Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : ભાદરવી મહાકુંભ- 2024ની તૈયારીઓ શરૂ, જાણો કયા નિયમો અનુસરવા પડશે

AMBAJI : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ 2024 યોજનાર છે, ત્યારે 31 જુલાઈના રોજ સવારે અંબાજીની કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ...
ambaji   ભાદરવી મહાકુંભ  2024ની તૈયારીઓ શરૂ  જાણો કયા નિયમો અનુસરવા પડશે

AMBAJI : શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે આવનારા સમયમાં ભાદરવી મહાકુંભ 2024 યોજનાર છે, ત્યારે 31 જુલાઈના રોજ સવારે અંબાજીની કાળીદાસ મિસ્ત્રી ભવન ખાતે સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે જાહેર મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. અંબાજી મંદિરના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરુણ બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, દાંતા મામલતદાર,અંબાજી મંદિરના વહીવટદારની અધ્યક્ષતામાં સેવા કેમ્પોના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજાઇ હતી, જેમાં તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સેવા કેમ્પોના પ્રતિનિધિઓના પ્રશ્નોનું નિકાલ પણ કરવામાં આવ્યું હતું અને તેમને સૂચનો પણ આપવામાં આવ્યા હતા.

Advertisement

સીસીટીવી અને ફાયર સેફટી લગાવવી પડશે

કોરોના કાળ બાદ યોજાયેલી 2023 ની ભાદરવી પૂનમના મહામેળામાં જે નિયમો હતા તેને જ ફોલો કરાયા હતા અને અમુક નિયમો બદલાયા હતા. બુધવારે સવારે યોજાયેલી બેઠકમાં સેવા કેમ્પોના પ્રતિનિધિઓને જણાવવામાં આવ્યું હતું કે તમારા સેવા કેમ રોડની ડાબી બાજુમાં 30 મીટર છોડીને લગાવવા તમારા સેવા કેમ્પોમાં ફરજિયાત પાર્કિંગ વ્યવસ્થા સાફ-સફાઈ વ્યવસ્થા સ્પ્રે છાંટવાની વ્યવસ્થા સિક્યુરિટીની દ્રષ્ટિએ સીસીટીવી કેમેરા અને ફાયર સેફટી તમારે લગાવી પડશે અને તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. 5 ઓગસ્ટથી શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની વેબસાઈટ ઉપર તમામ સેવા કેમ્પોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

250 કરતા વધુ સેવા કેમ્પોના પ્રતિનિધિઓ હાજર

રજીસ્ટ્રેશન થયા બાદ આવા સેવા કેમ્પોની સુવિધાઓ ચકાસણીને મંજૂરી આપવામાં આવશે,ત્યારબાદ તેમને પાણી અને લાઈટનું કનેક્શન મળી શકશે સૌથી મહત્વની બાબત એ રહી હતી કે આ વખતે સેવા કેમ્પો દ્વારા ભક્તોને અપાતા ભોજન નાસ્તા કે લિક્વિડ વાળી વસ્તુઓમાં સેવા કેમ્પો તરફથી પ્લાસ્ટિકની કોઈપણ વસ્તુઓનો ઉપયોગ કરી શકાશે નહીં કે સ્ટાયોફોમની વસ્તુઓનો પણ ઉપયોગ કરી શકાશે નહીં.,વગર મંજૂરીએ પોતાના કેમ્પ આગળ બમ્પ લગાવનાર સેવા કેમ્પો સામે પણ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. આજની બેઠકમાં 250 કરતા વધુ સેવા કેમ્પોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. જિલ્લા પોલીસ વડાએ પોતાના સૂચનમાં જણાવ્યું હતું કે આ વખતે કાયદો વ્યવસ્થા કડક રાખવામાં આવશે. પોલીસ દ્વારા સમગ્ર મેળા દરમિયાન રાઉન્ડ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે.

Advertisement

અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી

આ પણ વાંચો -- યાત્રાધામ અંબાજીમાં ભાદરવી મહાકુંભ-2024ની તૈયારીઓ, સેવા કેમ્પોનાં પ્રતિનિધિઓ સાથે જાહેર બેઠક યોજાઈ

Advertisement

Tags :
Advertisement

.