સાસુનો પ્રેમી વારંવાર ઘરે આવતા પુત્રવધૂએ નોંધાવ્યો વિરોધ, સાસુ ન સુધરતા અંતે ભર્યું આવું પગલું
અમદાવાદમાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની છે. શહેરકોટડા વિસ્તારમાં પતિ અને સાસુ સસરા સાથે રહેતી એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આ કિસ્સામાં આપઘાત કરનાર યુવતીનો પતિ સાથે કોઈ ઝઘડો ન હોવાનુ ખુલ્યું છે.ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા નવિન સોનારા નામના યુવકે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. તેઓà
Advertisement
અમદાવાદમાં સાસરીયાઓના ત્રાસથી કંટાળીને એક પરિણીતાએ જીવન ટુંકાવ્યું હોવાની ઘટના બની છે. શહેરકોટડા વિસ્તારમાં પતિ અને સાસુ સસરા સાથે રહેતી એક યુવતીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પરંતુ આ કિસ્સામાં આપઘાત કરનાર યુવતીનો પતિ સાથે કોઈ ઝઘડો ન હોવાનુ ખુલ્યું છે.
ગાંધીનગર જિલ્લાના દહેગામમાં રહેતા નવિન સોનારા નામના યુવકે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઈ છે. તેઓના બહેન અંજનાના લગ્ન અમદુપુરા વિસ્તારમાં રહેતા એક યુવક સાથે 2016મા થયા હતા. લગ્ન બાદ અંજના પતિ અને સાસુ સસરા સાથે રહેતી હતી અને લગ્ન જીવનમાં તેઓને એક 3 વર્ષનો દિકરો છે. અંજનાના પતિ અમદાવાદમાં દવાની ફેક્ટરીમાં નોકરી કરે છે અને તેઓ પોતે ઘરેથી સીલાઈનું કામ કરતા હતા.
લગ્ન બાદ અંજના જ્યારે પણ પિતાના ઘરે જતી ત્યારે સારી રીતે રાખતા હોવાનું જણાવતી હતી. અને પતિ સાથે પણ સારું બનતું હોવાની વાત કરતી હતી. જોકે, છેલ્લા એક મહિનાથી અંજના જ્યારે પણ પિતાના ઘરે આવતી અથવા તો પિયરમાં ફોન પર વાત કરતી ત્યારે તેના સાસુને કોઈ ભુપેન્દ્ર નામના વ્યક્તિ સાથે આડા સંબંધ હોય અને ભુપેન્દ્ર અવાર-નવાર તેના ઘરે આવતો હોય જેથી પોતે સાસુને ભુપેન્દ્ર નામના વ્યક્તિને ઘરે ન બોલાવવા સમજાવતા હતા. પરંતું સાસુ સમજવાને બદલે અંજના સાથે ઝઘડો કરતા હતા.
આ બાબતોનો ખાર રાખી અંજનાનો પતિ નોકરી પર જાય ત્યારે સાસુ તેની સાથે બોલાચાલી કરી હેરાન કરતી હતી. આ દરમિયાન યુવતીએ અવાર-નવાર પિતા અને ભાઈને જાણ કરી હતી. જે બાદ અંતે તેણે પતિને આ બાબતની જાણ કરતા તેના પતિએ ભુપેન્દ્રને ઠપકો આપ્યો હતો. જે વાતનો પણ ખાર રાખી સાસુ નાની નાની વાતોમાં તેની સાથે ઝઘડો કરી ત્રાસ આપતા હતા અને સસરાને પુત્રવધૂ વિરુદ્ધ ચઢામણી કરી તેને હેરાન કરાતા હોવાનું કહેતા હતા. 14મી ઓક્ટોબરના રોજ અંજનાએ સવારે 9 વાગે ભાઈને ફોન કરી સાસરીમાં સાસુ-સસરા હેરાન પરેશાન કરી ત્રાસ આપતા હોવાથી તે કંટાળી ગઈ હોવાનું જણાવ્યું હતું. જેથી તેના ભાઈએ રવિવારે તેના ઘરે જઈને સાસુ-સસરા સાથે વાત કરવાનું કહ્યું હતું.
15મી એ રવિવારે ફરિયાદી દહેગામ ખાતે હતા ત્યારે માસીના દીકરીએ ફોન કરી બહેન અંજના બીમાર પડી ગઈ હોવાનું જણાવી જલ્દી અમદાવાદ આવી જાઓ તેમ કહેતા ફરિયાદીએ બહેનને ફોન કરતા તેમણે ફોન ન ઉપાડ્યો હતો. જે બાદ બહેનની સોસાયટીના એક વ્યક્તિએ ફરિયાદીને ફોન કરી આખા પરિવાર સાથે બહેનની સાસરીમાં આવવાનું જણાવતા તેઓને શંકા ગઈ હતી. જેથી ફરિયાદીએ અમદાવાદ ખાતે રહેતી અન્ય બહેનને અંજનાના ઘરે મોકલી હતી. અને પોતે પણ તુરંત જ બહેનના ઘરે પહોંચ્યા હતા જ્યાં તેઓ બહેનના ઘરે પહોંચતા ઘરમાં પલંગ પર મૃત હાલતમાં જોવા મળી હતી.
જે બાદ તેઓને જાણ થઈ હતી કે તેઓની બહેન અંજનાએ રૂમમાં પંખામાં દુપટ્ટો બાંધી ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ હતું. આ મામલે તેઓએ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં બહેનના સાસુ અને સસરા સામે આત્મહત્યા દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.