અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટમાં પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ બદલાયો
અહેવાલ - શક્તિસિંહ રાજપુત, અંબાજી
શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી દેશના 51 શક્તિપીઠમાં આધ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદીર અને અંબાજીની આગવી ઓળખ એટલે મોહનથાળનો પ્રસાદ જે વર્ષોથી ચાલી આવતી પ્રાચીન પરંપરા છે. અંબાજી આવતા ભક્તો મોહનથાળનો પ્રસાદ અચુક ઘરે લઈ જતાં હોય છે. પરંતુ છેલ્લા કેટલાય સમયથી અંબાજી મંદિર અને મોહનથાળ નો પ્રસાદ ભારે વિવાદમાં આવ્યો છે.
પહેલા પ્રસાદ ટચ સ્ટોન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બનાવવામાં આવતો
અંબાજી મંદિરમા પહેલા 2014 થી 2019 સુધી મોહનથાળનો પ્રસાદ ટચ સ્ટોન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા બનાવવામાં આવતો હતો, પરંતુ આ સંસ્થાએ મોહનથાળ બનાવતા કામગીરી મા દૂધની જગ્યાએ દુધ પાવડર નો ઉપયોગ કર્યો હતો એટલે આ સંસ્થાને 60 હજાર દંડ કરવામા આવ્યો હતો.અગાઉ મોહનથાળ પ્રસાદ બનાવતી મોહિની કેટરર્સને ઘીના ગોટાળા મામલે બ્લેક લિસ્ટ કરવામાં આવી હતી,ત્યારબાદ અંબાજી મંદિરે પોતે પ્રસાદ બનાવવાની શરૂઆત કરી હતી. હવે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટે મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરી સ્ટોન ટચ ફાઉન્ડેશનને આપવામાં આવ્યો છે જેને લઇને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે.
પ્રસાદ બનાવવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા આપવામાં આવે છે
અંબાજી મંદિરમાં વર્ષે કરોડો રૂપિયાનો મોહનથાળનો પ્રસાદ ભક્તો લઈ જતા હોય છે.અંબાજી મંદિરમા મોહનથાળનો પ્રસાદ 2 જગ્યાએ બનાવવામાં આવે છે. જેમા માતાજીની ગાદી પર બનાવવામાં આવે છે જે પ્રસાદ ભટ્ટજી મહારાજ દ્વારા બ્રાહ્મણો દ્વારા બનાવવામાં આવે છે. જયારે બીજો મોહનથાળ પ્રસાદ અંબિકા વિશ્રામગૃહ ખાતે બનાવવામા આવે છે. આ પ્રસાદ બનાવવાની કામગીરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા આપવામાં આવે છે. અંબાજી મંદિરમા થોડા સમય અગાઉ મોહિની કેટરર્સ સંસ્થા દ્વારા નકલી ઘીના મામલે તેને બ્લેકલિસ્ટ કરાવી અને હાલમાં પ્રસાદ બનાવવાની કામગીરી સ્ટોન ટચ ફાઉન્ડેશન દ્વારા કામગીરીની શરૂઆત કરાઈ છે.
વિવાદીત સંસ્થાને પ્રસાદ બનાવવાની કામગીરી આપતા ભક્તોમાં નારાજગી
સ્ટોન ટચ ફાઉન્ડેશન અગાઉ પણ મોહનથાળના પ્રસાદમાં દુધની જગ્યાએ દુધ પાવડર નાખીને ભેળસેળ કરવા બાબતે દંડકીય કાર્યવાહી ભોગવી ચુક્યું છે. તેમ છતાંય મંદિર ટ્રસ્ટ દ્વારા આજ વિવાદીત સંસ્થાને ફરીથી પ્રસાદ બનાવવાની કામગીરી આપતા ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. મંદિરના પ્રસાદમાં લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સમાયેલી છે.શ્રદ્ધાળુઓના મતે પ્રસાદ કોઈપણ બનાવે તેની ગુણવત્તા જળવાયેલી રહેવી જોઈએ.યાત્રિકોને શુદ્ધ અને સાત્વિક પ્રસાદ મળે તે જરૂરી છે. મોટાભાગના લોકોએ જણાવ્યુ કે મંદીર જાતેજ પ્રસાદ બનાવવાની કામગીરી કરવી જોઈએ.
આ પણ વાંચો - નકલી કચેરી મામલે કૌંભાંડમાં સાંસદ સહિત નેતાઓ સામેલ હોવાનો આક્ષેપ