Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: છેડતીના આક્ષેપ બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું, સામે આવી ચોંકાવનારી હકીકત

ખોટી ફરિયાદ બાદ નોકરી જતાં લાગી આવતા આપઘાત કલોલના જાસપુરની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો વૃક્ષના રોપા માટે એડ્રેસ પૂછતાં શિક્ષિકાએ કરી હતી માથાકૂટ Ahmedabad: અમદાવાદ (Ahmedabad)ના ચાંદખેડાના યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે...
ahmedabad  છેડતીના આક્ષેપ બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું  સામે આવી ચોંકાવનારી હકીકત
  1. ખોટી ફરિયાદ બાદ નોકરી જતાં લાગી આવતા આપઘાત
  2. કલોલના જાસપુરની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો
  3. વૃક્ષના રોપા માટે એડ્રેસ પૂછતાં શિક્ષિકાએ કરી હતી માથાકૂટ

Ahmedabad: અમદાવાદ (Ahmedabad)ના ચાંદખેડાના યુવકના આપઘાત કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. મળતી વિગતો પ્રમાણે જાસપુરના પૂર્વ સરપંચ અને પલસાણાની શિક્ષિકા સામે ફરિયાદ નોંધાઈ છે. આપઘાત કરતાં પહેલાં યુવકે એક વીડિયો બનાવ્યો હતો જેમાં અત્યારે હકીકત સામે આવી છે. પ્રાથમિક જાણકારી પ્રમાણે ખોટી ફરિયાદ બાદ નોકરી જતાં લાગી આવતા આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. કલોલના જાસપુરની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. છેડતીના આક્ષેપ બાદ યુવકે કેનાલમાં ઝંપલાવ્યું અને આપઘાત કર્યો હતો. જે મામલે અત્યારે મોટો ખુલાસો થયો છે.

Advertisement

આ પણ વાંચો: મહુવાની ખાનગી હોસ્પિટલના તબીબો પર બેદરકારી આક્ષેપ, જાણો સમગ્ર મામલો

ખોટી ફરિયાદ બાદ નોકરી જતાં લાગી આવતા ભર્યું આ પગલું

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ (Ahmedabad) ચાંદખેડા ખાતે રહેતા વિપુલભાઈ ડાયાભાઈ સેનમાએ કેનાલમાં ઝંપલાવ્યું હતું. વિપુલભાઈ સેનમાએ જાસપુર કેનાલે વીડિયો બનાવી જાસપુર ગામના પૂર્વ સરપંચ તેમજ એક શિક્ષિકા વિરુદ્ધ આક્ષેપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે ઘટનાની જાણ પોલીસ કાફલા સાથે દોડી આવી તેમજ ફાયર બિગેડની ટીમો પણ દોડી આવી હતી. વિપુલભાઈ ડાયાભાઈ સેનાના મોટાભાઈ અતુલભાઇ ડાયાભાઈએ પોલીસ મથકે જઈ ફરિયાદ હતી. જેમાં જાસપુર ગામના પૂર્વ સરપંચ તેમજ અજાણી શિક્ષિકા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: સિસ્ટમ સક્રિય થતા આવશે ભારે વરસાદ, હવામાન વિભાગે આપી આગાહી

આપઘાત કરતા પહેલા યુવાને વીડિયો બનાવ્યો અને વાયરલ કર્યો

કલોલ તાલુકાના જાસપુર ગામે યુવકે કેનાલમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું, પરંતુ આપઘાત કરતા પહેલા યુવાને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેણે આપઘાત કરવા માટે જાસપુર ગામના પૂર્વ સરપંચ અને પલસાણા ગામની શિક્ષિકા તથા અન્ય લોકોને જવાબદાર ગણાવ્યા હતા. વીડિયોમાં યુવકે જણાવ્યા મુજબ સ્કૂલનું નામ પૂછવા બાબતે શિક્ષિકાને ઊભી રાખતા શિક્ષિકા અને પૂર્વ સરપંચ દિનેશ પ્રજાપતિએ તેની સાથે માથાકૂટ કરી હતી અને પૂર્વ સરપંચે લાફો માર્યો હતો. ત્યારબાદ 181 અભયમની ટીમ બોલાવીને ફરિયાદ કરી હતી અને માફી પત્ર લખાવ્યો હતો. આ ઘટનાનું યુવકને લાગી આવતા આ પગલુ ભર્યું હતું. આ મામલે મૃતકના ભાઈએ પૂર્વ સરપંચ, શિક્ષિકા અને અન્ય લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદ અનુસાર મૃતક વિપુલ સેનમા અરવિંદ ફાઉન્ડેશન ખાત્રજમાં આવેલા ટાટા હાઉસિંગમાં નોકરી કરતો હતો.

Advertisement

આ પણ વાંચો: Rajkot: લોકમેળાનો લોખંડી પ્લાન તૈયાર, ચારેય તરફ પોલીસ કાફલો રહેશે તૈનાત

Tags :
Advertisement

.