ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

નિવૃત્ત વિધુત કર્મચારી મંડળનુ દ્રિતીય અધિવેશન

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માતાજીનાં ભક્તો દુર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંબાજી ખાતે ગુજરાતભરના અલગ-અલગ અધિવેશનો પણ...
08:30 PM Dec 24, 2023 IST | Maitri makwana

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે માતાજીનાં ભક્તો દુર દૂરથી દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંબાજી ખાતે ગુજરાતભરના અલગ-અલગ અધિવેશનો પણ યોજાઈ રહ્યાં છે. તાજેતરમા અંબાજી ખાતે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘનું અધિવેશન યોજાયુ હતુ.

ત્યારબાદ અંબાજી ખાતે ગુજરાત આચાર્ય સંઘનું અધિવેશન પણ યોજાઈ ગયુ ત્યારે આજે પણ અંબાજી ખાતે નિવૃત્ત વિદ્યુત કર્મચારી મંડળનુ અધિવેશન યોજાયુ જેમાં નિવૃત્ત કર્મચારી મંડળના વિવિઘ પ્રશ્નો પર ચર્ચા કરાઇ, ઈપીએફઓ સહીત હાયર પેન્શન અને મેડિકલ પર ચર્ચા કરાઈ,1000 જેટલાં કર્મચારીઓ હાજર રહ્યા, બે દિવસના અધિવેશનમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાઇ હતી.

ઈપીએફઓ પર બોલ્યા આદરણીય જનરલ મેનેજર બોલ્યા કર્મચારી ભાઇઓની લાગણી પર બોલ્યા, તમારાં તમામ પ્રશ્નોને રીજોલવ કરવા અમે તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ.સરકારની ઘણી બધી સ્કીમો મા એનરોલમેન્ટ કરવું જોઈએ, સરકારની સ્કિમો મા કેટલાં સભ્યો છે. પીએમજેએવાય મા એનરોલમેંટ થઈએ તો આપણો 80ટકા પ્રશ્ન પુર્ણ થાય. આ તબક્કે હું તમને આશ્વાસન આપવા જઈએ છીએ તો તમને કહી શકીએ કે તમે પીએમજેએવાય મા જલ્દી એનરોલમેંટ થઈએ.

જુયેએનેલથી ભલે રિટાયર્ડ થયા આપણે જોડાયેલા છીએ.જીયેસોસિક્સના 80 હૉસ્પિટલથી આપણા કર્મચારીને ફાયદો થશે આપણે આવી હૉસ્પિટલથી કરાર કર્યો છે. આપણા આવા પ્રશ્નો માટે નિવૃત કર્મચારી માટે સતત પ્રયત્નશીલ છીએ.મુખ્ય મહેમાન બોલ્યા કે પહેલા દીવસથી આ પેન્શનનો મુદ્દે બોલ્યા અને સુપ્રીમ કોર્ટ દ્વારા જે ચુકાદો આવ્યો તે ઉપરથી લાગ્યું કે કોઇ ભુલ થઈ રહી છે. તમે લોકોએ આ સંસ્થાને મોટી કરી છે આપણે છેલ્લા 15 વર્ષથી નંબર વન છીએ. ઇપીએફઓ પર જ્યારથી મે રજીસ્ટ્રેશન કર્યુ. છે ત્યારથી મને પણ ડર સતાવી રહ્યો છે.

તેમને જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં લગભગ 1000 જેટલા લોકો જોડાયેલા છે અમારા મુખ્ય પ્રશ્ન પેન્શન અને સારવાર ને લગતો છે. રાજ્ય સરકારના ધારાસભ્યને જે પેન્શન મળે છે તેની સામે અમે 35 વર્ષ સુધી જે મહેનત કરી છે તે મુકાબલે ઘણું જ ઓછું પેન્શન મળે છે. અમારા જ રૂપિયાથી અમારી સાથે અન્નાય થઈ રહ્યો છે. કોઈ ધારાસભ્ય સંસદ સભ્ય બને તો તેને ડબલ પેન્શન મળે છે .

આ પણ વાંચો -ગોંડલ: નગરપાલિકા-તાલુકા પંચાયતોના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ યોજાયો

Tags :
Akhil Gujarat Vidyut Kamdar SanghAmbajiGujaratGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Vidyut Kamdar SanghnewsVidyut Kamdar Sangh
Next Article