Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH એ શહેરના વિકાસને આપ્યો વેગ, આપી રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ

કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH 2 દિવસના ગુજરાત પ્રવાસે અમિત શાહના હસ્તે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણ અમિત શાહના હસ્તે સ્વિમિંગ પુલનું પણ ઉદઘાટન અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે સ્વિમિંગ પુલ...
ahmedabad   કેન્દ્રીય ગૃહમંત્રી amit shah એ શહેરના વિકાસને આપ્યો વેગ  આપી રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ
  • કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH 2 દિવસના ગુજરાત પ્રવાસે
  • અમિત શાહના હસ્તે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ
  • મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણ
  • અમિત શાહના હસ્તે સ્વિમિંગ પુલનું પણ ઉદઘાટન
  • અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરાયો છે સ્વિમિંગ પુલ

કેન્દ્રીય ગૃહમંત્રી AMIT SHAH હાલમાં 2 દિવસના ગુજરાતના પ્રવાસે છે.અમિહ શાહ આજે અમદાવાદમાં છે અને તેઓ આજે વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત કરવાના છે.તેમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ થલતેજમાં ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કર્યું છે. ત્યાર બાદ તેમણે ઓક્સિજન પાર્કનું નિરીક્ષણ કર્યુ હતુ. શહેરની મધ્યમમાં આ પ્રકારના પાર્ક બનાવવાથી લોકોના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Advertisement

ગૃહમંત્રી AMIT SHAH એ મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો

વધુમાં ગૃહમંત્રી AMIT SHAH એ અન્ય કામોનું પણ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું.તેમણે મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં કેન્દ્રિય ગૃહમંત્રીએ એક વડનું વૃક્ષારોપણ કર્યું હતું.તે વડ આજે વટવૃક્ષ બની ગયું છે.

Advertisement

ગૃહમંત્રીએ 3 વર્ષ બાદ આજે તેનું નિરીક્ષણ પણ કર્યું હતું. વધુમાં તેમના હસ્તે એક સ્વિમિંગ પુલનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પુલને અંદાજિત 10 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

અમદાવાદને રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી,ઓક્સિજન પાર્કનું કરાયું ઉદ્ઘાટન

Advertisement

ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે છે.ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આજે અમદાવાદને રૂપિયા 1003 કરોડના વિકાસકાર્યોની ભેટ મળી છે.ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે સિંધુભવન ખાતેના ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઓક્સિજન પાર્કની ઘણી ખાસિયતો છે.જેના વિષે વાત કરવામાં આવે તો આ પાર્કમાં નેચરલ ઓક્સિજન મળી રહે તેવા વૃક્ષો રોપાયા છે.આવા વૃક્ષો ન માત્રા પર્યાવરણ માટે પરંતુ લોકોના સ્વાસ્થ્ય ઉપર પણ સકારાત્મક અસર કરે છે.સિંધુભાવન ખાતે આવેલા આ ઓક્સિજન શહેરની મધ્યમમાં બનાવવામાં આવેલો હોવાથી લોકો અહી સારી હવા અને પર્યાવરણની મજા માણવા માટે આવી શકશે.

આ પણ વાંચો : GUJARAT : હવે તાંત્રિક અને ભૂવાઓની ખેર નહીં! ગુજરાત સરકાર લાવશે કાળા જાદુ વિરોધી નવો કાયદો

Tags :
Advertisement

.