ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ambaji: આચાર્ય સંઘનુ 52મું શૈક્ષણિક અને વહીવટી અધિવેશન

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં તા. 16 અને 17 ડિસેમ્બર એમ બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મુ અધિવેશન યોજાયુ હતું. આ અધિવેશમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીએ આદ્યશક્તિ...
08:03 PM Dec 16, 2023 IST | Maitri makwana

અહેવાલ - શક્તિસિંહ રાજપુત,અંબાજી

યાત્રાધામ અંબાજી ખાતેના જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં તા. 16 અને 17 ડિસેમ્બર એમ બે દિવસીય ગુજરાત રાજ્ય આચાર્ય સંઘનું 52મુ અધિવેશન યોજાયુ હતું. આ અધિવેશમાં શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોર ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે પધારેલા મંત્રીએ આદ્યશક્તિ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા.

આ સંમેલનમાં,પધારેલા શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે અર્ક ,તર્ક,અને સતત સંપર્કમાં રહેતા આચાર્યશ્રીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્રનિર્માણ સુધીની સફરમાં વિદ્યાર્થી વર્ગમાં બહુ જ મોટો ફાળો તમારો રહેલો છે ભારત આજે વિશ્વમાં નવી ઊંચાઇઓને સિધ્ધ કરી રહ્યો છે અને 2047 સુધી વિકસિત ભારત બનાવવા માટે આપણે બધાને સાથે રહી એક બીજાના સહયોગથી આપણે આગળ વધવું પડશે સરકાર દરેક વ્યક્તિ માટે યોજના લાવતી હોય છે પરંતુ સમાજમાં રહેલા દુષણોને જો મૂળમાંથી ઉખાડી ફેંકવામાં આપ બહુ જ મહત્વનું યોગદાન આપી શકો છો એટલે આચાર્ય બન્યા પહેલા આપણે શિક્ષક હતા એ માની સર્વિસમા સેવાનું ભાવ રાખી ફરજ નિભાવવી પડશે

મંત્રીએ વધુમાં જણાવ્યું કે આપણે ગ્રાન્ટેડ શાળામાંથી ગેરેન્ટેડ શાળા બનાવાની છે કારણકે આપણે નવી પેઢીનું સર્જન કરી શકવામાં સક્ષમ છીએ એટલે આપણે ફક્ત કર્મચારી નથી આપણે રાષ્ટ્રના યુગનિર્માતા બની માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 5 ટ્રિલિયનના સપનાને સાકાર કરીએ અને શિક્ષણના હિતમા ,વિદ્યાર્થીના હિતમાં આપની સાથે ચિંતન અને મનન કરી નાના મોટા પ્રશ્નોને આપણે સાથે મળીને નિરાકરણ લાવીશુ.

ગુજરાત આચાર્ય સંઘના પ્રમુખ જે .પી પટેલ જણાવ્યું કે આજે જે કાર્યક્રમ યોજાયો છે. એ અભૂતપૂર્વ છે કારણ કે આપણા પડતર પ્રશ્નો માટે આંદોલન કરવાની જરૂર નથી પડી અને આજે સરકારશ્રી આપણા કેટલાય પડતર પ્રસ્નોનું નિરાકરણ લાવ્યુ એ બદલ આભાર વ્યક્ત કર્યા હતો. અને 3 હાજર આચાર્યને પણ વિનંતી કરી હતી કે આપણે હક અને ફરજ પ્રત્યે હંમેશા નિષ્ઠાવાન રહેવા જણાવ્યું હતુ.

અંબાજી આવેલા આઈપીએસ સફીન હસને આચાર્ય સંઘમાં બપોર બાદ સુંદર વકતવ્ય આપ્યુ હતુ. અને પોતાની ભૂતકાળના સમયમાં અભ્યાસ સબંધી વાતો કરી હતી. આ અધિવેશનમાં પ .પૂ સ્વામીશ્રી આત્માનંદ સરસ્વતી બોટાદ ,પૂર્વ રાજ્ય શિક્ષણમંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા ,બાબુભાઇ પટેલ પ્રમુખ જીલ્લા પંચાયત મહીસાગર ,નવનીત પ્રકાશકના માલિક રાજુભાઈ, ગુજરાત આચાર્ય સંઘ ગુજરાતના તમામ જીલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓ પૂર્વ હોદેદારો અને ગુજરાતભરમાંથી પધારેલ આચાર્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અંબાજીના બે દિવસીય કાર્યક્ર્મમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આવેલા સંત સ્વામી આત્માનંદ સરસ્વતી દ્વારા સુંદર પ્રવચન આપવામાં આવ્યુ હતું.

આ પણ વાંચો - યાત્રાધામ Ambajiની નવીન વેબસાઈટનું બીટા વર્ઝન લોન્ચ કરાયું

Tags :
Administrative ConferenceAmbajiEducational and Administrative ConferenceEducational ConferenceGujaratGujarat FirstGUJARAT FIRST NEWSmaitri makwana
Next Article