Ahmedabad flat hidden Gold: ગુજરાત ATS અને DRI નું જોઈન્ટ ઓપરેશન, અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી મળી લાખોની રોકડ અને કરોડોનું સોનું
અમદાવાદમાં શેર ઓપરેટરનાં સબંધીનાં ફ્લેટમાં સ્ટેટ એજન્સીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અમદાવાદનાં પાલડી સ્થિત ફ્લેટમાં છુપાવાયેલો સોના અને રોકડનો ખજાનો પોલીસે કબ્જે કરવાનું શરૂ કર્યું છે. ATS અને DRI ની ટીમ દ્વારા જોઈન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એજન્સીઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે અમદાવાદનાં પાલડી સ્થિત એક ફ્લેટમાં 100 કિલોથી વધુ સોનું છે. જે બાતમીનાં આધારે એજન્સી દ્વારા એટીએસને સાથે રાખી શેર બજારનાં ઓપરેટર મેઘ શાહનાં સબંધીનાં ફ્લેટમાં તપાસ હાથ ધરતા સોના અને રોકડનો ખજાનો મળી આવ્યો હતો. ફ્લેટમાં 100 થી 400 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમજ નોટો ગણવાનું મશીન અને વજન કાંટો પણ મંગાવવામાં આવ્યો છે.
તપાસને વધુ વેગવંતી બનાવી
અમદાવાદનાં પાલડી ખાતે સોનાનો મોટો જથ્થો છુપાવ્યો હોવાની માહિતી એજન્સીઓને મળતા સ્ટેટ તેમજ સેન્ટ્રલની એજન્સીઓ દ્વારા તાત્કાલીક ધોરણે ફ્લેટ પર પહોંચી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. આ ફ્લેટમાં આશરે 100 કિલોથી વધુ સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળી છે. આ સમગ્ર મામલે એજન્સી દ્વારા તપાસ હાથ ધરતા મોટી સફળતા મળવા પામી છે.
પૂછપરછમાં થઈ શકે છે મોટા ખુલાસા
તપાસ એજન્સીને અમદાવાદમાં બંધ ફ્લેટમાંથી લાખોની રકમ તેમજ લાખોની કિંમતનું સોનું મળી આવવા મામલે એજન્સીઓ દ્વારા તપાસને વધુ વેગવંતી બનાવી છે. જેમાં એજન્સી દ્વારા હવે આટલા બધા પૈસા તેમજ આટલા મોટા પ્રમાણમાં સોનું ક્યાંથી આવ્યું તે બાબતે તપાસ શરૂ કરી છે. તેમજ ફ્લેટ કોના નામ પર છે અને તેનાં માલિક સહિતની વિગતો મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે પૂછપરછ દરમ્યાન મોટા ખુલાસા થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે.
બંધ ફ્લેટ શેરબજારનાં ઓપરેટરનાં સબંધીનો
અમદાવાદનાં પાલડી વિસ્તારમાં એક ફ્લેટમાં 100 કિલોથી વધુ સોનું છુપાવ્યું હોવાની બાતમી પોલીસને મળી છે. આ બંધ ફ્લેટમાં સોનાનો ખજાનો છે તે ફ્લેટ શેર બજારનાં ઓપરેટરનાં સબંધીનો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. ફ્લેટમાં 100 થી 400 કિલો જેટલું સોનું છુપાવ્યું હોવાની બાતમી એજન્સીઓને મળતા એજન્સી પણ ચોંકી ઉઠી હતી.
આ પણ વાંચોઃ Budget Session 2025 : ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણી
મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ
પોલીસ દ્વારા પાલડી વિસ્તારમાં આવેલ આ બંધ ફ્લેટની ચાવી વકીલ પાસે હોવાની જાણ થતા વકીલ પાસે બંધ ફ્લેટની ચાવી મંગાવવામાં આવી રહી છે. સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી રહી છે કે જો આટલું બધુ સોનું અહીં છુપાવવામાં આવ્યું હોય તો આ સોના બાબતે તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.
આ પણ વાંચોઃ Budget Session 2025: અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગીય કરાશે
નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવ્યો
અમદાવાદમાં શેર ઓપરેટરનાં સબંધીનાં બંધ ફ્લેટમાં સ્ટેટ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશનમાં ATS ની સાથે DRI ની ટીમ પણ જોડાઈ છે. DRI ના ડેપ્યુટી ડાયરેક્ટર ફ્લેટ પર પહોંચ્યા છે. બંધ ફ્લેટમાં 100 કિલોથી વધુ સોનું હોવાની બાતમી એજન્સીઓને મળી હતી. શેર બજારનાં ઓપરેટર મેઘ શાહનાં સબંધીનાં ફ્લેટમાં સોના અને રોકડનો ખજાનો છે. 100 થી 400 કિલો જેટલું સોનું ફ્લેટમાં છુપાવ્યું છે. એજન્સીઓ દ્વારા નોટો ગણવાનું મશીન અને વજન કાંટો મંગાવવામાં આવ્યો છે.