Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ક્રિમીનલ વૃતિના નિવૃત્ત આર્મી મેનને બેગ ચોરી ભારે પડી, શરીર સુખ અને પૈસાની લાલચે ગુનાહિત કુંડળી ખોલી નાખી

આરોપીએ કાલુપુર રેલવે સ્ટેશન પર બિન વારસી બેગ ચોરી કરી હતી ધરપકડ કર્યા બાદ તપાસ કરતા એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા મહિલાઓ સાથે મિત્રતા કેળવી શારીર સંબંધ બાંધી પૈસા પડાવતો હતો આરોપી Ahmedabad: અમદાવાદ રેલવે પોલીસને ચોરીના કિસ્સામાં...
ક્રિમીનલ વૃતિના નિવૃત્ત આર્મી મેનને બેગ ચોરી ભારે પડી  શરીર સુખ અને પૈસાની લાલચે ગુનાહિત કુંડળી ખોલી નાખી
  1. આરોપીએ કાલુપુર રેલવે સ્ટેશન પર બિન વારસી બેગ ચોરી કરી હતી
  2. ધરપકડ કર્યા બાદ તપાસ કરતા એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થયા
  3. મહિલાઓ સાથે મિત્રતા કેળવી શારીર સંબંધ બાંધી પૈસા પડાવતો હતો આરોપી

Ahmedabad: અમદાવાદ રેલવે પોલીસને ચોરીના કિસ્સામાં પકડેલ આરોપીની પૂછપરછ લોટરી લાગી અને એક બાદ એક આરોપીની ગુનાહિત પ્રવૃત્તિઓની કુંડળી ખુલતી ગઈ. સૌથી મહત્વની અને રસપ્રદ બાબત એ છે કે આરોપી માટે કાલુપુર રેલવે સ્ટેશન પર બિન વારસી બેગ જોઈને લાલચમાં આવી તેની ચોરી કરવી ભારે પડી ! આ ચોરીના ગુનામાં ધરપકડ કર્યા બાદ તપાસ કરતા એક બાદ એક નવા નવા ખુલાસા થતા ગયા અને પોલીસ પણ ચોંકી ઉઠી. તપાસમાં ઘટસ્ફોટ થયો કે ઝડપાયેલ આરોપી મોહમ્મદ શેહબાઝ ખાન હર્ષિત ચૌધરી નામની ઓળખ આપીને અલગ અલગ જગ્યાએ પોતે આર્મીમાં નિવૃત્ત અધિકારી હોવાનું કહીને ખાસ મહિલાઓને ટાર્ગેટ બનાવી પૈસા પડાવી શારીરિક સંબંધ બાંધતો. તેનું લક્ષ્યાંક માત્રને માત્ર પૈસો અને શારીરિક સુખ ભોગવવાનું હતું. સૌથી મોટી વાત એ છે કે એક બે નહીં પરંતુ અત્યાર સુધી તેને મહેસાણા જિલ્લાની એક મહિલા સહિત દિલ્હી સિલિગુડી જમ્મુ કાશ્મીરની કુલ 15 જેટલી મહિલાઓ સાથે મિત્રતા કેળવી શારીરિક સંબંધોમાંથી પૈસા પડાવતો.

