AMBAJI : ભાદરવી મેળા પહેલા અવ્યવસ્થા, માં અંબાજીના પ્રસાદ માટે લાંબી કતારો
AMBAJI : શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી (AMBAJI) ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે ગણતરીના કલાકો બાદ ભાદરવી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદને લઈને જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, તેને લઈને ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. અને હજુ તો મહાકુંભ શરૂ થયો નથી. આજે ભક્તો કલાકો સુધી અંબાજી મંદિરની પ્રસાદ કેન્દ્રની પાવતીઓમાં લાઈનમાં ઉભેલા જોવા મળી રહ્યા છે. બીજા ભક્તો પ્રસાદ લેવા માટે પણ લાઈનમાં ઉભેલા જોવા મળ્યા અને ભારે અવ્યવસ્થા સર્જાય છે.
ભારે હોબાળો મચાવ્યો
અંબાજી મંદિર ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન પ્રસાદના વધારે કાઉન્ટર શરૂ કરવામાં આવતા હોય છે, પરંતુ આજે ભક્તોનું ઘોડાપૂર અંબાજી ખાતે ઉમટતા મોટી સંખ્યામાં ભક્તો પ્રસાદ કેન્દ્ર ઉપર લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા અંબાજી મંદિરની વાત કરવામાં આવે તો અંબાજી મંદિરની અંદર પ્રસાદ કાઉન્ટર ઓછા હોવાને લીધે અને એકજ હોવાને લીધે ભક્તો કલાકો સુધી લાઈનમાં ઊભા હતા અને ભારે હોબાળો મચાવ્યો હતો અને નારાજગી વ્યક્ત કરી હતી. અંબાજી મંદિરના વહીવટદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં બીજું કાઉન્ટર શરૂ કરવામાં આવશે.
અહેવાલ - શક્તિસિંહ રાજપૂત
આ પણ વાંચો -- Mehsana : ઉમિયાધામમાં CM એ ધજા મહોત્સવનો પ્રારંભ કરાવ્યો, નીતિન પટેલનાં નિવેદનથી સૌ ખળખળાટ હસ્યા