Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AMTSનું બજેટ થયું રજૂ,આ વર્ષે શહેરીજનોની સુવિધા માટે શું હશે નવું

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (Ahmedabad Municipal Transport Service)નું વર્ષ 2023- 24નું બજેટ રજુ કરવામાં આવ્યું.. AMTSના ચેરમેન વલ્લભ પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે.ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા 567 કરોડનું ડ્રાફ્ટ બજેટ મુકવામાં આવ્યું હતું.જેમાં સાત કરોડનો સુધારો કરી 574 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. AMTS દર વર્ષે 300 કરોડથી વધારેની ખોટ કરે છે છતાં પણ ભાજપના સત્તાધીશો દ્વારા બસ ચલ
amtsનું બજેટ થયું રજૂ આ વર્ષે શહેરીજનોની સુવિધા માટે શું હશે નવું
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (Ahmedabad Municipal Transport Service)નું વર્ષ 2023- 24નું બજેટ રજુ કરવામાં આવ્યું.. AMTSના ચેરમેન વલ્લભ પટેલ દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું છે.ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા 567 કરોડનું ડ્રાફ્ટ બજેટ મુકવામાં આવ્યું હતું.જેમાં સાત કરોડનો સુધારો કરી 574 કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. AMTS દર વર્ષે 300 કરોડથી વધારેની ખોટ કરે છે છતાં પણ ભાજપના સત્તાધીશો દ્વારા બસ ચલાવતા ખાનગી કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે વધુ નવી 100 ઈલેક્ટ્રીક અને 200 રેગ્યુલર બસનો વધારો કરી કુલ 1109 જેટલી બસો ચલાવવાનો નિર્ણય લીધો છે. AMTSનું કુલ દેવું રૂ. 3870 કરોડનું થયું છે
આ વર્ષે બજેટમાં આ સુધારા કરાશે 
આઝાદી અમૃત મહોત્સવ અંતર્ગત તેમજ AMTSને પણ 76 વર્ષ પૂર્ણ થયા છે 
  • હાલમાં 809 બસો છે જેમાં વધુ 200 બસ નું ટેન્ડર પાસ થયેલ છે 
  • 15 કરોડ ના ખર્ચે નવી 50 બસો ખરીદવા માં આવશે
  • 1.5 કરોડ ના ખર્ચે 12 જેટલા ટર્મિનલ પર સોલાર પેનલ લાગવા માં આવશે
  • 1 કરોડ ના ખર્ચે અનેક ટર્મિનલ પર CCTV કેમેરા લાગવા આવશે
  • સરદાર પટેલ રિંગરોડ પર પણ હવે દોડશે AMTS બસ
  • સાથે જ પૂર્વ અને પશ્ચિમ માં 2 બસ ડેપો બનાવમાં આવશે
  • 4 કરોડનો ખર્ચ તેની પાછળ કરવામાં આવશે
  • 100 ઇલેક્ટ્રિક 200 રેગ્યુલર બસનો વધારો થતા શહેરીજનોને 1109 બસ દ્વારા પરિવહન કરી શકશે
  • ઝોન પ્રમાણે એક રૂટ પર મહિલા પ્રવાસીઓ વધારે હોય ત્યાં મહિલા બસો શરુ કરવામાં આવશે
  • સરદાર પટેલ રિંગરોડ ઉપર બીજા તબક્કામાં અસલાલીથી સનાથલ, વૈષ્ણોદેવી મંદિર થઇ ઝુંડાલ સુધીની બસ સેવા શરુ કરાશે
  • દિવ્યાંગ પ્રવાસીઓને મફતમાં પ્રવાસ કરવા દેવા માટે પાસ અપાશે
  • મેટ્રો ને કનેકટ થાય તેવા AMTS રૂટ ના રાખવામાં આવશે
  • તમામ પ્રવાસીઓ ને મોબાઈલ એપમાં જ AMTSનું સિડ્યુલ મળે તેવી વ્યવસ્થા કરાશે
  • સ્ટીલના બસ શેલ્ટરો બનાવ પાછળ 2 કરોડ નો ખર્ચ કરવામાં આવશે

