Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad : વસ્ત્રાપુરમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામમાં PCB ની રેડ, પકડાયેલા શખ્સોમાં સાણંદ APMC ના ચેરમેન ખેંગાર સોલંકીનો સમાવેશ

અહેવાલ - પ્રદિપ કચીયા અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુરમાં આવેલા એક ટાવરમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ધંધા સાથે સંકળાયેલા મોટા માથાઓ પકડાયા છે. મહત્વનું છે કે, જુગાર જ્યાં રમાડવામાં આવી રહ્યો હતો તે સ્થળ પર...
ahmedabad   વસ્ત્રાપુરમાંથી હાઈપ્રોફાઈલ જુગારધામમાં pcb ની રેડ  પકડાયેલા શખ્સોમાં સાણંદ apmc ના ચેરમેન ખેંગાર સોલંકીનો સમાવેશ

અહેવાલ - પ્રદિપ કચીયા

Advertisement

અમદાવાદના પોશ ગણાતા વસ્ત્રાપુરમાં આવેલા એક ટાવરમાંથી જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું. પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા ધંધા સાથે સંકળાયેલા મોટા માથાઓ પકડાયા છે. મહત્વનું છે કે, જુગાર જ્યાં રમાડવામાં આવી રહ્યો હતો તે સ્થળ પર મસાજ અને જમવા સહિતની વ્યવસ્થાઓ પણ ઉભી કરવામાં આવી હતી.

શ્રાવણ મહિનો આવતા જ રાજ્યભરમાં જુગારીઓના ચહેરા ખીલી ઉઠી છે. રાજ્યભરમાં ઠેરઠેર જુગારધામ એક્ટિવ થઈ જાય છે. અને જુગારધામ હોય ત્યાં જુગાર સિવાયની અન્ય પ્રવૃત્તિઓ પણ ચાલતી જ હોય છે. આવું જ એક હાઈપ્રોફાઈલ જુગારધામ અમદાવાદના વસ્ત્રાપુરમાં ન્યુયોર્ક ટાવરમાંથી ઝડપાયું છે. PCB દ્વારા આ હાઈપ્રોફાઈલ જુગારધામાંથી 25 જેટલા લોકોને ઝડપ્યા છે. પકડાયેલા શખ્સોમાં સાણંદ APMC ચેરમેન ખેંગાર સોલંકીનો પણ સમાવેશ થાય છે. આ સિવાય કેટલાક મોટા માથા પણ પકડાયા છે. પોલીસે 6.70 લાખની રોકડ, 21 મોબાઈલ, જુગાર રમવા માટેના કોઈન, પૈસા ગણવા માટેનું મશીન સહિત 46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત આરોપીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા મોબાઈલ ફોન સહિત તેમના વાહનો પણ કબજે કરવામાં આવ્યા છે.

Advertisement

પકડાયેલ આરોપી:-

1) ધર્મેંદ્રભાઈ રાયચંદભાઈ પટેલ, મહેસાણા
2) મયુર સુરેશભાઈ ઠક્કર, અમદાવાદ
3) કાળુજી શકરાજી ડાભી, સાણંદ, અમદાવાદ
4) જયેંદ્રસિંહ લખુભા સિસોદિયા, સાણંદ અમદાવાદ
5) મનીષ ગોવિંદભાઈ પટેલ, સાણંદ, અમદાવાદ
6) ડેવીસકુમાર સુરેશભાઈ પટેલ, ઉંઝા, મહેસાણા
7) ઘેલુભા જુવાનસિંહ ઝાલા, સાણંદ, અમદાવાદ
8) અમીરામભાઈ શંકરભાઈ જોષી, વસ્ત્રાપુર, અમદાવાદ
9) ધર્મેંદ્રકુમાર ધીરજભાઈ પટેલ, ઉંઝા, મહેસાણા
10) રાજેશકુમાર જેઠાભાઈ પટેલ, ઉંઝા, મહેસાણા
11) ખેંગારભાઈ મનજીભાઈ સોલંકી, સેટેલાઈટ, અમદાવાદ
12) દિપકકુમાર મનસુખભાઈ ઠક્કર, બોડકદેવ, અમદાવાદ
13) ધર્મેશ કાળીદાસ પટેલ, બોપલ, અમદાવાદ
14) ભુપતભાઈ સોમાભાઈ ચૌહાણ, મહેમદાબાદ, ખેડા
15) તેજાભાઇ કરશભાઇ તુરી, શંખેશ્વર, પાટણ
16) સજ્જનસિંગ અર્જુનસિંગ રાજપુત, મેમનગર, અમદાવાદ
17) મોહનભાઇ નવલભાઇ કલાલ, બોપલ, અમદાવાદ
18) દેવીલાલ ભીમજીભાઇ પ્રજાપતિ, ડુંગરપુર, રાજસ્થાન
19) ગંગારામ મોગજી પટેલ, ઉદયપુર, રાજ્સ્થાન

Advertisement

પકડાયેલ મુદામાલ:-

1) રોકડા નાણા રૂ. 6,70,000
2) મોબાઈલ ફોન નંગ-21 જેની કુલ કિંમત રૂ. 6,25,000
3) પૈસા ગણવાનુ મશીન નંગ- 1 જેની કિંમત રૂ.25,000
4) CCTV કેમેરાના DVR સીસ્ટમના ઉપકરણો નંગ-૩ જેની કિંમત રૂ. 15,000
5) સ્થળ પર લાવેલ વાહનોમાં 4 ફોર વ્હીલ જેની કિંમત રૂ. 33,00,000
કુલ રૂ. 46,35,000 કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો.

A ડિવિઝન ACP એચ.એમ કણસાગરાએ જણાવ્યું હતુ કે આ જુગારધામમાં રોજ કરોડોની હાર જીત થતી હતી. અને તમામ હારજીત ટોકન પર થતી હતી. અહીંયા રમવા આવતા જુગારીઓને તમામ વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. એકંદરે જેવી રીતે ગોવામાં કસીનોની વ્યવસ્થા હોય છે તેવી જ વ્યવસ્થા ન્યુ ટાવરની ઓફિસમાં થતી હતી. જુગારધામના સ્થળ પર મસાજ તેમજ જમવા સહિતની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી. ત્યારે મોબાઈલ ફોન અને સ્થળ પરથી મળેલા પુરાવાના આધારે તપાસ કરતા આગામી સમયમાં હજુ વધુ મોટા ખુલાસા થઈ શકે છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.