Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

પડતા પર પાટુનો ઘાટ સર્જાયો, હોસ્પિટલના કામમાં અટવાયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં

એરપોર્ટ પોલીસે ગુન્હો નોંધ્યોદોઢ લાખના મત્તાની ચોરીપરિવારના મોભી હોસ્પિટલમાં એડમીટ હતાઅમદાવાદ (Ahmedabad) શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા એક પરિવારના ઘરમાં તસ્કરોએ હાથ સાફ કરી નાંખ્યો છે. છેલ્લા દસેક દિવસથી આ પરિવારમાં રહેતા એક વૃદ્ધ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા અને સમગ્ર પરિવાર આ વૃદ્ધની સેવા ચાકરીમાં લા
પડતા પર પાટુનો ઘાટ સર્જાયો  હોસ્પિટલના કામમાં અટવાયેલા પરિવારના બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યાં
  • એરપોર્ટ પોલીસે ગુન્હો નોંધ્યો
  • દોઢ લાખના મત્તાની ચોરી
  • પરિવારના મોભી હોસ્પિટલમાં એડમીટ હતા
અમદાવાદ (Ahmedabad) શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા એક પરિવારના ઘરમાં તસ્કરોએ હાથ સાફ કરી નાંખ્યો છે. છેલ્લા દસેક દિવસથી આ પરિવારમાં રહેતા એક વૃદ્ધ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા અને સમગ્ર પરિવાર આ વૃદ્ધની સેવા ચાકરીમાં લાગેલો હતો અને આવા જ સમયે તસ્કરોએ તકનો લાભ લઈને ઘરના દરવાજાનો નકુચો તોડીને ચોરી કરી લેતા પરિવાર વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
એક તરફ પરિવારના મોભીનો સારવાર માટે ખર્ચ તથા બીજી તરફ પોતાના જ ઘરમાં ચોરી નો બનાવ બન્યો છે ત્યારે આવા સંજોગોમાં પરિવાર પર જાણે કે આભ તૂટી પડ્યું હોય અને પડતા પર પાટું પડ્યું હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. ખાનગી કંપનીમાં કામ કરતા અને મધ્યમ વર્ગીય જીવન ગુજારતા એવા જીતેન્દ્રભાઈ ચંદાણીના મકાનમાં તસ્કરોએ ચોરી કરી લેતા ભારે મુશ્કેલીમાં આખોય પરિવાર આવી ગયો છે.
મહત્વનું છે કે છેલ્લા દસેક દિવસથી આ પરિવાર પોતાના સાથે રહેતા ઘરડા દાદીની નાદુરસ્ત તબિયત હોવાના લીધે થલતેજ પાસેની ખાનગી હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા અને પરિવારજનો પણ ઘરડા દાદીની સેવા ચાકરીમાં લાગેલા હતા. આવા જ સમયે બંધ પડેલા મકાનમાં તસ્કરોની નજર પડી અને 50 હજાર રોકડા અને 01 લાખના દાગીના ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા છે. આ બાબતે એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે
ટેકનોલોજી ના કારણે ઘરમાં વધુ ચોરી થતા કેવી રીતે બચી
સરદારનગર વિસ્તારમાં આવેલા સિંધી કોલોનીમાં એક પરિવાર રહેતો હતો અને પોતાના મકાનમાં તેમણે હાઈ મોશન સેન્સર કેમેરા લગાવેલા હતા આ હાઈ મોશન સેન્સર કેમેરાનો થી કોઈપણ અજાણ્ય વ્યક્તિઓ ઘરમાં પ્રવેશ કરે ત્યારે મકાન માલિકના મોબાઇલમાં સેન્સર ઓટોમેટીક વાગવા લાગતું હોય છે જેથી કરીને ઝડપથી કોઈ પગલા ભરી શકાય.
સામાન્ય રીતે લોકો હાઈ ડેફીનેશન અને નાઈટ વિઝન CCTV કેમેરા લગાડવાનો આગ્રહ રાખતા હોય છે પરંતુ આ પ્રકારના હાઈ મોશન સેન્સર કેમેરા લગાડવાથી કેમેરાની આસપાસ અથવા તો તેની ક્ષમતા પ્રમાણેની કેપેસિટી માં એવા કોઈ પણ વ્યક્તિઓ પ્રવેશ કરે ત્યારે તે કેમેરા સોફ્ટવેર મારફતે જેતે વ્યક્તિના મોબાઈલમાં એક એલર્ટ આપતા હોય છે અને આ એક એલર્ટના લીધે ક્યારેક મોટી મુશ્કેલીમાંથી બચી શકાય છે.
આવું જ કંઈક બન્યું છે આ પરિવાર સાથે જેમાં તેમના મકાનમાં તસ્કરો તો પ્રવેશ્યા પરંતુ હાઈ મોશન સેન્સર કેમેરાના લીધે તસ્કરોએ માત્ર થોડી ઘણી ચોરી કરી અને ફરાર થઈ જવું પડ્યું છે હાલ આ સમગ્ર મામલે એરપોર્ટ પોલીસે ચોરી તથા ગેરકાયદેસર ગૃહ પ્રવેશનો ગુનો નોંધીને અજાણ્યા શખસો સામે ગુનો દાખલ કર્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.