Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

AHMEDABAD : સોલા હાઈકોર્ટ વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના, અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની તેની જ માતાએ હત્યા કરી

અહેવાલ - પ્રદીપ કચિયા  શહેરના સોલા હાઈકોર્ટ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની તેની જ માતાએ હત્યા કરી છે. જન્મ આપનાર જનેતાએ બાળકીની હત્યા કરી નાખતા ચર્ચાનો વિષય બન્યો છે. જન્મ બાદ...
ahmedabad   સોલા હાઈકોર્ટ વિસ્તારમાં બની ચોંકાવનારી ઘટના  અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની તેની જ માતાએ હત્યા કરી

અહેવાલ - પ્રદીપ કચિયા 

Advertisement

શહેરના સોલા હાઈકોર્ટ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં એક યુવતીએ અનૈતિક સંબંધોથી જન્મેલી બાળકીની તેની જ માતાએ હત્યા કરી છે. જન્મ આપનાર જનેતાએ બાળકીની હત્યા કરી નાખતા ચર્ચાનો વિષય બન્યો છે. જન્મ બાદ માતાએ બાળકીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી તેનુ મોત નિપજાવ્યું હતું અને હત્યા બાદ બાળકીને મેદાનમાં ફેંકી દીધી હતી. 5 ડિસેમ્બરે બાળકીનો મૃતદેહ મળ્યો હતો. જે મામલે સોલા પોલીસે બાળકીની માતા સામે ગુનો નોંધ્યો છે.

પુષ્પરાજ સોસાયટીમાં અવાવરૂ જગ્યાએ એક નવજાત મૃત બાળકી મળી આવી હતી

Advertisement

અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે પોલીસને એક મેસેજ મળ્યો હતો. જેમાં ચાણક્યપુરીમાં આવેલી પુષ્પરાજ સોસાયટીમાં અવાવરૂ જગ્યાએ એક નવજાત શિશુ મૃત બાળકી મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરનાર મહિલાએ જણાવ્યું હતું કે, તેઓ 3 ડિસેમ્બર 2023 ના રોજ રાતના 11 વાગે પોતાના પતિ સાથે પ્રસુતી માટે કારમાં જતા હતા ત્યારે મૃત બાળકીનો જન્મ થતા તેને અંતિમ વિધિ માટે લઈ જવામાં આવતી હતી. ત્યાર બાદ 5મી ડિસેમ્બરના રોજ બપોરે 3 વાગે પોતાની 3 દિવસની બાળકી પુષ્પરાજ સોસાયટીની સામે આવેલા મેદાનમાં મળી હોય જેથી પોલીસને જાણ કરી હતી. જે બાદ સોલા પોલીસે બાળકીના મૃતદેહને પીએમ માટે મોકલી તપાસ શરૂ કરી હતી.

લગ્ન બ્રાહ્ય સંબંધો બાંધતા તે ગર્ભવતી થઈ હતી

Advertisement

પોલીસની તપાસમાં સામે આવ્યુ હતું કે પોલીસને જાણ કરનાર મહિલાએ મધ્યપ્રદેશના યુવક સાથે લગ્ન કર્યા નથી પરંતુ લગ્ન બ્રાહ્ય સંબંધો બાંધતા તે ગર્ભવતી થઈ હતી. જે અંગે યુવતીની વધુ પુછપરછ કરતા સામે આવ્યું કે 3 ડિસેમ્બરના રોજ બપોરના ત્રણ વાગે તેણે મૃત બાળકીને જન્મ આપ્યો હતો. જેથી બાળકને કાપડ તથા પ્લાસ્ટીકની થેલીમાં મુકી રૂમના માળિયામાં મુકી દિધી હતી અને બાદમાં ઘરની સાફ સફાઈ કરી નાખી હતી. બીજા દિવસે 4 ડિસેમ્બરના રોજ રાત્રીના 12 વાગે આસપાસ બાળકીને મકાન ઉપરથી પાછળ કચરા જેવુ હોય ત્યાં ફેંકી દીધી હતી.

પોતાની જ બાળકીની કરી હત્યા

સોલા પોલીસે બાળકીની મૃતદેહનું પીએમ કરાવતા મોતનું કારણ જાણતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જેમાં ડોક્ટરના જણાવ્યા અનુસાર બાળકી જીવીત જન્મી હતી અને તેના માથામાં ઈજાઓ થતા તેનુ મોત થયું હોવાનું ખુલ્યું હતું. જેથી પોતાની જ બાળકીની હત્યા કરનાર માતા સામે સોલા હાઈકોર્ટ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો -- AMBAJI : મોડી રાત્રે બસ અને બાઈક વચ્ચે અકસ્માત, ઓવરસ્પીડ કરતા વાહનચાલકો સામે કાયદેસરની કાર્યવાહીની માંગ ઉઠી

Tags :
Advertisement

.