Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rain in Ahmedabad : અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર

અમદાવાદમાં ધીમીધરે વરસાદની શરૂઆત અખબારનગર,વસ્ત્રાપુર ધીમીધારે વરસાદ પડ્યો નવસારી, તાપી, ડાંગમાં હળવા વરસાદની આગાહી Ahmedabad: અમદાવાદ (Ahmedabad)શહેરમાં ધીમીધારે વરસાદ (Rain)આવ્યો છે. જેમાં અખબારનગર,વસ્ત્રાપુર, IIM રોડ પર ધીમીધારે વરસાદ પડ્યો છે. તેમજ પંચવટી, લો-ગાર્ડન, આંબાવાડી વિસ્તારમાં વરસાદ છે. જેમાં અમદાવાદમાં...
rain in ahmedabad   અમદાવાદના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર
  1. અમદાવાદમાં ધીમીધરે વરસાદની શરૂઆત
  2. અખબારનગર,વસ્ત્રાપુર ધીમીધારે વરસાદ પડ્યો
  3. નવસારી, તાપી, ડાંગમાં હળવા વરસાદની આગાહી

Ahmedabad: અમદાવાદ (Ahmedabad)શહેરમાં ધીમીધારે વરસાદ (Rain)આવ્યો છે. જેમાં અખબારનગર,વસ્ત્રાપુર, IIM રોડ પર ધીમીધારે વરસાદ પડ્યો છે. તેમજ પંચવટી, લો-ગાર્ડન, આંબાવાડી વિસ્તારમાં વરસાદ છે. જેમાં અમદાવાદમાં આજે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

Advertisement

શહેરમાં ધીમીધરે વરસાદની શરૂઆત થઇ

શહેરમાં ધીમીધરે વરસાદની શરૂઆત થઇ છે. જેમાં વસ્ત્રાપુર, IIM રોડ, પંચવટી, લો ગાર્ડન, આંબાવાડી વિસ્તારમાં વરસાદ આવ્યો છે. તેમજ સમગ્ર શહેરમાં હળવો વરસાદ પડ્યો છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠામાં મધ્યમ વરસાદ રહેશે. તથા અરવલ્લી, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે. અને પાટણ, મહેસાણામાં હળવા વરસાદની આગાહી છે. ગાંધીનગર, અમદાવાદમાં હળવા વરસાદની આગાહી સાથે ખેડા, પંચમહાલ, વડોદરામાં હળવો વરસાદ રહેશે. તથા સુરત, વલસાડમાં હળવા વરસાદની આગાહી છે.

આ પણ  વાંચો -VADODARA : નટુભાઇ સર્કલ પાસે લક્ઝરી બસ ભટકાતા સિગ્નલનો થાંભલો તુટી પડ્યો

Advertisement

નવસારી, તાપી, ડાંગમાં હળવા વરસાદની આગાહી

નવસારી, તાપી, ડાંગમાં હળવા વરસાદની આગાહી છે. જૂનાગઢ, પોરબંદરમાં હળવા વરસાદની આગાહી છે. અમરેલી, ભાવનગરમાં હળવા વરસાદની આગાહી છે. દ્વારકા, મોરબીમાં હળવા વરસાદની આગાહી છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદમાં મધ્યમ વરસાદની આગાહી છે. પાટણ, મહેસાણા, ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી સાથે અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરામાં હળવા વરસાદની આગાહી તથા સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ તથા જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, મોરબીમાં હળવા વરસાદની આગાહી છે.

આ પણ  વાંચો -VADODARA : કોટેશ્વર મહાદેવ મંદિરે જવાના રસ્તે મગરની હાજરી, શ્રદ્ધાળુઓ અડગ

Advertisement

ક્લાયમેટ ચેન્જની ગુજરાતની વરસાદી પેટર્ન પર મોટી અસર

ક્લાયમેટ ચેન્જના કારણે ગુજરાતમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે. હવે ગુજરાતમાં અતિથી અતિ ભારે વરસાદ એટલે કે સતત 8 ઈંચથી વધુ વરસાદ પડવાની ઘટનાઓમાં ઘટાડો થયો છે. ગ્લોબલ વોર્મિંગના કારણે વરસાદ પડવાની પેટર્ન બદલાઈ છે. જ્યાં પડે ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અને જ્યાં નથી પડતો ત્યાં જરાય નથી પડતો. તાપમાન અને પવનની પેટર્નમાં થયેલા ફેરફારની અસર પડી છે. વરસાદની નબળી પેટર્ન માટે આ તમામ પરિબળો જવાબદાર છે. ક્લાઈમેટ ચેન્જના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદનું પ્રમાણ વધ્યું છે. જો આવી સ્થિતિ રહી તો આ વિસ્તારોમાં આગામી સમયમાં પૂર આવવાની શક્યતા વધી જશે. એકસાથે પડતો ભારે વરસાદ ખેતી પાકને પહોંચાડી રહ્યો છે.

Tags :
Advertisement

.