Advertisement

આરોપી દ્વારા ટાર્ગેટ કરાયેલની 14 મહિલાઓ હિન્દુ હતી

આરોપી એટલો શાતિર હતો કે મહિલાઓ સાથે સંબંધ બાંધતા સમય માત્ર ને માત્ર પૈસા ને જ ધ્યાને રાખતો તેમને બ્લેકમેલ ન કરતો જેથી કોઈપણ મહિલાને શંકા નહોતી ગઈ અને સરળતાથી એની વાતોમાં આવી જતી. કારણ કે આરોપી શહેબાઝ પોતાની જાતને નિવૃત્ત મેજર તરીકે ઓળખ આપી અલગ અલગ વ્યક્તિઓ અને મહિલાને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરી તેમની સમસ્યાઓને નજીકથી જાણવાનો પ્રયાસ કરતો અને તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરતો. તેથી મહિલાઓ તેના પર વિશ્વાસ કરી બેસી હતી. રેલવે પોલીસે કરેલ અત્યાર સુધી થયેલી તપાસમાં સામે આવ્યું છે કે આરોપી દ્વારા ટાર્ગેટ કરાયેલ 15 મહિલાઓ પૈકી એક મુસ્લિમ હતી બાકીની તમામ 14 મહિલાઓ હિન્દુ હતી. પોલીસ એ દિશામાં પણ તપાસ કરશે કે શું હિન્દુ યુવતીઓને ટાર્ગેટ કરવા માટે તેને કોઈ સપોર્ટ મળતો હતો કે કેમ પરંતુ હાલની તપાસમાં એવી કોઈ બાબત સામે નથી આવી. અત્યાર સુધી આરોપી સામે કુલ ત્રણ ફરિયાદ નોંધાઇ છે. જેમાં રેલ્વે સ્ટેશન પર બેગની ચોરી, દસ્તાવેજો સાથે છેડછાડ અને ત્રીજી ફરિયાદ અલીગઢમાં નોંધાઈ છે.

આ પણ વાંચો: Prohibition Act : આવો ભેદભાવ કેમ, દેશી દારૂ મોંઘો કર્યો અને વિદેશી હજુ સસ્તો

Advertisement

આરોપીએ પોતાની ઓળખ આર્મીમાં હોવાની આપી

31 ઓગસ્ટે રેલવે પોલીસ સ્ટેશનમાં એક પ્રવાસીએ પોતાની બેગ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. વંદે ભારત ટ્રેનમાંથી એક મુસાફરની બેગચોરી થઈ હતી. જેમાં બેગમાં લેપટોપ અને સોનાની વીંટી સહિતનો સામાન હતો. રેલવે પોલીસ એ આ બેગ ચોરીના ગુનાની તપાસ કરતા આરોપી શહેબાઝ સુધી પહોંચી. ફરિયાદના કામ માટે Ahmedabad બોલાવવામાં આવ્યો જ્યાં તેની પાસે તેના આધાર પુરાવા માંગવામાં આવ્યા જેમાં રેલ્વે પોલીસને શંકા જતા વધુ પૂછપરછ કરી અને એક બાદ એક આધાર પુરાવા માંગવાની શરૂઆત. આરોપીએ પોતાની ઓળખ આર્મીમાં હોવાની આપી. જેથી પોલીસે તે અંગે પણ પુરાવા માંગ્યા, જોકે આ પુરાવામાં રજૂ કરવામાં આરોપી નિષ્ફળ નિવડ્યો અને તેની પોલ ખુલી ગઈ. આરોપીએ પોતાની ઓળખ છુપાવવા રાજસ્થાનના ભરતપુરના હર્ષિત ચૌધરીના આધાર કાર્ડનો ઉપયોગ કરી ખોટી ઓળખ સાબિત કરી હતી. આરોપીએ દાવો કર્યો છે કે હર્ષિત ચૌધરી નામના વ્યક્તિનું આધાર કાર્ડ તેને ક્યાંકથી મળી આવ્યું હતું જેથી તેનો ખોટી રીતે ઉપયોગ કર્યો. આરોપી શહેબાઝ ધોરણ 10 પાસ છે. રમતની દોડમાં માહેર હોવાથી સ્પોર્ટ્સ ક્વોટામાં આર્મીમાં ભરતી થયો હતો. આરોપીને શરીરના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ થઈ હતી જેથી તેને પેરાલીસીસ પણ થઈ ગયો હતો પરંતુ સારવાર બાદ તે ઠીક થઈ ગયો.

