અમદાવાદમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો
અમદાવાદ (Ahmedabad)માં ફરી એકવખત આંગડિયા પેઢી નો કર્મચારી લૂંટાયો.બાઈક પર આવેલા લૂંટારું 27 લાખના સોનાના દાગીનાની લુંટ કરી ફરાર થયા.જમાલપુર બાદ વધુ એક લુંટની ઘટનાને લઈને સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા. વાડજ પોલીસ લૂંટનો ગુન્હો નોધી સીસીટીવી ફૂટેજમાં ના આધારે ગુન્હો નોધી તપાસ શરૂ કરી...17 લાખના રોકડ,સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચિલ ઝડપવાડજ વિસ્તારમાં આવેલ શ્રી રતન કૉમ્પ્લેક્સ નજીક પટેલ અà
અમદાવાદ (Ahmedabad)માં ફરી એકવખત આંગડિયા પેઢી નો કર્મચારી લૂંટાયો.બાઈક પર આવેલા લૂંટારું 27 લાખના સોનાના દાગીનાની લુંટ કરી ફરાર થયા.જમાલપુર બાદ વધુ એક લુંટની ઘટનાને લઈને સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા. વાડજ પોલીસ લૂંટનો ગુન્હો નોધી સીસીટીવી ફૂટેજમાં ના આધારે ગુન્હો નોધી તપાસ શરૂ કરી...
17 લાખના રોકડ,સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચિલ ઝડપ
વાડજ વિસ્તારમાં આવેલ શ્રી રતન કૉમ્પ્લેક્સ નજીક પટેલ અમૃત ભાઈ કાંતિલાલ આંગડિયા પેઢીની ઓફિસમાંથી કર્મચારીઓ એક્ટિવા પર માણેકચોક પાર્સલ આપવા જાઈ રહ્યા હતા..ત્યારે બાઈક પર આવેલા બે લુટારુઓ તેમના હાથમાંથી 17 લાખના રોકડ,સોના ચાંદીના દાગીના ભરેલી બેગની ચિલ ઝડપ કરી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ વાડજ પોલીસને થતા ઉચ્ચ અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળે પોહચી તપાસ શરૂ કરી હતી..
એક્ટિવાની ડેકીમાં રહેલા 10 થી 12 લાખ રૂપિયા બચી ગયા
છેલ્લા 12 વર્ષથી પટેલ અમૃત કાંતિલાલ આંગડિયા પેઢીના કર્મચારી ઠાકોર દેવાભાઇ કામ કરે છે.. દેવાભાઇ ઠાકોર અને તેમના સહ કર્મચારી સાથે જ્યારે માણેકચોક તેમની મુખ્ય શાખામાં પાર્સલ આપવા જાઈ રહ્યા હતા એ દરમ્યાન કનુભાઈ પ્રજાપતિ તેમની ઓફિસ સામે આવેલા સોનલ પાન પાર્લર પર મસાલો લેવા ઉભા હતા અને ત્યારે દેવાભાઈ એક્ટિવા પર થેલો લઈને ઊભા હતા..ત્યારે બે બાઈક ચાલક આવ્યા અને સોના ચાંદીના દાગીના ભરેલી બેગ દેવા ભાઈના હાથમાંથી જૂટવી ફરાર થઈ ગયા હતા.. ત્યારે આરોપીઓ ભાગ્યા ત્યારે એક્ટિવા ની ડેકીમાં બીજો 10 થી 12 લાખ રૂપિયા રોકડ હતા તે બચી ગયા હતા.. ત્યારબાદ આંગડિયા કર્મચારી સીધા પોલીસ સ્ટેશન પહોંચી પોલીસને જાણ કરી હતી. જે જાણ પોલીસને થતા તરત જ પોલીસ હરકત મા આવી હતી અને ઉચ્ચ અધિકારીઓ અને ક્રાઇમ બ્રંચની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે..
પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી
વાડજ લુંટ કેસમાં પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ત્રણ ટીમો એ તપાસ શરૂ કરી છે..પોલીસે CCTV ફૂટેજ ના આધારે તપાસ શરૂ કરી છે.લૂંટારું બાઇક પર આવ્યા હતા અને બે બાઇક પર ચાર આરોપી હોવાની પોલીસને આંશકા છે..મહત્વનું છે કે 10 દિવસ પહેલા જમાલપુર ખાતે પણ આંગડિયા પેઢીના કર્મચારી સાથે 26 લાખની લુંટ કરવામાં આવી હતી..જેમાં પોલીસ હજી હવાતીયા મારી રહી છે ત્યારે વાડજમાં વધુ એક લુંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે..ત્યારે પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement