શાકભાજી સસ્તી થતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ...
શિયાળામાં શાકભાજીના ઉત્પાદનમાં વધારોઉત્પાદન વધતા શાકભાજીના ભાવમાં ઘટાડોશાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશ જોવા મળીશાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશાશિયાળામાં શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગૃહિણીઓ શાકભાજીના ભાવ ઘટતા ખુશ જોવા મળી રહી છે. જ્યારે શાકભાજીને મહા મહેનતથી ઉગાડનારા જગતના તાતને પૂરતા ભાવ ન મળતા તેઓ દુઃખી થàª
- શિયાળામાં શાકભાજીના ઉત્પાદનમાં વધારો
- ઉત્પાદન વધતા શાકભાજીના ભાવમાં ઘટાડો
- શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓ ખુશ જોવા મળી
- શાકભાજીના પૂરતા ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા
શિયાળામાં શાકભાજીના ઉત્પાદનમાં વધારો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. ગૃહિણીઓ શાકભાજીના ભાવ ઘટતા ખુશ જોવા મળી રહી છે. જ્યારે શાકભાજીને મહા મહેનતથી ઉગાડનારા જગતના તાતને પૂરતા ભાવ ન મળતા તેઓ દુઃખી થયા છે.
આજે મોંઘવારી સામાન્ય માણસ ખૂબ જ પીડાઈ રહ્યો છે. વધતા ખર્ચાને કેવી રીતે પહોંચવું તે આજે એક મોટો પડકાર બની ગયું છે. ઘરમાં ગૃહિણીઓનું પણ ઘણીવાર બજેટ બગડી જાય છે. પરંતુ હાલમાં શિયાળાની ઋતુ આ ગૃહિણીઓ માટે એક સારા સમાચાર લઇને આવી છે. શિયાળાની ઋતુ શરૂ થતા જ શાકભાજીના ભાવ તળિયે આવી ગયા છે. મહત્વનું છે કે, શિયાળો શરૂ થતાં જ શાકભાજીના ભાવોમાં ધરખમ ઘટાડો નોંધતો હોય છે. શાક સસ્તું થતાં ગૃહિણીઓ તો ખુશ પરંતુ ખેડૂતો અને વેપારીઓ દુઃખી થઈ રહ્યા છે. ભાવ વધે કે ઘટે વેપારી અને ખેડૂતોની આર્થિક સ્થિતિ એવીને એવી જ બની રહી છે, કારણ કે ખેડૂતોને તેમની મેહનત મજૂરીના પણ ભાવ નથી મળી રહ્યા. આ વખતે છેલ્લા ત્રણ માસથી ફ્લાવર, કોબીજ, પાપડી, રીંગણ અને ભીંડા જેવી શાકભાજીના ભાવમાં ભારે મંદી જોવા મળી છે. મંદીના કારણે ખેડૂતો ને ખર્ચ પણ નિકળતો નથી જેથી હાલ તો ખેડૂતો ને રોવાનો વારો આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement