Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad:શાંતિ એશિયાટિક સ્કૂલમાં લાગેલી આગ લઈને વાલીઓનો હોબાળો..

Ahmedabad: અમદાવાદ (Ahmedabad)ના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ (Shanti Asiatic School)હાલ ચર્ચામાં છે. વાલીઓનો આરોપ છે કે ગઈકાલે સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે. ગઈકાલે શાળાના એસીમાં...
10:47 AM Jul 12, 2024 IST | Hiren Dave

Ahmedabad: અમદાવાદ (Ahmedabad)ના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ (Shanti Asiatic School)હાલ ચર્ચામાં છે. વાલીઓનો આરોપ છે કે ગઈકાલે સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે. ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઇ જાણકારી ન આપવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. આગના કારણે અફરાતફરી મચી ગઈ હોવાનો આરોપ વાલીઓ લગાવી રહ્યા છે. વાલીઓનું કહેવુ છે કે સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાલીઓ આગળ મેનેજમેન્ટ ખોટુ બોલી રહ્યું છે.

 

વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો

Ahmedabad એશિયાટીક સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થયા મુદ્દે શાળાએ પહોંચીને હોબાળો કર્યો હતો. સાથે જ વાલીઓએ શાળામાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરી હતી. મહત્વનું કહી શકાય કે, આ શાળામાં જે ACમાં બ્લાસ્ટ થયો તે અંગે વાલીઓને કોઈ જાણ ના કરવામાં આવી હોય તેવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે.

 

વાલીઓએ ફાયર સાધનનોની તપાસ કરી

સ્કૂલમાં પહોંચીને હોબાળો કરતાં વાલીઓએ જણાવ્યું કે, આ બ્લાસ્ટ અંગે તેમને કોઈ જાણ કરવામાં નથી આવી અને બાળકો આ બ્લાસ્ટને કારણે ખૂબ જ ડરી ગયા હતા. જેને લઈને વાલીઓએ જાતે જ સ્કૂલમાં પહોંચીને બાળકોની સુરક્ષા માટે સ્કૂલમાં મૂકવામાં આવેલા ફાયરસેફ્ટીના સાધનોની તપાસ કરી હતી.

ભારે આનાકાની બાદ અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હોવાનો આક્ષેપ

વાલીઓ ડાયેક્ટરની ચેમ્બરમાં ઘૂસી જઇને હોબાળો મચાવતાં મહિલા પોલીસ સહિતનો સ્ટાફ સ્કૂલમાં દોડી આવ્યો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પહેલાં સીસીટીવી બતાવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ સ્ટાફ ઓછો હોવાનું અને સીસીટીવી એક્સસ ન હોવાનું કહીને આનાકાની કરવામાં આવી રહી હતી, પરંતુ વાલીઓ દ્વારા ઉગ્ર હોબાળો કરવામાં આવતાં સંચાલકો દ્વારા 5 વ્યક્તિઓને સીસીટીવી બતાવવા માટે સહમતિ દર્શાવી હતી. જોકે વાલીઓની માંગ હતી કે જો મોકડ્રીલ હતી તો સીસીટીવીને સ્કૂલના મેદાનમાં પ્રોજેક્ટર લગાવીને જાહેરમાં બતાવવામાં આવે. આખરે સંચાલકો વાલીઓની માંગ સામે ઝૂક્યા હતા અને સીસીટીવી જાહેરમાં બતાવ્યા હતા.

 

બાળકોની સુરક્ષા માટે પગલાં ક્યારે લેવાશે?

મહત્વનું કહી શકાય કે, હજી તો રાજકોટમાં જે અગ્નિકાંડ થયો તે લોકો ભૂલી નથી શક્યા તેમ છતાં પણ આ સ્કૂલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. સુરતનો એ તક્ષશિલા કાંડ, વડોદરાનો હરણીકાંડ અને ત્યારબાદ રાજકોટનો અગ્નિકાંડ આ 3 મોટી દુર્ઘટના બાદ પણ બાળકોની સુરક્ષા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા.

 

વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો

શાંતિ એશિયાટિક સ્કૂલમાં વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. ફાયરના સાધનો એક્સપાયર થવા હોવાનો વાલીઓએ આરોપ લગાવ્યો છે. વાલીઓએ સ્કૂલ અંદર જઈને જાતે જ ફાયરના સાધનોની તપાસ કરી છે. સ્કૂલના સંચાલકો યોગ્ય જવાબ ન આપતા હોવાનો વાલીઓનો આરોપ છે.

 

 

શાળા સંચાલકો જ્યાં સુધી ખુલાસો કરશે નહી ત્યાં સુધી બાળકોને સ્કૂલે મોકલીશું નહી

સંચાલકો દ્વારા જાહેરમાં વાલીઓને સીસીટીવી ફૂટેજ બતાવ્યા બાદ વાલીઓનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો અને સ્કૂલ માથે લીધી હતી. વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અધૂરા સીસીટીવી ફૂટેજ બતાવવામાં આવ્યા છે. આ મોકડ્રીલ નહી પરંતુ રીતસરની આગ લાગી હોવાનો બનાવ છે. જો આ મોકડ્રીલ હતી તો ફાયર બ્રિગેડ અને ડી.ઓ સ્ટાફ કેમ હાજર ન હતો. જ્યારે વાલીઓ દ્વારા કોડિનેટરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે વાલીઓના ફોન કટ કરી દઇને કેમ બ્લોક કરવામાં આવ્યા. આ સમગ્ર મામલે શાળા સંચાલકો જ્યાં સુધી ખુલાસો કરશે નહી ત્યાં સુધી અમે બાળકોના જીવ જોખમમાં મૂકી શાળાએ મોકલીશું નહી.

આ પણ વાંચો  - VADODARA : હરણી બોટકાંડ મામલે પોલીસ કમિશનરને કૌભાંડના પુરાવા સોંપાયા

આ પણ વાંચો  - Surat: લંપટ શિક્ષકએ કર્યો વિદ્યાર્થિનીને આ વિચિત્ર મેસેજ

આ પણ વાંચો  - Surat: નશામાં ધૂત નબીરાએ 10 બાઈક ઉડાડી,પોલીસે કરી ધરપકડ

Tags :
AC BLASTAhmedabadBhopalfireoverparentsParents uproarShanti AsiaticShanti Asiatic Schoolshela
Next Article