Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ambaji : ત્રિ દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુએ આપી હાજરી, આપ્યું આ ચોંકાવનારુ નિવેદન

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના અંબાજી ખાતે ત્રિ દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞનો...
ambaji   ત્રિ દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞના કાર્યક્રમમાં શંકરસિંહ બાપુએ આપી હાજરી  આપ્યું આ ચોંકાવનારુ નિવેદન

શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ખાતે માઈ ભક્તો મોટી સંખ્યામાં માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે દાંતા તાલુકાના અંબાજી ખાતે ત્રિ દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞનો કાર્યક્રમ છેલ્લાં 3 દિવસથી ચાલી રહ્યો છે. આ કાર્યક્રમના અંતીમ દીવસે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સવારે 8:00 વાગે ગાંધીનગરથી નીકળ્યા હતા અને સવારે 10:30 કલાકે બાપુએ કાર્યક્રમમા હાજરી આપી હતી.

Advertisement

અંબાજી ખાતેના કાર્યક્રમમાં ગુજરાતના રાજપૂત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પુરુષો અને મહિલાઓ પણ સમગ્ર કાર્યક્રમમાં જોવા મળ્યા. સમાજ દ્વારા આવેલા તમામ મહેમાનોનું સાલ ઓઢાડીને અને મોમેન્ટ આપીને સ્વાગત કરાયું હતું. રાજપૂત સમાજમાં યોગદાન આપનારા સમાજના આગેવાનોનું પણ પુષ્પગુચ્છ આપીને સન્માન કરાયું આ કાર્યક્રમમાં દાતા વનવાસી મંડળના એલ કે બારડ પણ ખાસ હાજર રહ્યા હતા. અંબાજી રાજપૂત સમાજના પ્રમુખ સહિત વિવિધ આગેવાનો પણ હાજર રહ્યા આનંદમૂર્તિ મહારાજ દ્વારા તમામ લોકોને આશીર્વાદ આપવામા આવ્યા હતા. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનું અંબાજી ખાતે મોટુ નિવેદન સામે આવ્યુ છે. 2023 નો સમાજ રત્ન એવોર્ડ બાપુના હાથે નટુભા વાઘેલાને અપાયો હતો.

શંકરસિંહ વાઘેલા, પૂર્વ મુખ્યમંત્રી ગુજરાત

અંબાજી ખાતેના કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, હું સમાજના કાર્યક્રમમાં હાજર રહ્યો વધુમાં તેમણે પાંચ રાજ્યોની ચૂંટણી ઉપર પણ નિવેદન આપ્યું હતુ. બાપુએ કહ્યું કે છત્તીસગઢમાં ભુપેશ બધેલ, મધ્યપ્રદેશમાં કમલનાથ ફરીથી મુખ્યમંત્રી બની શકે છે. રાજસ્થાનનો મને કોઈ આઇડિયા નથી, તેલંગણામાં રાહુલ ગાંધીનો કરિશ્મા જોવા મળી રહ્યો છે જ્યારે બીજાં રાજ્યનો મને કોઇ આઈડિયા નથી. 2024 માં તમે એક્ટિવ રહેશો તેના પ્રશ્નમાં બાપુએ જવાબ આપ્યો કે પાંચ રાજ્યોની ચૂંટણી જેવું જ પરિણામ 2024 માં રહેશે. 2024 પર બાપુ બોલ્યાં કે ઇન્ડિયાના NDA માં હશે તો મેળ પડશે. અંબાજી ખાતે ત્રિ દિવસીય ગીતા જ્ઞાન યજ્ઞના કાર્યક્રમમાં બાપુએ હાજરી આપી. સાતમા સમાજ રત્ન એવોર્ડ મા બાપુએ હાજરી આપી.

Advertisement

અહેવાલ : શક્તિસિંહ રાજપૂત, અંબાજી

આ પણ વાંચો : એવું શું થયું કે દાંતીવાડા ડેમમાં એક જ પરિવારના 4 લોકોએ આપઘાત કરવો પડ્યો, જાણો

Advertisement

Tags :
Advertisement

.