SP કક્ષાના અધિકારી પર યુવતીએ લગાવ્યા ગંભીર આરોપ
છેલ્લાં કેટલાંક મહિનાઓથી IPS અધિકારીઓની બદનામીના સમાચારો સતત મીડિયામાં ચમકી રહ્યાં છે. સપ્તાહો પૂર્વે આઈપીએસ અધિકારીઓ સહિત યુવતીને બદનામ કરતા હની ટ્રેપના પ્રકાશિત થયેલા અહેવાલો બાદ તાજેતરમાં જ ખેડા જિલ્લામાં ત્રણ પત્રકાર (Case against Journalist) સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચર્ચાસ્પદ બનેલા એફિડેવિટકાંડમાં પણ એટીએસે (ATS) તપાસ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે અને તે કેસની આગળની તà
છેલ્લાં કેટલાંક મહિનાઓથી IPS અધિકારીઓની બદનામીના સમાચારો સતત મીડિયામાં ચમકી રહ્યાં છે. સપ્તાહો પૂર્વે આઈપીએસ અધિકારીઓ સહિત યુવતીને બદનામ કરતા હની ટ્રેપના પ્રકાશિત થયેલા અહેવાલો બાદ તાજેતરમાં જ ખેડા જિલ્લામાં ત્રણ પત્રકાર (Case against Journalist) સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચર્ચાસ્પદ બનેલા એફિડેવિટકાંડમાં પણ એટીએસે (ATS) તપાસ પર પૂર્ણ વિરામ મૂકી દીધું છે અને તે કેસની આગળની તપાસ ગાંધીનગર એસઓજી (Gandhinagar SOG) ચલાવે છે. પોલીસ અધિકારીઓના ચારિત્ર્ય પર કાદવ ઉછાળવાની શરમજનક ઘટનાઓમાં તથ્ય કેટલું છે તે તો ગૃહ વિભાગ (Home Department) જ જાણે, પરંતુ ગુજરાતના એક IPS અધિકારી પર યુવતીએ લગાવેલા આરોપોને લઈને વધુ એક નવો વિવાદ (IPS Controversy) સામે આવ્યો છે. હાલ આ ઘટના પોલીસ બેડામાં ચર્ચાના ચગડોળે ચઢી છે.
SP કક્ષાના અધિકારીની હાલત બની કફોડી
અત્યારસુધી કોઈપણ જાતના વિવાદમાં નહીં આવેલા એક આઈપીએસ અધિકારીની સ્થિતિ હાલ કફોડી બની છે. એક જ જિલ્લામાં ત્રણેક વર્ષથી વધુ પોલીસ વડા તરીકે ફરજ બજાવ્યા બાદ IPS અધિકારીની રાજ્ય સરકારે થોડા મહિનાઓ પૂર્વે અન્ય જિલ્લામાં સુપ્રિટેન્ડન્ટ ઑફ પોલીસ તરીકે નિમણૂંક કરી હતી. જો કે, આ IPS ના ઘરે એક અણધાર્યા મહેમાન આવી જતા તેમને પરસેવો વળી ગયો છે. સૌરાષ્ટ્રના એક ગામથી કલાકોના અંતરે આવેલા એસપી બંગલો (SP Bunglow) ખાતે ગઈકાલે સાંજે એક યુવતી પહોંચી ગઈ હતી અને આ યુવતીએ પોતાની સાથે ઘટેલી ઘટનાને લઈને SP પર આરોપ લગાવ્યા છે.
યુવતીએ અપહરણનો આરોપ લગાવ્યાની ચર્ચા
સૌરાષ્ટ્રમાં રહેતી એક યુવતી (Saurashtra Girl) એ રાજ્યના એક IPS અધિકારી પર અપહરણનો આરોપ (Kidnapping Allegation) લગાવ્યાની ચર્ચા ઊઠી છે. યુવતીએ અપહરણની સાથે અન્ય આરોપ પણ લગાવ્યાની ચર્ચા છે. યુવતી અને SP વચ્ચેના સબંધોને લઈને છેલ્લાં કેટલાંક મહિનાઓથી વિવાદ પણ ચાલી રહ્યો છે. IPS પર આરોપ લગાવનારી યુવતી અગાઉ પણ એસપી બંગલો સુધી જઈ આવી છે.
કલેક્ટરને યુવતીએ ફરિયાદ કરી
એકપણ મોટા વિવાદમાં નહીં સપડાયેલા IPS અધિકારી પર યુવતીએ લગાવેલા આરોપોને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓમાં અનેક ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. SP પર આરોપ લગાવનારી યુવતીએ જિલ્લા કલેક્ટર (District Collector) ને પણ આ મામલે ફરિયાદ કરી હતી. જેના પગલે કલેક્ટરે રેન્જ ડીઆઈજી (Range DIG) ને આ મામલે રજૂઆત સાંભળવા આદેશ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, મામલો રેન્જ ડીઆઈજી સુધી પહોંચ્યો જ નથી.
યુવતીને 1 કરોડ ચૂકવાયા ?
એક સિનિયર SP કક્ષાના (Senior Scale) અધિકારી પર કોઈ યુવતી શા માટે આરોપ લગાવે તેને લઈને પણ તરેહ તરેહની વાતો થઈ રહી છે. IPS પર આરોપ લગાવનારી યુવતીથી પીછો છોડાવવા માટે અધિકારીએ અગાઉ 1 કરોડ રૂપિયા (1 crore) ચૂકવ્યા હોવાની વાતો સામે આવી રહી છે. આ યુવતીને શા માટે એક કરોડ જેટલી માતબર રકમ ચૂકવવામાં આવી ? યુવતીને રકમ ચૂકવાયા બાદ એસપી કમાન્ડો (SP Commando) તેની સાથે નિર્ધારિત સ્થળ સુધી પહોંચાડવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. હાલ એસપી સાથે સંકળાયેલા અધિકારી-સ્ટાફે યુવતીના મામલાને લઈને એક વાત ફરતી કરી છે કે, તેણી માનસિક રીતે અસ્વસ્થ છે અને તેને સાહેબના ઘરેથી રવાના કરી દેવામાં આવી છે.
વાત ગાંધીનગર પહોંચી
IPS અધિકારી અને યુવતી વચ્ચેના સબંધોને લઈને શરૂ થયેલી વાતો પવન વેગે ગાંધીનગર (Gandhinagar) પહોંચી ગઈ છે. રાજ્ય સરકાર પણ IPS અધિકારીઓ વચ્ચે ચાલતા યુદ્ધ (IPS War) ને લઈને પરેશાન છે. એક બીજાને બદનામ કરવાના ચાલતા એક વાહિયાત ખેલથી ગુજરાત પોલીસ વિભાગની બદનામી થઈ રહી છે. તાજેતરમાં જ બહુચર્ચિત બનેલા આઈપીએસ અધિકારીઓના હની ટ્રેપ (IPS Honey Trap) અને એફિડેવિટકાંડ (Affidavit cum Declaration) નો મામલો પૂર્ણ રીતે શમ્યો નથી ત્યાં એક નવો વિવાદ સામે આવતા રાજ્ય સરકાર ચોંકી ગઈ છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement