Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામોલમાં થયેલી લૂંટમાં રિક્ષા ચાલક સહિત ત્રણ પકડાયા, જાણો પ્લાન શું હતો

મુંબઈના વેપારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઇ હતીક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની કરી ધરપકડશૌચાલયમાં નાહવા માટે વેપારી ગયો અને રૂપિયા ભરેલી બેગ લૂંટાઈ ગઈઅમદાવાદ (Ahmedabad) શહેરના રામોલ વિસ્તારમાં થયેલી લૂંટ (Robbery)ના બનાવમાં પોલીસે 2 આરોપીને ઝડપી લીઘા છે. રામોલ વિસ્તારમાં આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 7 થી 8 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આ બનાàª
રામોલમાં થયેલી લૂંટમાં રિક્ષા ચાલક સહિત ત્રણ પકડાયા  જાણો પ્લાન શું હતો
  • મુંબઈના વેપારી પાસેથી લાખો રૂપિયાની લૂંટ ચલાવાઇ હતી
  • ક્રાઈમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
  • શૌચાલયમાં નાહવા માટે વેપારી ગયો અને રૂપિયા ભરેલી બેગ લૂંટાઈ ગઈ
અમદાવાદ (Ahmedabad) શહેરના રામોલ વિસ્તારમાં થયેલી લૂંટ (Robbery)ના બનાવમાં પોલીસે 2 આરોપીને ઝડપી લીઘા છે. રામોલ વિસ્તારમાં આંખમાં મરચાની ભૂકી નાખીને રૂપિયા 7 થી 8 લાખ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Ahmedabad Crime Branch) આ બનાવમાં રીક્ષા ચાલક સહિત બે આરોપીઓની ધરપકડ કરીને રૂપિયા 7 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

રિક્ષા ચાલકે ઘડ્યો હતો લૂંટનો પ્લાન
ક્રાઇમ બ્રાન્ચના સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પકડાયેલા ત્રણ આરોપીએ મુંબઇના વેપારીને લૂંટી લેવાનો પ્લાન ઘડ્યો હતો.  મુંબઇનો આ વેપારી રાણીપ બકરા મંડીમાંથી બકરા ખરીદવા માટે અવારનવાર અમદાવાદમાં આવતો હતો અને કાયમ એક જ રીક્ષા ચાલકની રીક્ષામાં બેસતો હતો. જો કે  આજ રીક્ષા ચાલકે પોતાના સાથીઓ સાથે મળીને લૂંટનો પ્લાન ઘડ્યો હતો. 
વેપારીને લૂંટી લીધો હતો
પ્લાન મુજબ રીક્ષામાં બેઠેલો પેસેન્જર એટલેકે મુંબઇનો વેપારી જ્યારે સી.ટી.એમ શૌચાલયમાં નાહવા માટે જાય ત્યારે રીક્ષા ચાલકની આંખમાં મરચું નાખીને રિક્ષામાં રહેલી બેગ લઈને ફરાર થઇ ગયો હતો.રીક્ષા ચાલક મકબુલ ઉર્ફે ભોલુ અંસારી એ આ પ્લાન બનાવ્યો હતો.
પોલીસે ત્રણ આરોપીને પકડ્યા
આરોપી મકબુલ ઉર્ફે ભોલા અંસારીએ પ્લાન તો ઘડી નાખ્યો હતો પરંતુ પોલીસની બાજ નજરથી બચી શક્યો નહીં અને આખરે ક્રાઈમ બ્રાન્ચની ગીરફ્તમાં આવી ગયો  હતો. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં ભાંગી પડેલા આરોપી મકબુલે પોતાના બંને સાથીઓ જાહિદ શેખ તથા મોહસીન મકરાણીના નામ પણ કહી દીધા હતા અને બાદમાં ક્રાઇમ બ્રાન્ચે તમામ ત્રણેય આરોપીઓની પાસેથી લૂંટમાં ગયેલા 6.20 લાખ રોકડ, ગુનામાં વપરાયેલી ઓટો રીક્ષા અને.મોબાઈલ ફોન એમ.કુલ મળીને 7,35,000 નો મુદ્દમાલ કબ્જે કરી લીધો છે. 
 આરોપીનો ગુનાઇત ભુતકાળ 
ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીઓમાંથી જાહિદ આગાઉ સરખેજ પોલીસ સ્ટેશનમાં વાહન ચોરી અને રાણીપ તથા સોલા પોલીસ સ્ટેશનમાં નજર ચૂકવીને ચોરી કરવાના ગુનામાં પકડાઈ ચુક્યો છે. ઉપરાંત એક વખત પાસાની સજા પણ ભોગવી ચુક્યો છે.
Advertisement
Tags :
Advertisement

.