Amreli : હવસખોર પિતાએ ધો. 11 માં અભ્યાસ કરતી સગી દીકરીને જ પીંખી નાખી!
- Amreli જિલ્લામાં પિતા-પુત્રીનાં સબંધોને લાંછન લગાવતો કિસ્સો
- માવજીંજવા ગામમાં સગા પિતાએ દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ
- ચોકીદાર પિતાએ સગી દીકરી પર ગુજાર્યો બળાત્કાર
- પોલીસે ગુનો નોંધીને આરોપી પિતાની શોધખોળ આદરી
અમરેલી જિલ્લામાં (Amreli) પિતા-પુત્રીનાં સબંધોને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. માવજીંજવા ગામમાં ચોકીદાર એવા સગા પિતાએ જ ધોરણ 11 માં અભ્યાસ કરતી માસૂમ દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની હચમચાવે એવી ઘટના બની છે. સગીર દીકરી છેલ્લા એક મહિનાથી નરાધમ પિતાની હેવાનિયતનો ભોગ બની રહી હતી. આ મામલે પોલીસે (Bagasara Police) આરોપી પિતા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Sabarkantha : PSI, ASI સહિતના કર્મચારીઓ-અરજદારોએ મળતા પહેલા PSO ની મંજૂરી લેવી!
માવજીંજવા ગામમાં સગા પિતાએ દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલી જિલ્લાનાં (Amreli) બગસરા તાલુકાનાં માવજીંજવા ગામમાં માનવીય સંબંધોને શર્મસાર કરતો બનાવ બન્યો છે. ચોકીદારી કરતા પિતાએ જ પોતાની સગી દીકરી જે ધોરણ 11 માં અભ્યાસ કરે છે તેણીને પોતાની હવસનો શિકાર બનાવી. નરાધમ પિતાએ પોતાની માસૂમ દીકરીને જ પિંખી નાંખી. પ્રાથમિક તપાસ અનુસાર, નરાધમ પિતા છેલ્લા એક મહિનાથી પોતાની સગી દીકરી પર બળાત્કાર ગુજરાતો હતો.
આ પણ વાંચો - Navsari : ટ્રેનની અડફેટે બે યુવકના મોત, પોલીસ પર ઘોર બેદરકારીનો આરોપ
ફરિયાદ થયા બાદથી આરોપી પિતા ફરાર
આ મામલે ફરિયાદ થતાં બગસરા પોલીસે (Bagasara Police) કળિયુગી પિતા સામે ગુનો નોંધ્યો છે અને તેની શોધખોળ આદરી છે. માહિતી અનુસાર, પોતાની વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ થયા બાદથી આરોપી પિતા ફરાર થયો છે. આરોપી પિતાની ધરપકડ બાદ તેની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થવાની વકી છે. હાલ, પોલીસે આ મામલે કાયકીય કાર્યવાહી આદરી છે.
આ પણ વાંચો - Surendranagar : વધુ એક લંપટ સ્વામીની 'પાપલીલા' નો વીડિયો વાઇરલ થતાં હરિભક્તોમાં રોષ!