Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad News : નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન, 2100 જવાનો ખડેપગે રહેશે...

હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન 2100 પોલીસ જવાન ખડેપગે રહેશે અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને રોમિયોગીરી કરનારાઓ...
ahmedabad news   નવરાત્રિ માટે અમદાવાદ ટ્રાફિક પોલીસનો માસ્ટરપ્લાન  2100 જવાનો ખડેપગે રહેશે

હાલમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં નવરાત્રિ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે પોલીસ દ્વારા ખાસ એકશન પ્લાન બનાવવામાં આવ્યો છે. નવરાત્રિ દરમિયાન 2100 પોલીસ જવાન ખડેપગે રહેશે અને ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ અને રોમિયોગીરી કરનારાઓ પર ખાસ નજર રાખશે.

Advertisement

નવરાત્રિ અંગે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક્શન પ્લાનની માહિતી આપતા અમદાવાદ શહેર પશ્ચિમ ટ્રાફિક DCP નીતા દેસાઈએ કહ્યું કે અત્યાર સુધી મોડી રાત્રે 12 વાગ્યા સુધી ટ્રાફિક વિભાગના (police action plan)1500 જવાનો બંદોબસ્તમાં હતા, હવે તેમાં 600નો વધારો કરીને 2100 જવાનો બંદોબસ્તમાં હાજર રહેશે. નવરાત્રિ પર્વ દરમિયાન ઓવર સ્પીડિંગ કરતા નબીરાઓ, ડ્રીંક એન્ડ ડ્રાઇવ કરતા યુવાનો પર અમદાવાદ પોલીસ અને એન્ટી રોમિયો સ્કોડ દ્વારા વોચ રાખવામાં આવી રહી છે.

Advertisement

DCP નીતા દેસાઈએ કહ્યું હતું કે, ડ્રીંક એન્ડ ડ્રાઈવને લઈને ટ્રાફિક વિભાગ એક્શન મોડમાં રહશે. ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને ઓવર સ્પીડ કાર ચલાવશે તો તેની સામે કાર્યવાહી થશે. ટ્રાફિક વિભાગ 150 જેટલા બ્રેથ એનેલાઈઝર મશીન અને કુલ 39 સ્પીડ ગનનો ઉપયોગ કરશે. પોલીસના સીસીટીવીથી કંટ્રોલ રૂમથી નજર રખાઈ રહી છે. ડીપીસી નીતા દેસાઈએ કહ્યું કે, અમારી લોકોને વિનંતી થે કે કોઈ ઘટના સામે દેખાય તો તાત્કાલિક કંટ્રોલ રૂમને જાણ કરે. રાતના સમયે તમામ નિયમોનું પાલન કરે. વાહનને સ્પીડ લિમિટમાં ચલાવે. 150 જેટલા બ્રિથ એનેલાઇસેર ટ્રાફિક પોલીસને રાત્રે ડ્રીંક એન્ડ ડ્રાઇવ ઝુંબેશ માટે આપવામાં આવ્યા છે. રોમિયો પર ટ્રાફિક પોલીસ, શી ટીમ અને લોકલ પોલીસ નજર રાખશે. 113 જેટલા પોઇન્ટ/ જંકશન પર વધુ ફોર્સ તૈનાત કરવામાં આવ્યા છે.

તો ખેલૈયાઓ માટે ખૂશીના સમાચાર સામે આવી રહ્યા છે. નવરાત્રિનું આજે ત્રીજું નોરતું છે. આ દરમિયાન ખેલૈયાઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ આજથી ગરબા બંધ નહીં કરાવે, જેથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. ગૃહ વિભાગ દ્વારા રાજ્યની પોલીસને મૌખિક સૂચના આપવામાં આવી છે. તમામ એસપી અને પોલીસ કમિશનરને સૂચના આપવામાં આવી છે. પોલીસને ગરબા બંધ નહીં કરવા જવાની સૂચના અપાઈ છે.

Advertisement

આ પણ વાંચો : 182 મીટરની પ્રતિમાની ભવ્યતા જોઈને મંત્રમુગ્ધ થઈ બોલીવુડ ક્વીન, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી દેશનું ગૌરવ’ : કંગના રાણાવત

Tags :
Advertisement

.