Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે રોશનીથી ઝગમગી ઉઠ્યું માં અંબાનું ધામ

AMBAJI YATRADHAM : આજથી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI  )ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી ( AMBAJI ) મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના...
ambaji   ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતે રોશનીથી ઝગમગી ઉઠ્યું માં અંબાનું ધામ

AMBAJI YATRADHAM : આજથી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો છે, ત્યારે ગુજરાતના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ( AMBAJI  )ખાતે પણ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે. અંબાજી ( AMBAJI ) મંદિરમાં ભક્તો બોલ મારી અંબે જય જય અંબેના નાદ સાથે માતાજીની ભક્તિ કરતા જોવા મળ્યા હતા. ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે સવારે મંગળા આરતીમાં પણ ભક્તો મોટી સંખ્યામાં માતાજીની આરાધના કરતા જોવા મળ્યા હતા. પ્રથમ નોરતે રાત્રીના સમયે અંબાજી ( AMBAJI ) મંદિર પરીસરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું.

Advertisement

સાંજના સમયે અંબાજી ( AMBAJI  ) મંદિરનો નજારો સુંદર જોવા મળે છે. મંદિરના ચાચર ચોકમાં ભક્તો બેસીને મા ની ભક્તિ કરતા અને મા ની આરાધના કરતા જોવા મળે છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અલગ અલગ ગામ અને શહેરોથી ભક્તો શક્તિપીઠના દર્શન કરવા માટે આવતા હોય છે, ત્યારે સમગ્ર મંદિર પરિસર મા ની ભક્તિથી ગુંજી ઉઠતુ હોય છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી પર્વમાં મંદિરના શિખરથી ચાચર ચોક સુધી અલગ અલગ પ્રકારની કલરિંગ લાઇટો લગાવવામાં આવે છે જેનાથી મંદિરનો નજારો સુંદર જોવા મળી રહ્યો છે.

Advertisement

આ લાઈટોમા ઇન્ટેલિજન્ટ લાઈટ, શાર્પી લાઈટ, વીઓએસ લાઈટ, વોમ લાઇટ અને આરજીબી લાઇટ વડે પ્રકાશ પડતા સુંદર નજારો જોવા મળે છે.

Advertisement

અંબાજી મંદિરના શિખર ઉપર કલરફુલ લાઈટ જોવા મળી.ચૈત્રી નવરાત્રી પર્વમાં જય જલારામ સ્ટેજ ક્રાફ્ટ દ્વારા લાઇટિંગ શેડ અપાયા. પ્રથમ નોરતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવ્યા.

અહેવાલ : શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો : HIMATNAGAR : બેટરીની ચોરી કરતી ગોધરાની ગેંગના ચાર સાગરીતો પકડાયા, 2.04 લાખનો મુદ્દામાલ જપ્ત

Tags :
Advertisement

.