Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AIR POLLUTION: દિવાળી બાદ અમદાવાદ શહેરની હવા જોખમી

અમદાવાદ શહેરમાં આમ તો હવાનું પ્રદૂષણ સામાન્ય રહે છે. જોકે, દિવાળીના તહેવાર બાદ હવામાં પ્રદૂષણ પ્રમાણ વધી જાય છે. એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ અમદાવાદની હવામાં પ્રદૂષણ પ્રમાણ વધી રહ્યું હોવાનું દર્શાવી રહી છે. અમદાવાદમાં પ્રદૂષણના સ્તરમાં ધરખમ વધારો  દિવાળીના પર્વ...
11:53 AM Nov 13, 2023 IST | Maitri makwana

અમદાવાદ શહેરમાં આમ તો હવાનું પ્રદૂષણ સામાન્ય રહે છે. જોકે, દિવાળીના તહેવાર બાદ હવામાં પ્રદૂષણ પ્રમાણ વધી જાય છે. એર ક્વોલિટી મોનિટરીંગ સિસ્ટમ અમદાવાદની હવામાં પ્રદૂષણ પ્રમાણ વધી રહ્યું હોવાનું દર્શાવી રહી છે.

અમદાવાદમાં પ્રદૂષણના સ્તરમાં ધરખમ વધારો 

દિવાળીના પર્વ નિમિતે અમદાવાદમાં લોકો મોટા પ્રમાણમાં લોકો ફટાકડા ફોડતા જોવા મળી આવતા હોય છે. લોકો ફટાકડા ફોડીને દિવાળીનો પર્વ મનાવે છે. ત્યારે દિવાળીના બીજા દિવસે અમદાવાદમાં પ્રદૂષણના સ્તરમાં ધરખમ વધારો જોવા મળી આવ્યો છે. અમદાવાદમાં ઘણા વિસ્તારોમાં AQIમાં ઘણો વધારો જોવા મળી આવ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ પ્રદૂષણ ગ્યાસપુરમાં જોવા મળ્યું છે ત્યાં AQI 206 પર પહોંચ્યો છે. તેમજ સેટેલાઈટમાં AQI 202, કઠવાળામાં 200 AQI, મણિનગરમાં AQI 199, રખિયાલમાં 187 AQI, તો ઉસ્માનપુરામાં 184 AQI અને બોડકદેવમાં 177 AQI જોવા મળ્યો છે.

પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી નથી શકાયું

પ્રદૂષણ નિવારવા કોર્પોરેશનના સત્તાધીશો કાર્યવાહીના દાવા તો કરી રહ્યા છે,પરંતુ પ્રદૂષણ પર નિયંત્રણ મેળવી નથી શકાયું તે પણ હકીકત છે. પ્રદૂષણ પર કેવી રીતે અંકુશ મેળવી શકાય તેનો કોઈ ઠોસ એક્શન પ્લાન નથી. જોકે કોર્પોરેશને શહેરના જુદા-જુદા 10 સ્થળો પર મોનિટરિંગની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સામાન્ય દિવસોના પ્રમાણમાં પ્રદૂષણનું સ્તર વધ્યું

ફટાકડાના કારણે સામાન્ય દિવસોના પ્રમાણમાં પ્રદૂષણનું સ્તર વધ્યું છે. તેથી અમદાવાદ શહેરની હવા પ્રદૂષિત થઈ છે. ત્યારે સૌથી વધુ પ્રદૂષિત વાતાવરણ ગ્યાસપુરમાં જોવા મળ્યું છે. ગ્યાસપુર વિસ્તારમાં AQI 206 પર પહોંચી ગયો છે. દિવાળીમાં ફટાકડાના કારણે પ્રદૂષણમાં તો વધારો થયો જ છે પણ પ્રદૂષણની સાથે સાથે જ ઠંડીમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે. અગાઉ શહેરમાં ચાર વિસ્તારોમાં એર ક્વાલિટી ઈન્ડેક્સ 300થી વધારે નોંધાયો હતો. ત્યારે અન્ય 2 વિસ્તારોમાં AQI 200 પાર જોવા મળ્યો હતો.

દેશભરમાં દિવાળીની રંગે-ચંગે ઉજવણી

દેશભરમાં દિવાળીની રંગે-ચંગે ઉજવણી કરવામાં આવી રહી છે. તો અમદાવાદમાં પણ પાછલા બે વર્ષની સરખામણીએ આ વખતે દિવાળીનો માહોલ કઈંક અલગ જ છે. આ વખતની દિવાળી લોકો મનભરીને મનાવી રહ્યા છે અને કોરોનાના કપરા સમય પછીના 2 વર્ષ પછી કોરોના ફ્રી જેવો દિવાળીનો માહોલ દેખાઇ રહ્યો છે. ત્યારે લોકોએ પણ ફટાકડાની ભરપૂર ખરીદી કરી છે. લોકોનો ઉત્સાહ હોવો સ્વાભાવિક જ છે, પણ વાતાવરણમાં વધતા પ્રદૂષણને લઇને એક ચિંતાનો માહોલ જરૂર ઉભો થયો છે.

ફટાકડા ફોડવાના કારણે પ્રદૂષણમાં વધારો

રાજ્યભરમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડાતા પ્રદૂષણમાં પણ વધારો થયો છે. અમદાવાદ શહેરનો હવાનો ગુણવત્તા દર 120 પર પહોંચ્યો છે. જેમાં સૌથી વધુ 399 AQI નવરંગપુરામાં નોંધાયો છે. તો ચાંદખેડામાં 319 અને રાયખડમાં 279 AQI નોંધાયો છે. નિષ્ણાંતોને ડર છે કે જો આ વર્ષે વધુ ફટાકડા ફોડવામાં આવશે તો હવાની ગુણવત્તા હજુ પણ વધુ ખરાબ થઈ શકે છે.

ફટાકડા ફોડવાથી ઘણા શહેરોનું વાતાવરણ બગડયું 

દિવાળી પર ફટાકડા ફોડવાથી ઘણા શહેરોનું વાતાવરણ બગડી ગયું છે. જોકે હવે હાલ સ્થિતિ એવી બની ગઈ છે કે હાલ અમદાવાદનું AQI સ્તર સામાન્ય કરતાં લગભગ દસ ગણું ખરાબ થઈ ગયું છે. આકાશમાં ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણનું સ્તર અચાનક ચિંતાજનક બની ગયું છે. અમદાવાદ શહેર ની હવા ખૂબ જ પ્રદૂષિત થઈ ગઈ છે જે ખરેખર ખુબજ ચિંતાજનક માની શકાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : દિવાળીની રાત્રે નબીરાઓ બન્યા બેફામ, રેસિંગના ચક્કરમાં મર્સિડીઝ અને ઓડી કારે 3 કારને અડફેટે લીધી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
AhmedabadAir PollutionaqiCrackersDiwaliGujarat Firstmaitri makwana
Next Article