Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD: બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં વર્ડકેમ્પનું આયોજન

અહેવાલ - રીના દોશી, અમદાવાદ અમદાવાદની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં વર્ડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ડકેમ્પમાં ભારત સહીત અન્ય દેશોના IT સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓએ ભાગ લીધો હતો. આ કેમ્પથી IT સેક્ટરમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા જુદી...
ahmedabad  બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં વર્ડકેમ્પનું આયોજન

અહેવાલ - રીના દોશી, અમદાવાદ

Advertisement

અમદાવાદની બાબાસાહેબ આંબેડકર યુનિવર્સીટીમાં વર્ડકેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ડકેમ્પમાં ભારત સહીત અન્ય દેશોના IT સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓએ ભાગ લીધો હતો.

આ કેમ્પથી IT સેક્ટરમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવા જુદી જુદી ફિલ્ડ સાથે સંકળાયેલા 20 સ્પીકર્સએ પણ ભાગ લીધો હતો. આ સાથે ફિલ્ડમાં કરિયર બનાવવા માંગતા યુવાનોને 30 હજાર થી 4 લાખ સુધીના જોબ પ્લેસમેન્ટ પણ આપવામાં આવતા હોય છે.

Advertisement

આ કેમ્પમાં કુલ 150 ઇન્ટરનેશનલ ડેલિગેસ્ટ અને 1200 લોકોએ આપી હાજરી હતી. ત્રણ દિવસ સુધી ચાલનારો કેમ્પ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે સાથે જ કેમ્પના અંતિમ દિવસે વિદેશથી આવેલા મહેમાનોને સવારે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદની સવારનો માહોલ બતાવવામાં આવશે.

સાથે જ અટલ બ્રિજ અને ફ્લાવર ગાર્ડન સહિતની મુલાકાત પણ આ તમામ ફોરેનર દ્વારા લેવામાં આવશે. સાથે જ કેમ્પથી વિદેશી મૂડી નું ભારતમાં રોકાણ કરવામાં આવે તેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

Advertisement

આ પણ વાંચો - Gondal :માર્કેટ યાર્ડમાં ડુંગળીનો ભાવ રૂ.300 ના કડાકાથી ખેડૂતોમાં રોષ

Tags :
Advertisement

.