડપલા દુષ્કર્મ કરનારા હિંમત બોસમિયાં સામે દુષ્કર્મ પોક્સો તળે ગુો નોંધીને તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો: VADODARA : વિધાનસભાના દંડકનો મૌલવીના ચરણ સ્પર્શ કરતો વીડિયો વાયરલ

એ.એસ.પી. વલય વૈધે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપી

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ અંગે એ.એસ.પી. વલય વૈધે પ્રેસ કોન્ફરન્સ યોજીને 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અંગેની વિગતો જણાવી હતી. અત્યારે માનવતા જાણે મરી પરવારી છે. દુષ્કર્મના કેસો પણ ખુબ જ વધી રહ્યા છે. તેમાંય જ્યારે નાની વયની બાળકી સાથે આવી ઘટનાઓ બને છે ત્યારે સૌનો આત્મા કકળી ઉઠે છે. પરંતુ આ કૃત્ય કરનારા લોકોમાં જરા પણ માનવતા હોતી નથી. જેથી તેમની સામે કાર્યવાહી કરવી અનિવાર્ય છે. જેથી બીજા લોકો આ પ્રકારના ગુનાઓ ના કરે.

આ પણ વાંચો: આ ભારતીયને ટ્વિટર ચૂકવતું હતું 100 કરોડ, પછી આવ્યો Elon નામનો શનિ

Tags :
AmreliAmreli DhariAmreli NewsGujaratGujarati NewsGujarati SamacharLatest Gujarati News
Next Article