15 જેટલી મહિલાઓ સાથે સંબંધો બાંધી 50 લાખ રૂપિયા પડાવ્યાં

ચોરીના ગુનામાં ધરપકડ થયા બાદ પોલીસ તપાસ કરી રહી હતી. એ દરમિયાન આરોપી શહેબાઝ પર અવારનવાર અનેક મહિલાઓના ફોન આવતા હતા. જે અંગે પણ પોલીસે તપાસ કરતા સૌથી મોટો ઘટ્સ્ફોટ થયો અને સામે આવ્યું કે આરોપી મહિલાઓને ટાર્ગેટ બનાવી તેમની સાથે ઘનિષ્ઠ સંબંધો બાંધી શરીર સુખ માણી પૈસા પડાવતો. પોલીસે કડકાઇથી કામ લેવાનું શરૂ કરતા એક બાદ એક આરોપી ગુનાની કબુલાત કરતો ગયો. અત્યાર સુધી કુલ 15 જેટલી મહિલાઓ સાથે તેને સંબંધો બાંધીને અંદાજે 50 લાખ જેટલી રકમ પડાવી ચૂક્યો છે. આ સિવાય તપાસ દરમિયાન ત્રણ જેટલી મહિલાઓ એવી સામે આવી કે જે તેની નજીકની મિત્ર બનવા જઈ રહી હતી. પરંતુ પોલીસે તેમને સાવચેત કરી સાચી હકીકત જણાવી દીધી.

Advertisement

આ પણ વાંચો: ACB Trap : ભ્રષ્ટાચારના નરેશને બચાવવાનો થયો હતો પ્રયાસ, કોણે બનાવ્યો નિષ્ફળ ?

બેદરકારીના કારણે તેને આર્મીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો

ઘટના અંગે રેલવે પોલીસ સુપ્રિટે્ડેન્ડન્ટ બલરામ મીણા એ જણાવ્યું કે 'આરોપી અગાઉ આર્મીમાં ફરજ બજાવતો હતો. વર્ષ 2015થી 2024, મતલબ નવ વર્ષ સુધી આર્મીમાં સેવા આપી હતી. જોકે તેને મેડિકલ ગ્રાઉન્ડ ઉપર કાઢી મૂકવામાં આવ્યો હતો. આર્મીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ઉપરાંત પ્રતિબંધ હોવા છતાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો, આર્મીમાં નીતિ - નિયમના પાલનમાં બેદરકારીના કારણે તેને આર્મીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. આર્મીમાં તેના કાર્યકાળ દરમિયાન અધિકારીઓના નામનો ખોટો ઉપયોગ પણ કરતો અને ઉચ્ચકક્ષાના આર્મી અધિકારીના બે બેઝ પણ ખરીદ્યા હતા. ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં આર્મીમાંથી હાંકી કઢાયા બાદ મહિલાઓને ટાર્ગેટ કરવાની પ્રવૃત્તિ પર કોઈપણ પ્રકારનો અંકુશ ન રહ્યો'

પરિવારને પણ પોતાના કારસ્તાનથી અંધારામાં રાખ્યાં

અન્ય એક રસપ્રદ બાબત એ પણ છે કે ઝડપાયેલ આરોપી શહેબાઝ પોતે પરણિત છે અને બે સંતાન વ્હર. તેના પિતા આર્મીમાં નાયબ સુબેદાર હતા અને તેનો ભાઈ હાલ વાયુસેનામાં ફરજ બજાવે છે. જોકે તે પરિવારને પણ પોતાના કારસ્તાનથી અંધારામાં રાખ્યાં હતાં. તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીએ shaadi.com વેબસાઈટ મારફતે તથા અલગ અલગ ડેટિંગ એપ મારફતે પોતાની હર્ષિત ચૌધરી તરીકેની ઓળખ આપી હતી.આરોપી મુસ્લિમ હોવા છતાં પોતાની હિન્દુ તરીકેની ઓળખ આપતો અને પોતાની જાળમાં ફસાવતો હતો. આરોપી અવારનવાર દેશના અલગ અલગ હિસ્સામાં મહિલાઓ સાથે હવાઈ મુસાફરી પણ કરી ચૂક્યો હતો.

આરોપીએ એક યુવતીને બહેન બનાવી હતી. જેથી નવી કોઈ મહિલાને ટાર્ગેટ કરવો હોય તો કથિત બહેનને પોતાના પરિવારની સભ્ય ગણાવી શકે. વાત માત્ર આટલેથી નથી અટકતી. શાતિર આરોપી માત્રને માત્ર સુખી સમૃદ્ધ ઘરની મહિલાઓને જ નિશાન બનાવતો હતો.

અહેવાલઃ અર્પિત દરજી, અમદાવાદ

આ પણ વાંચો: માધવપુરા સટ્ટાકાંડમાં Red Corner Notice થકી ડીલક્ષ પકડાયો, દુબઈમાં છે હજુ અન્ય આરોપીઓ

Tags :
Advertisement

.