Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad: પાલડીના પરિમલ પાસેના અંડરપાસમાં ફસાઈ Luxus બસ, મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

પાલડી પરિમલ પાસેના અંડરપાસમાં ફસાઈ બસ જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સ અંડરપાસમાં ફસાઈ લગભગ 25 જેટલા મુસાફરો ના જીવ તાળવે ચોટ્યા Ahmedabad: અમદાવાદમાં વહેલી સવારના વરસાદમાં જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પાલડી પરિમલ પાસેના અંડરપાસના અંદર બસમાં...
ahmedabad  પાલડીના પરિમલ પાસેના અંડરપાસમાં ફસાઈ luxus બસ  મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા
  1. પાલડી પરિમલ પાસેના અંડરપાસમાં ફસાઈ બસ
  2. જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સ અંડરપાસમાં ફસાઈ
  3. લગભગ 25 જેટલા મુસાફરો ના જીવ તાળવે ચોટ્યા

Ahmedabad: અમદાવાદમાં વહેલી સવારના વરસાદમાં જોધપુરથી રાજકોટ જતી શ્રીનાથ ટ્રાવેલ્સની લક્ઝરી બસ પાલડી પરિમલ પાસેના અંડરપાસના અંદર બસમાં ફસાઈ ગઈ હોવાનું સામે આવ્યું છે. જો કે અંડરપાસમાં પાણી ભરાયેલું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું, છતાંબસના ડ્રાઈવરે બસ અંદર ઘુસાડી દીધી હતી. પરિણામે અધવચ્ચે જ ફસાઈ ગઈ, જેમાં લગભગ 25 મુસાફરોને જીવ જીવ તાળવે ચોટી ગયા હતા.

Advertisement

આ પણ વાંચો: Ahmedabad: મોડી રાત્રે મેઘરાજાએ અમદાવાદને ધમરોળ્યું, અનેક વિસ્તારો થયા જળબંબાકાર

Advertisement

ફાયર ટીમ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ

ફાયર ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી અને દોરડા વડે દરેક મુસાફરને સહી સલામત બહાર કાઢી દીધા હતા. આ ફાયર ની કામગીરી પછી લોકો ને રાહત નો શ્વાસ લીધો. ડ્રાઈવરની બેદરકારીના કારણે સર્જાયેલી આ ઘટના ઘણા લોકોને ડર અને તકલીફમાં મુકતા, સુરક્ષાની જરુરિયાતને સ્પષ્ટ કરતી છે. નોંધનીય છે કે, ડ્રાઇવરની બેદરકારીએ મુસાફરોને ફફડાટ વ્યાપ્યો હતો. આવી રીતે જો પાણી વાળો વિસ્તાર હોય તો વાહન ચાલકોએ ખુબ સાવધાની રાખવાની જરૂર છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજાનું જોરદાર આગમન, છેલ્લા 2 કલાકમાં 144 તાલુકામાં થયો વરસાદ

Advertisement

પૂર્વ અને પશ્ચિમ ભાગમાં આખી રાત વરસ્યો વરસાદ

અમદાવાદ (Ahmedabad) શહેરને મોડી રાતથી મેઘરાજાએ ધમરોળાવ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી શહેરમાં વરસાદના અહેવાલ મળ્યા છે, પરંતુ રાત્રિના સમયે આવેલ ભારે વરસાદે શહેરના અનેક વિસ્તારોને પાણી પાણી કરી નાખ્યા છે. અમદાવાદ (Ahmedabad)ના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં આખી રાત વરસતા વરસાદના કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાયું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, એસ.જી. હાઇવે, ગોતા, ઘાટલોડિયા, ચાંદલોડિયા, રાણીપ અને નારણપુરામાં ભારે વરસાદ થયો છે. આ વરસાદથી વેજલપુર, વસ્ત્રાપુર અને જમાલપુરમાં પણ પાણી ભરાઈ ગયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. ભુલાભાઇ પાર્ક નજીક અને અન્ય હાઈલાઇટેડ વિસ્તારમાં પણ પાણીનું જમાવટ જોવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘરાજા થયા મહેરબાન; અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ, જાણો ક્યા કેટલો વરસ્યો વરસાદ

ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

નોંધનીય છે કે ગુજરાત રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત્ જોવા મળી રહી છે. છેલ્લા 2 કલાકમાં રાજ્ય (Gujarat)ના 144 તાલુકાઓમાં ભારે વરસાદ પડ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, આણંદ, વડોદરા, મોરવા હડફ અને નડિયાદમાં નોંધાયો છે. આણંદમાં 2 કલાકમાં સાડા 3 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વડોદરાના ડેસરમાં પણ 3 ઈંચ ધોધમાર વરસાદ નોંધાયો છે. મોરવા હડફ અને નડિયાદમાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે, જેને કારણે આ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.

Tags :
Advertisement

.