Ahmedabad : ભૂતાનના રાજા અને વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ ખાતે CM દ્વારા કરાયું ઉષ્માપૂર્ણ સ્વાગત
Ahmedabad: ગુજરાત ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન અમદાવાદ પધારેલા ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેનું (PM Sharing tobge) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel)ઉષ્માપૂર્ણ સ્વાગત કર્યું હતું.આ અવસરે પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, અમદાવાદનાં મેયર પ્રતિભા જૈન,ભારતના ભૂતાન ખાતેના રાજદૂત સુધાકર દલેલા, રાજ્યના મુખ્ય સચિવ રાજ કુમાર, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, અમદાવાદના સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરી, ચીફ પ્રોટોકોલ ઑફિસર જ્વલંત ત્રિવેદી, અમદાવાદ કલેકટર પ્રવીણા ડી.કે. સહિતના ઉચ્ચ અધિકારીઓએ મહાનુભાવોને આવકાર્યા હતા
વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા
ભૂતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચૂક તથા વડાપ્રધાન શેરિંગ તોબગેનું અમદાવાદ એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા સ્વાગત કરાયા બાદ ગુજરાતની આગવી પરંપરા મુજબ ગરબા સાથે આગમનના વધામણા કરવામાં આવ્યા હતા. ગરબા અને ઢોલના નાદ સાથે ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ પ્રદર્શિત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
Honoured to welcome His Majesty the King of Bhutan Jigme Khesar Namgyel Wangchuck and the Prime Minister of Bhutan H.E. Tshering Tobgay, at Ahmedabad airport. pic.twitter.com/HN1GwugZ0c
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 22, 2024
વડાપ્રધાને ભૂતાન સાથે મુલાકાતોથી દ્વિપક્ષીય સંબંધો મજબૂત કર્યા
વર્ષ 2014માં વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદીએ જૂન મહિનામાં સૌથી પહેલો વિદેશ પ્રવાસ ભૂતાનનો કર્યો હતો. ભૂતાન સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે. આ વર્ષે માર્ચ મહિનામાં વડાપ્રધાને ફરી ભૂતાનની મુલાકાત લઇને “નેબરહુડ ફર્સ્ટ પોલિસી”ની પ્રાથમિકતા રજૂ કરી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે અદ્યતન ચાઇલ્ડ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું.
વડાપ્રધાન મોદીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સમ્માનથી સમ્માનિત કરાયા
આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ભૂતાનના 13મા પાંચ વર્ષીય પ્લાન માટે ₹ 10 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ભૂતાનના વડાપ્રધાન શેરિંગ તોબગેએ તેમને મિત્ર અને મોટા ભાઈ તરીકે સંબોધિત કરીને ભૂતાનના સર્વોચ્ચ નાગરિક સમ્માન ઓર્ડર ઓફ ધ ડ્રુક ગ્યાલ્પો”થી સમ્માનિત કર્યા હતા.
ભારતનો ભૂતાન સાથેનો વેપાર ત્રણ ગણો વધ્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સઘન પ્રયાસોના કારણે ભારત અને ભૂતાન વચ્ચે વેપારમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આયાત અને નિકાસ બન્ને ક્ષેત્રે ભૂતાન સાથે ભાગીદારીમાં ભારત સૌથી ઉપર છે. ભારતનો ભૂતાન સાથેનો વેપાર (વિજળી સિવાય) વર્ષ 2014-15માં 484 મિલિયન US ડોલર હતો. જે ત્રણ ગણો વધીને વર્ષ 2022-23માં 1606 મિલિયન US ડોલર થયો છે. ભૂતાનમાં ભારતની લગભગ 30 જેટલી કંપનીઓ બેન્કિંગ, ઉત્પાદન, ઇલેક્ટ્રિસિટી ઉત્પાદન, એગ્રીકલ્ચર-ફુડ પ્રોસેસિંગ, ફાર્મા, ITES, હોસ્પિટાલીટી અને એજ્યુકેશન સહિતના ક્ષેત્રોમાં કાર્યરત છે.
આ પણ વાંચો -Gir Somnath : ભ્રષ્ટાચારનો વધુ એક પુરાવો! NH પર 2 માસ પૂર્વે શરૂ થયેલો કરોડોનો નવો બ્રિજ બેસી ગયો
આ પણ વાંચો -Rajya Sabha માં પ્રથમવાર C.R. Patil નું સંબોધન, દેશના ભૂગર્ભજળને લઈને કહી આ વાત...