Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AHMEDABAD : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH એ શહેરના વિકાસને આપ્યો વેગ, આપી રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ

કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH 2 દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહના હસ્તે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણ અમિત શાહના હસ્તે સ્વિમિંગ પુલનું પણ ઉદઘાટન અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે સ્વિમિંગ પુલ...
12:28 PM Aug 18, 2024 IST | Harsh Bhatt

કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH હાલમાં 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે.અમિહ શાહ આજે અમદાવાદમાં છે અને તેઓ આજે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવાના છે.તેમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. ત્યાર બાદ તેમણે ઓક્સિજન પાર્કનું નિરીક્ષણ કર્યુ હતુ. શહેરની મધ્યમમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

ગૃહમંત્રી AMIT SHAH એ મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો

વધુમાં ગૃહમંત્રી AMIT SHAH એ અન્ય કામોનું પણ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.તેમણે મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં કેન્દ્રિય ગૃહમંત્રીએ એક વડનું વૃક્ષારોપણ કર્યું હતું.તે વડ આજે વટવૃક્ષ બની ગયું છે.

ગૃહમંત્રીએ 3 વર્ષ બાદ આજે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. વધુમાં તેમના હસ્તે એક સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુલને અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદને રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી,ઓક્સિજન પાર્કનું કરાયું ઉદ્ઘાટન

ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે.ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદને રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે.ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે સિંધુભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્કની ઘણી ખાસિયતો છે.જેના વિષે વાત કરવામાં આવે તો આ પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષો રોપાયા છે.આવા વૃક્ષો ન માત્રા પર્યાવરણ માટે પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ સકારાત્મક અસર કરે છે.સિંધુભાવન ખાતે આવેલા આ ઓક્સિજન શહેરની મધ્યમમાં બનાવવામાં આવેલો હોવાથી લોકો અહી સારી હવા અને પર્યાવરણની મજા માણવા માટે આવી શકશે.

આ પણ વાંચો : GUJARAT : હવે તાંત્રિક અને ભૂવાઓની ખેર નહીં! ગુજરાત સરકાર લાવશે કાળા જાદુ વિરોધી નવો કાયદો

Tags :
AHMEDABAD VISITAmit Shahamit shah visitCAAGujarat FirstOxygen Parkswimming pool
Next Article