Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji : મકરસંક્રાતિના પર્વે પંચ દશનામ અખાડા દ્વારા શાહી સ્નાનનો કાર્યક્રમ યોજાયો

અંબાજીના ( AMBAJI ) માનસરોવર ખાતે આવેલ પંચ દશનામ અખાડાના મહંત વિજયપૂરી મહારાજના સાનિધ્ય અને આગેવાનીમાં દેશ - વિદેશથી પધારેલા સાધુ - સંતો અંબાજી ખાતે પધરામણી કરતા સમગ્ર અંબાજી નગરમાંથી મોટા પ્રમાણમા ધર્મપ્રેમી જનતા સાધુ - સંતોના દર્શન ,સેવા...
07:06 PM Jan 15, 2024 IST | Harsh Bhatt

અંબાજીના ( AMBAJI ) માનસરોવર ખાતે આવેલ પંચ દશનામ અખાડાના મહંત વિજયપૂરી મહારાજના સાનિધ્ય અને આગેવાનીમાં દેશ - વિદેશથી પધારેલા સાધુ - સંતો અંબાજી ખાતે પધરામણી કરતા સમગ્ર અંબાજી નગરમાંથી મોટા પ્રમાણમા ધર્મપ્રેમી જનતા સાધુ - સંતોના દર્શન ,સેવા અને આશીર્વાદ લેવા આવ્યા હતા.

અંબાજી ( AMBAJI ) જાણે સંતોનું નગર બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયુંઅંબાજી ખાતે મોટા પ્રમાણમાં સાધુ સંતો પધારતા, અંબાજી જાણે સંતોનું નગર બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું. અંબાજી ખાતે સતત ત્રીજા વર્ષે સાધુ સંતોનું આગમન ઉત્તરાયણ પર્વના દિવસે થયું હતું .જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ સંતોની સવારીના દર્શન કર્યા હતા અને કુંભના નાગા સાધુઓ અને વિવિધ સંતોના દર્શન અને આશીર્વાદ લીધા હતા. આ તમામ સાધુઓએ અયોધ્યા રામ મંદિર ખાતે રામ મંદિરના વખાણ કરી રામ રાજ્ય શરૂ થયું છે તેમ કહ્યુ હતુ.

ambaji

આ દિવસ તીર્થ અને સંગમ સ્થળે સ્નાન કરવાનું  શાસ્ત્રોક્ત રીતે ખુબજ મહત્વનું 

મકરસંક્રાતિના દિવસે સૂર્યનારાયણ ઉત્તર દિશામાં પ્રયાણ કરતા આ દિવસ તીર્થ અને સંગમ સ્થળે સ્નાન કરવાનું  શાસ્ત્રોક્ત રીતે ખુબજ મહત્વ રહેલું છે . અંબાજી ખાતે છેલ્લા 2 વર્ષ થી મકરસંક્રાતિ પર્વ પર સાધુ- સંતોના આગમન સાથે શાહી સ્નાનનું આયોજન થઈ રહ્યું છે,ત્યારે આ વર્ષે પણ માનસરોવર ખાતે આવેલ ભૈરવ ધુણા, ભોલાગીરી મહારાજના તપ સ્થળ પરથી મહંત થાણાપતિ વિજયપુરી મહારાજની આગેવાનીમાં માનસરોવર ખાતે દેશ - વિદેશથી આવેલ 251 થી વધુ સાધુ - સંતો ભેગા થયા હતા અને વાજતે - ગાજતે અંબાજી નગર થી સાધુઓની સવારી નીકળી હતી.

જે કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડ ખાતે શાહી સ્નાન માટે પહોંચી હતી અને સરસ્વતી નદીના કુંડમાં શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું હતું.  સાધુઓના સ્નાન બાદ અન્ય લોકોએ સ્નાન કર્યુ હતું અને ત્યારબાદ કોટેશ્વર મહાદેવ ખાતે શિવ દર્શન કરીને પાલખીની આરતી કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં કોટેશ્વર સરસ્વતી નદીના કુંડ ઉપર ભારે ભીડ જોવા મળી હતી. સરસ્વતી નદી અહીંથી નીકળે છે એટલે અહીંયા સ્નાનનુ અનેરૂ મહત્વ છે.

અંબાજીમાં છેલ્લા પાંચ દિવસથી ચાલતા કાર્યક્રમમાં મહંત વિજયપુરી મહારાજ,પંચ દશનામ અખાડાના સાનિધ્યમાં ઘણા બધા સાધુઓ આવ્યા હતા.જેમાં વિદેશથી પણ આવ્યા હતા. મયકાલા,વિદેશી સાધુ,જર્મની થી આવ્યા હતા. આ સિવાય ભારદ્વાજગીરીજી મહારાજ મુખ્યસંઘ રક્ષક,સુરેન્દ્રગીરી મહારાજ, કાશી સહીત મોટી સંખ્યામાં સાધુઓ આવ્યા હતા.

અહેવાલ - શક્તિસિંહ રાજપુત

આ પણ વાંચો -- CM ભૂપેન્દ્ર પટેલે દિયોદરના સણાદર પ્લાન ખાતેથી સહકારી ક્ષેત્રના વિવિધ પ્રકલ્પોનું ખાતમુર્હત અને લોકાર્પણ કર્યું

Tags :
AghoriAmbajiGujaratPilgrimageSadhu SantSHAHI SNAN
Next Article