Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : સાયન્સ સિટી ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ

અહેવાલ - સંજય જોશી  વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, 2023 ની થીમ અને તેના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજકોસ્ટના સહયોગથી 10 મી નવેમ્બર 2023 ના રોજ સાયન્સ સિટી ખાતે જાગૃતિ લાવવા અને વિજ્ઞાનમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે એક કાર્યક્રમનું...
ahmedabad   સાયન્સ સિટી ખાતે વિશ્વ વિજ્ઞાન દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
અહેવાલ - સંજય જોશી 
વર્લ્ડ સાયન્સ ડે ફોર પીસ એન્ડ ડેવલપમેન્ટ, 2023 ની થીમ અને તેના મહત્વને ધ્યાનમાં રાખીને ગુજકોસ્ટના સહયોગથી 10 મી નવેમ્બર 2023 ના રોજ સાયન્સ સિટી ખાતે જાગૃતિ લાવવા અને વિજ્ઞાનમાં વિશ્વાસનું નિર્માણ કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. શાંતિ અને વિકાસ માટે વિશ્વ વિજ્ઞાન દિવસ દર વર્ષે 10 મી નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે.
સમાજમાં વિજ્ઞાનના મહત્વને ઉજાગર કરવા અને વિદ્યાર્થીઓમાં ર્વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તે માટે ગુજરાત સાયન્સ સિટી અવાર નવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનુ આયોજન કરતી રહે છે, ત્યારે આજે સાયન્સ સિટીમાં વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે "વિજ્ઞાનમાં વિશ્વાસનું નિર્માણ"થીમ હેઠળ ઉજવણી કરવામાં આવી.
આ થીમનો મુખ્ય હેતુ વૈજ્ઞાનિક ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવા અને નાગરિકોને વિજ્ઞાનના વિકાસ વિશે માહિતગાર કરવાનો છે. તે ગ્રહો વિશેની આપણી સમજને વિસ્તૃત કરવામાં અને આપણા સમાજને વધુ ટકાઉ બનાવવામાં વૈજ્ઞાનિકોની ભૂમિકાને પણ રેખાંકિત કરે છે. ડો. નરોત્તમ સાહૂ, સલાહકાર, ગુજકોસ્ટએ તમામ સહભાગીઓને પ્રોત્સાહિત કર્યા અને કહ્યું કે વિજ્ઞાન કોઈ સીમાઓ જાણતું નથી અને તે ઉજ્જવળ, વધુ શાંતિપૂર્ણ ભવિષ્યની ચાવી ધરાવે છે.
આ કાર્યક્રમમાં સહભાગીઓ માટે "ધ વેક્સીન વોર" પર એક વિશેષ વૈજ્ઞાનિક મૂવી જોવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ફિલ્મ ભારતમાં કોવિડ-19 રોગચાળા દરમિયાન કોવેક્સિનના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, તેની રચનામાં સામેલ વૈજ્ઞાનિકોના પ્રયત્નો પર પ્રકાશ પાડે છે. સહભાગીઓએ રસીના વિકાસ પર ભારતીય વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલા ગ્રાઉન્ડબ્રેકિંગ સંશોધનનું જ્ઞાન મેળવ્યુ હતુ.
આ કાર્યક્રમમાં 200 થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સામાન્ય નાગરિકોએ ભાગ લીધો હતો. આ સાથે સાયન્સ સિટીના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરીખ અને આસિસ્ટન્ટ જનરલ મેનેજર ડો. હાર્દિક ગોહિલ ખાસ હાજર રહ્યા હતા.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Advertisement
Tags :
Advertisement

.