Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad News : નકલી CMO અધિકારી તરીકે ઓળખ આપતા વ્યકતિની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી

કર્મકાંડનો વ્યવસાય કરતો શખ્સ બન્યો CMO નો અધિકારી બની ને સરકારી અધિકારી ઓમા રૌફ જમવતો. જો કે GST વિભાગના અધિકારીની સતર્કતાએ આ શખ્સની પોલ ખુલ્લી પડી દીધી. કોણ છે. સાયબર ક્રાઇમ ની કસ્ટડી માં ઉભેલા આ શખ્સ નું નામ લવકુશ...
ahmedabad news   નકલી cmo અધિકારી તરીકે ઓળખ આપતા વ્યકતિની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી

કર્મકાંડનો વ્યવસાય કરતો શખ્સ બન્યો CMO નો અધિકારી બની ને સરકારી અધિકારી ઓમા રૌફ જમવતો. જો કે GST વિભાગના અધિકારીની સતર્કતાએ આ શખ્સની પોલ ખુલ્લી પડી દીધી. કોણ છે.

Advertisement

સાયબર ક્રાઇમ ની કસ્ટડી માં ઉભેલા આ શખ્સ નું નામ લવકુશ દ્વિવેદી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ એ તેની ધરપકડ કરી છે. આરોપીના કાકા ઉંઝામાં પેઢી ધરાવી વેપાર ધંધો કરે છે. GST વિભાગના અધિકારી દ્વારા આ પેઢી પર સ્થળ તપાસ કરી હતી. અને પેઢીનાં કેસની તપાસના કામે નોટિસ આપી હતી .GST ના અધિકારીઓ દ્વારા તેના કાકાની વિરૂદ્ધમાં કોઈ કાર્યવાહીના થાય તે માટે પોતે CMO ના ઉચ્ચ અધિકારીની ઓળખ આપી GST વિભાગના અધિકારીને ધાક ધમકી આપી હતી. GST ના અધિકારીને શંકા જતા તેમણે સમગ્ર ઘટનાની જાણ સાયબર ક્રાઇમને કરીને ફરિયાદ દાખલ કરાવી હતી.

સાયબર ક્રાઇમના ACP જે.એમ યાદવે જણાવ્યું હતું કે, સાયબર ક્રાઇમે તપાસ કરી આરોપીને ઝડપી લીધો છે. આરોપી મૂળ ઉત્તર પ્રદેશનો છે અને વર્ષ 2017 થી સાણંદના નિધરાડમાં રહે છે. જેનો મૂળ વ્યવસાય કર્મ કાંડનો છે. અને ખાનગી સિક્યુરિટી પ્રોવાઇડર તરીકે પણ કામ કરે છે. આરોપી અનેક રાજકીય નેતાઓ સાથે ફોટા પડાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરીને તેનો લાભ ઉઠાવતો હતો. અને whatsapp તેમજ truecaller પર પોતે CMO ના ઓફિસર હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

Advertisement

હાલમાં સાઇબર ક્રાઇમ દ્વારા આરોપીની ધરપકડ કરી આરોપીએ અન્ય કઈ કઈ જગ્યાએ પોતે આ હોદ્દાની ઓળખ આપીને રોફ જમાવ્યો છે અને કોઈ જગ્યાએ રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી છે કે કેમ તે અંગે પણ તપાસ શરૂ કરી છે. આરોપીએ ગુજરાત સિવાય અન્ય કોઈ રાજ્યમાં આ હોદ્દાની ઓળખ આપીને રોફ જમાવી કામ કરાવ્યું છે કે કેમ તે અંગે પણ સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

અહેવાલ : પ્રદીપ કચિયા, અમદાવાદ

Advertisement

આ પણ વાંચો : શહેરમાં વધુ એક વાર દેશી બનાવટી પિસ્ટલ અને કારતુસ સાથે 1 વ્યક્તિ ઝડપાયો

Tags :
Advertisement

.