Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMBAJI : કૉંગ્રેસ 2024 પહેલા હાથ સે હાથ જોડોના સહારે, અંબાજી ખાતે પાર્ટીના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ પહોચ્યાં

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી ગુજરાતમાં કોંગ્રેસ અને દેશમાં કોંગ્રેસ પાર્ટી માટે હાલમાં એક પડકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તાજેતરમાં યોજાયેલી પાંચ ચૂંટણીમાં કોંગ્રેસે ચાર રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના નેતાના ઘરેથી મળેલા કરોડો રૂપિયાના કારણે...
ambaji   કૉંગ્રેસ 2024 પહેલા હાથ સે હાથ જોડોના સહારે  અંબાજી ખાતે પાર્ટીના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ પહોચ્યાં
અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી
ગુજરાતમાં કોંગ્રેસ અને દેશમાં કોંગ્રેસ પાર્ટી માટે હાલમાં એક પડકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે તાજેતરમાં યોજાયેલી પાંચ ચૂંટણીમાં કોંગ્રેસે ચાર રાજ્યમાં હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરમાં કોંગ્રેસના નેતાના ઘરેથી મળેલા કરોડો રૂપિયાના કારણે કોંગ્રેસ બેકફૂટ પર આવી ગઈ છે. હાલમાં ગુજરાત કોંગ્રેસ પ્રજાની વચ્ચે જવા માટે અને પોતાના સંગઠનને મજબૂત કરવા માટે હાથ સે હાથ જોડો સંગઠન ઊભું કર્યું છે.
Image preview
જેના પગલે તેઓ ગુજરાતના ગામ, તાલુકા,જિલ્લા અને શહેર સુધી સંગઠનને અલગ રીતે ઊભું કરીને નવા પ્રાણ પૂરી રહ્યું.  અંબાજી પહોંચેલા હાથ સે હાથ જોડોના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરૂનું બનાસકાંઠા અને અંબાજી કોંગ્રેસ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતુ.
Image preview
હાથ સે હાથ જોડના કન્વીનર ઇન્દ્રનીલ રાજગુરુ એ જણાવ્યું હતું કે, 2024 ની ચૂંટણી પહેલા કોંગ્રેસ દ્વારા હાથ સે હાથ જોડોનું સંગઠન મજબૂત કરવાનું કામ પાર્ટી દ્વારા ચાલી રહ્યું છે. જેમાં ગામે ગામથી જીલ્લાઓ સુઘી અમને ખૂબ સાથ સહકાર મળી રહયો છે, નવા લોકો જોડાઇ રહ્યાં છે. 2024 મા કોંગ્રેસને મજબૂત કરવાનો અને એક નવાજ લોહી સાથે નવુ સંગઠન બનાવવાથી નવુ જોમ પણ આવશે. વધુમાં 2024 અને 2027 મા કૉંગ્રેસની તમામ સમિતિઓ ભેગી થઈને ચુંટણી લડશે.
આ લોકો હાજર રહ્યા 
Image preview
હાથ સે હાથ જોડો કોંગ્રેસ સમિતિના સ્ટેટ કન્વીનર ઇન્દ્રનીલ રાજયગુરુ (પૂર્વ MLA ), પ્રદેશ કો.કન્વીનર ભેમાભાઈ ચૌધરી ,કો.કન્વીનર પ્રો.અર્જુનભાઈ રાઠવા, પ્રદેશ નેતા ડો.કલ્યાણસિંહ ચંપાવત , સ્ટેટ સેક્રેટરી સંકલન નેહલભાઈ દવે, પ્રદેશ વાઇસ કન્વીનર ભરતભાઈ કરેણ, જિલ્લા કન્વીનર ડોમરાજી રાજગોર તાલુકા પ્રમુખ કાંતિભાઈ બુબડીયા,શહેર પ્રમુખ તુલશિભાઈ ,જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ વારકીબેન ,અંબાજી નાગર પરશુરામ પરિવાર પ્રમુખ દિનેશભાઈ મહેતા, જીતુભાઇ મહેતા ,પ્રદીપભાઈ ભોજક ,અંબાજી શહેર મહિલા પ્રમુખ જયાબેન. ગઢવી,અલકેશ સિંહ ગઢવી તથા અન્ય પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા.
હાથ સે હાથ જોડો કોંગ્રેસ ને મજબૂત કરવા માટે સંગઠન વિશે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું સૌ સાથે મળી લોકશાહી બચાવવા માટે હાથ સે હાથ જોડો માં જોડાવા મટે આહવાન કરવામાં આવ્યું.
Advertisement
Tags :
Advertisement

.