Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

નિવૃત્ત IPSને બદનામ કરનારની શોધખોળમાં લાગી ATS

ગુજરાતના (Gujarat) નિવૃત્ત ઉચ્ચ IPS અધિકારીને બદનામ કરવામાં ખુદ પોલીસ અધિકારીઓ જ સામેલ છે. એક મહિલાના નામે બનાવાયેલી બોગસ એફિડેવિટ કમ ડેકલેરેશનની પીડીએફ (pdf file) તાજેતરમાં વાઈરલ કરાઈ હતી. આ એફિડેવિટ કાંડને રાજ્યના ગૃહ વિભાગે (Home Department) ખૂબ જ ગંભીરતાથી લીધો છે. બોગસ એફિડેવિટ વાઈરલ કરવામાં કોની કોની સંડોવણી છે તે જાણવા ATSને તપાસ કરવાનો આદેશ કરાયો છે. ગુજરાત ફર્સ્ટે સૌ પ્રથમ વાઈરલ એફિડેવિટ કમ ડેક
નિવૃત્ત ipsને બદનામ કરનારની શોધખોળમાં લાગી ats
ગુજરાતના (Gujarat) નિવૃત્ત ઉચ્ચ IPS અધિકારીને બદનામ કરવામાં ખુદ પોલીસ અધિકારીઓ જ સામેલ છે. એક મહિલાના નામે બનાવાયેલી બોગસ એફિડેવિટ કમ ડેકલેરેશનની પીડીએફ (pdf file) તાજેતરમાં વાઈરલ કરાઈ હતી. આ એફિડેવિટ કાંડને રાજ્યના ગૃહ વિભાગે (Home Department) ખૂબ જ ગંભીરતાથી લીધો છે. બોગસ એફિડેવિટ વાઈરલ કરવામાં કોની કોની સંડોવણી છે તે જાણવા ATSને તપાસ કરવાનો આદેશ કરાયો છે. ગુજરાત ફર્સ્ટે સૌ પ્રથમ વાઈરલ એફિડેવિટ કમ ડેકલેરેશનના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા અને એફિડેવિટની પુષ્ટી નથી કરતા તેની સ્પષ્ટતા પણ કરી હતી.
વાઈરલ એફિડેવિટ ખોટી હોવાનો દાવો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નિવૃત્ત IPS અધિકારીને બદનામ કરતી વાઈરલ થયેલી એફિડેવિટ કમ ડેકલેરેશન (Affidavit cum Declaration) બોગસ છે. પ્રાથમિક તપાસમાં આ વિગતો સામે આવી છે. બોગસ એફિડેવિટ કાંડ કેવી રીતે સર્જાયો અને તેની પાછળ કોની-કોની સંડોવણી છે તે જાણવા માટે ગૃહ વિભાગે એટીએસને આદેશ કર્યા છે. અમદાવાદ પાસેના એક જિલ્લામાં રહેતી મહિલાના નામે બોગસ એફિડેવિટ કમ ડેકલેરેશન બનાવાયું હોવાનું તેમજ તેમાં લગાવાયેલા મોટાભાગના આરોપોમાં તથ્ય નહીં હોવાની પણ વાત સ્પષ્ટ થઈ ગઈ છે.
પોલીસ અધિકારીની સંડોવણીની ચર્ચા
એક નિવૃત્ત ઉચ્ચ આઈપીએસ અધિકારીના ચારિત્ર્ય પર દાગ લગાવવા માટે કરાયેલા એફિડેવિટ કાંડમાં પોલીસ અધિકારીની સંડોવણી હોવાની વાતો પહેલેથી જ ચર્ચા રહી છે, પરંતુ આ અધિકારી કોણ અને શા માટે નિવૃત્ત આઈપીએસને બદનામ કરવામાં લાગ્યા છે તે એક મોટો સવાલ છે. ગુજરાતના પોલીસ વિભાગમાં અગાઉ પણ અધિકારીઓ એક-બીજાને બદનામ કરવાના પ્રયાસો કરી ચૂક્યા છે અને આ કોઈ નવી વાત રહી નથી.
તપાસમાં શું થશે ?
વાઈરલ એફિડેવિટ કમ ડેકલેરેશનમાં જે રીતે આખી વાર્તા ઘડી કાઢવામાં આવી છે તેના મૂળ સુધી જવા માટે તમામના નિવેદન લેવા જરૂરી છે. કથિત એફિડેવિટ કમ ડેકલેરેશન કરનારી મહિલા, નોટરી કમ એડવોકેટ અને આ સિવાય અન્ય લોકોની પૂછપરછ બાદ સમગ્ર કાંડ સર્જનાર સુધી પહોંચી શકાય તેમ છે. એફિડેવિટ કાંડ સાથે સંકળાયેલા લોકોના મોબાઈલ ફોન CDR સહિતની અનેક બાબતો તેમજ ચોક્કસ સ્થળોના સીસીટીવી ફૂટેજ (CCTV Footage) ચકાસવામાં આવશે.
શું જવાબદારનું નામ જાહેર થશે ?
ગુજરાત રાજ્યના પોલીસ વિભાગમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉચ્ચ અધિકારીઓની લડાઈ ચરમસીમાએ પહોંચી છે. એક અધિકારી બીજા IPS અધિકારી સાથે બદલો (IPS Revenge) લેવા અતિ નિમ્ન કક્ષાએ પહોંચી ગયા છે અને ચારિત્ર્યના આરોપ લગાવડાવી બદનામ કરી રહ્યાં છે. આ સમગ્ર મામલાની તપાસ બાદ ષડયંત્ર રચનાર અધિકારીનું નામ સામે આવશે તો પણ તે જાહેર થાય તેવી સંભાવનાઓ નહીવત છે.
રાજ્ય સરકાર પરેશાન છે
રાજ્ય સરકાર પણ IPS અધિકારીઓ વચ્ચે ચાલતા યુદ્ધ (IPS War) ને લઈને પરેશાન છે. એક બીજાને બદનામ કરવાના આ ખેલથી ગુજરાત પોલીસ વિભાગની બદનામી થઈ રહી છે અને સાથે સરકારની પણ. તાજેતરમાં જ બહુચર્ચિત બનેલા આઈપીએસ અધિકારીઓના હની ટ્રેપ (IPS Hooney Trap) ની જ વાત કરીએ તો અડધો ડઝનથી વધુ અધિકારીઓને સોશિયલ મીડિયા પર બદનામ કરાયા.  હની ટ્રેપના સમાચારો અને તે પછીની તપાસ જોતા અધિકારીઓને કલીનચીટ આપી દેવાઈ છે. એક ચર્ચા મુજબ એકાદ-બે ચારીત્ર્યહીન પોલીસ અધિકારીઓના નામ સરકાર સુધી પહોંચી ગયા છે. જો કે, હની ટ્રેપમાં અન્ય અધિકારીઓને બદનામ કરવાના ષડયંત્ર કેમ રચાયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.