 574 કરોડનું બજેટ મંજૂર
વર્ષ 2023-24નું AMTSનું બજેટ રજૂ કરતાં ચેરમેન વલ્લભ પટેલે જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા મૂકવામાં આવેલા બજેટમાં રૂ. 7 કરોડનો સુધારો કરી રૂ. 574 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. પરિવહન સેવાનો વ્યાપ વધારી અને હવે 809 બસમાં 100 ઈલેક્ટ્રીક બસ ઉપરાંત ચાલુ વર્ષે બીજી 200 બસો રેગ્યુલર વધારી દેવામાં આવશે. તેનું ટેન્ડર કરવામાં આવ્યું છે. 

મેટ્રો રેલની કનેક્ટિવિટી મળી રહે તે રીતના રૂટનું આયોજન 
જેનાથી કુલ 1109 બસો થઈ જશે અને નાગરિકોને બસ સેવાનો લાભ મળશે. મેટ્રો રેલની કનેક્ટિવિટી મળી રહે તે રીતના રૂટનું આયોજન કરવા માટેની વિચારણા કરવામાં આવી છે. ચાલુ વર્ષે મેટ્રોના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને શહેરના તમામ મેટ્રો રૂટ પર લોકોને મેટ્રો રેલ સાથે કનેક્ટિવિટી મળી રહે તે પ્રકારના રૂટો તૈયાર કરવાનું આયોજન છે.

વિપક્ષના આરોપ
ભાજપના સત્તાધીશો દ્વારા AMTSના રજૂ કરવામાં આવેલા રૂ. 574 કરોડના બજેટને લઇ વિપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે ચાલુ વર્ષે 100 ઇલેક્ટ્રીક બસો ઉપરાંત નવી 200 બસો લાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવનાર છે. તમામ બસો કોન્ટ્રાક્ટરોને મોટો ફાયદો કરાવવા માટે થઈ અને મૂકવામાં આવશે.AMTSમાં શાસક પક્ષના જાણીતા અને માનીતા કોન્ટ્રાક્ટરો છે. જેથી તેઓને ફાયદો થાય છે પરંતુ સંસ્થા ખોટમાં જાય છે. પક્ષ દ્વારા માંગ કરવામાં આવે છે કે AMTS બસમાં મુસાફરી મફત કરવામાં આવે અને કોન્ટ્રાકટર સિસ્ટમ બંધ કરવામાં આવે છે..

સીસીટીવી કેમેરા લગાવાશે
AMTSના પાલડી, વાડજ, અખબારનગર, નરોડા, સારંગપુર, મણીનગર અને હાટકેશ્વર સહિતના તમામ ટર્મિનસમાં સીસીટીવી કેમેરા લગાવવા એક કરોડ ની ફાળવણી જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવામાં આવશે.દરેક ઝોન વાઇઝ કોઈ પણ એક રૂટ ઉપર જ્યાં મહિલા પ્રવાસીઓ વધુ હોય ત્યાં પીકઅવર્સમાં મહિલા બસ શરૂ કરવામાં આવશે...

દિવ્યાંગ પ્રવાસીઓને હવે ફ્રી પાસ 
જ્યારે એમટીએસમાં દિવ્યાંગ પ્રવાસીઓને હવે વિનામૂલ્યે પ્રવાસ કરવા માટે ફ્રી પાસ આપવામાં આવશે. અમદાવાદ શહેરને ઓરડામાં હવે પડતી ટીપીમાં ટ્રાન્સપોર્ટ માટે પ્લોટ રિઝર્વ કરવા રજૂઆત કરાશે સ્ટીલના બસ સેન્ટરો બનાવવા 2 કરોડની ફાળવણી કરાશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.